ફેશિયલ નહિં કરો તો પણ ચાલશે, બસ ખાલી ફોલો કરો આ 5 ટિપ્સ, તરત જ તમારા ચહેરા પર આવી જશે ગ્લો

મિત્રો, દરેક વ્યક્તિ એવું ઈચ્છે છે કે તે બધાથી સુંદર દેખાય. તે એવુ ઈચ્છે છે કે, તેની ત્વચામા કોઈપણ દાગ ના હોય અને ખીલ પણ ના હોય. તે તેની ત્વચાને ખૂબ સુંદર બનાવવા માટે ઘણા ઉપાયો કરે છે. તે તેની ત્વચામા નિખાર આવે તે માટે પાર્લરમાં જઈને ઘણા કીમતી ટ્રીટમેંટ કરાવે છે પરંતુ, તેનાથી પણ કઈ વધારે અસર દેખાતી નથી તેની સાથે જ તે ત્વચાને નુકશાન પણ કરે છે. તેનાથી ત્વચાને લગતી ઘણી સમસ્યા ઉદભવી શકે છે.

image source

તેના બદલે તમારે ત્વચામાં નિખાર લાવવા માટે કેટલાક ઘરેલુ ઉપાય કરવા જોઈએ આના માટે જોઈતી સામગ્રી તમને સરળતાથી મળી શકે છે. અને તેની સાથે તમારે વધારે પૈસા પણ ખર્ચવા નહીં પડે. આનાથી તમને કોઈ નુકશાન કે આડઅસર નહી થાય. અત્યારે વધતા પ્રદૂષણથી આપણી ત્વચા નિસ્તેજ બની જાય છે. તેમાથી ચમક જતી રહે છે તેની ચમક પાછી લાવવા માટે તમારે આ ઉપાય કરવા જોઈએ.

હાઈડ્રેટેડ :

image source

તમારે ત્વચાને હાઈડ્રેટેડ રાખવી ખૂબ જરૂરી છે તેનાથી ત્વચામાં નિખાર આવે છે તેના માટે તમારે સૌથી વધારે પાણી પીવું જોઈએ. વધારે પાણી પીવાથી તમારી ત્વચાને લગતી બધી સમસ્યા દૂર થશે અને તમારા શરીરમાં રહેલ વધારનું ઝેર પણ દૂર થશે. તેનાથી તમને સ્વાસ્થ્યને લગતી પણ કોઈ સમસ્યા નહીં થઈ શકે. તેના માટે તમારે રોજે ૮ થી ૧૦ ગ્લાસ પાણીપીવું જોઈએ. આનાથી ત્વચામાં નિખાર આવે છે.

સૂર્યના તડકામા ના આવવુ :

image source

તમારે કોઈપણ જગ્યાએ જવું હોય તો તમારે ઘરની બહાર નીકળવું પડે છે તેનાથી તમે સૂર્યના સીધા તડકામાં આવો છો તેનાથી તમારી ત્વચામાં ઘણી સમસ્યા થઈ શકે છે. તેનાથી સૂર્યના મજબૂત યુવી કિરણો આપની ત્વચાને ઘણું નુકશાન કરી શકે છે.

તેથી તમારે પોતાને સૂર્યના તાપથી બચવવા માટે છત્રનો અથવા તો તડકો ન હોય ત્યારે ઘરની બહાર જવાનું રાખવું જોઈએ. તમે બહાર નીકળતી વખતે સનસ્ક્રીમનો ઉપયોગ પણ કરી શકો છો. તમારે સનગ્લાસ પણ પહેરવા જોઈએ તમારે સૂર્યનો તાપ તમારા પર ન આવે તે રીતે તમારે તમારા ચહેરાને ઢાંકી દેવું જોઈએ. તેનાથી વધારે નુકશાન થશે નહીં.

ત્વચાને મોઈશ્ચરાઇઝ કરવી જોઈએ :

image source

તમારે ચહેરાને સારી રીતે સાફ રાખવો જોઈએ તેના માટે તેને દિવસમાં બે વાર ધોવો જોઈએ અને તેના પર મોઈશ્ચરાઇઝ લગાવો તેનાથી ત્વચાને હાઈડ્રેટ રાખવામા મદદ કરે છે. તેના માટે તમારે હર્બલ ઉત્પાદનનો ઉપયોગ કરવો જોઈએ.

સિટીએમ જરૂરી છે :

image source

સફાઈ, ટોનિગ અને મોઈશ્ચરાઇઝર આપની ત્વચા માટે ખૂબ જરૂરી છે. આને તમારે એક દિવસમાં અવશ્ય કરવું જોઈએ. કાચા દૂધનો સફાઈ કરવામાં ઉપયોગ કરી શકો છો ટોનિંગ ત્વચા પ્રમાણે ઉપયોગ કરવો અને તેને મોઈશ્ચરાઇઝ કરવા માટે તમે ઓલિવ ઓઇલનો ઉપયોગ કરી શકો છો.

ગરમ પાણીથી ના નહાવુ જોઈએ :

image source

તમારે નહાવા માટે હુંફાળુ પાણી વાપરવું વધારે ગરમ પાણીથી ન નહાવું જોઈએ. વધારે ગરમ પાણીથી નહાવાથી તે ત્વચાને શુષ્ક બનાવી શકે છે. આનાથી ઘણી વાર નાના ખીલ પણ થઈ શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત