વાસ્તુ અનુસાર બાળકોના રૂમમાં આ બાબતોનું રાખશો ખાસ ધ્યાન, તો ભણવામાં થશે હોંશિયાર અને ક્યારે નહિં પડે કોઇ તકલીફ

બાળકોની ઉન્નતિ માટે એમના રૂમને સજાવો વાસ્તુ શાસ્ત્ર અનુસાર.

બાળકોના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે માતા પિતા દરેક બનતા પ્રયત્ન કરે છે પણ ઘણીવાર બુદ્ધિમાન બાળક પણ સારી રીતે અભ્યાસ નથી કરી શકતું, એનું વર્તન ગુસ્સાવાળું થઈ જાય છે, ક્યારેક બાળકોનું કોઈ જ કામમાં મન નથી લાગતું. આ બધાનું કારણ તમારા બાળકના રૂમમાં ખોટું વાસ્તુ પણ હોઈ શકે છે.

image source

બાળકોની ઉન્નતિ માટે એમના રૂમને સજાવો વાસ્તુ શાસ્ત્ર અનુસાર. વાસ્તુની ખાસ ટિપ્સ એમાં મદદગાર સાબિત થઈ શકે છે. બાળકોના શારીરિક, માનસિક, બૌદ્ધિક વિકાસ માટે કેવો હોય બાળકોનો રૂમ? તમારા બાળકના રૂમ માટે સરળ વાસ્તુ ટિપ્સ આજે અમે તમને જણાવીશું તો ચાલો જાણી લઈએ.

બાળકોની ઉન્નતિ માટેના 10 સરળ વાસ્તુ ટિપ્સ.

image source

1) તમારા બાળકનો રૂમ પૂર્વ, ઉત્તર, પશ્ચિમ કે વાયવ્ય દિશામાં હોય તો એનાથી તમારા બાળકને જીવનમાં ખૂબ જ તરક્કી કરશે.

2) આ વાતનું ખાસ ધ્યાન રાખો કે બાળકનો રૂમ દક્ષિણ, નૈઋત્ય કે પછી અગ્નિ ખૂણામાં ન હોય. .

3) અભ્યાસ કરતી વખતે તમારા બાળકનું મોઢું પૂર્વ દિશા તરફ અને પીઠ પશ્ચિમ દિશા તરફ હોવી જોઈએ.

image source

4) જો તમેં તમારા બાળકના રૂમમાં કોમ્પ્યુટર રાખવા માંગતા હોય તો બેડની દક્ષિણ દિશા તરફ અગ્નિ ખૂણામાં કોમ્પ્યુટર રાખવું જોઈએ.

5) તમારું બાળક જે ક્ષેત્રમાં કરિયર બનાવવા માંગતું હોય એ ક્ષેત્રમાં સફળ લોકોના ફોટોગ્રાફ્સ પોતાના બાળકના રૂમમાં સજાવો. જો એવું ન કરવા માંગતા હોય તો માતા સરસ્વતી કે પછી ગણેશજીનો ફોટો બાળકોના રૂમમાં પૂર્વ દિશામાં લગાવી શકો છો.

6) તમારા બાળકને પૂર્વ દિશામાં માથું રાખીને સુવાનું કહો. એવું કરવાથી તમારા બાળકનું અભ્યાસમાં મન લાગશે અને એ જીવનમાં ઉન્નતિ કરશે.

7) બાળકોના અભ્યાસના ટેબલ સામે અરીસો ન રાખો. બાળકોના ટેબલની સામે માતા સરસ્વતીનું ચિત્ર લગાવો, બાળકોને કહો કે માતા સરસ્વતી પ્રત્યે શ્રદ્ધા રાખો, એનાથી બાળકોની યાદશક્તિ વધે ક્ષહે. શક્ય હોય તો બાળકના સ્ટડી ટેબલની સામે ૐનું ચિત્ર લગાવો, ૐના ધ્યાનથી તમારું બાળક હંમેશા ઉર્જાવાન રહેશે.

image source

8) ઘરમાં ક્યાંય પણ વધુ સમય સુધી ભંગાર ભેગો કરીને ન રાખો. એવું કરવાથી તમારા બાળકો પરિક્ષામાં ફેલ થઈ શકે છે.

9) એ વાતનું હંમેશા ધ્યાન રાખો કે તમારા બાળકોએ પહેરેલા કે ઉતરેલા મેલા કપડાં ક્યારેય ધોયેલા કપડાં સાથે ન મુકો. એનાથી બાળકોની ઉન્નતિ પર વિપરીત અસર પડી શકે છે.

10) બાળકોના રૂમમાં બેડ પાસે ક્યારેય ગાલિચો ન પાથરો. એનાથી એ જગ્યાએ ઉર્જાનું વહેણ અટકી જાય છે અને બાળક બીમાર પડવા લાગે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ