તમારા દૂધમાં ભેળસેળ તો નથી? આ રીતે જાણકારી મેળવો!.

તમારા દૂધમાં ભેળસેળ તો નથી? આ રીતે જાણકારી મેળવો!

આજકાલ સૌ કોઈ દૂધમાં થતી ભેળસેળને લઈને ચિંતિત છે. પરંતુ જાણકારીના અભાવમાં સિંથેટીક કે ભેળસેળ વાળુ દૂધ અને સાચા દૂધ વચ્ચે ઓળખ નથી કરી શકતા. આજ અમે તમને અમુક એવી ટીપ્સ આપવા જઈ રહ્યા છીએ જેના દ્વારા તમે ઘર બેઠા જ ભેળસેળ વાળા દૂધની ઓળખ કરી શકો છો.

સિંથેટીક દૂધની ઓળખ કરવા માટે તેને સૂંઘો. જો તેમાં સાબુ જેવી વાસ આવે છે તો તેનો અર્થ છે કે દૂધ સિંથેટીક છે જ્યારે કે અસલી દૂધમાં કાંઈ ખાસ ગંધ નથી આવતી. અસલી દૂધનો સ્વાદ હળવો મીઠો હોઈ છે, જ્યારે કે ડુપ્લિકેટ દૂધનો સ્વાદ ડિટર્જેન્ટ અને સોડા મેળવેલા હોવાને કારણે કડવો થઈ જાય છે.

અસલી દૂધ સંગ્રહ કરવા પર પોતાનો રંગ નથી બદલતુ, જ્યારે નકલી દૂધ થોડા સમય બાદ પીળુ પડવા લાગે છે. જો આપણે અસલી દૂધને ઉકાળીએ તો તેનો રંગ નથી બદલતો, ત્યાં જ નકલી દૂધ ઉકાળવા પર પીળા રંગનું થઈ જાય છે. અસલી દૂધને હાથની વચ્ચે ઘસવા પર કોઈ ચિકાશનો અનુભવ નથી થતો. ત્યાં જ, નકલી દૂધને તમે પોતાના હાથ વચ્ચે ઘસશો તો તમને ડિટર્જેન્ટ જેવી ચિકાશનો અનુભવ થશે.

દૂધમાં પાણી ભેળસેળની તપાસ કરવા માટે કોઈ ચિકણી લાકડી કે પથ્થરની સપાટી પર દૂધના એક કે બે ટીપા ટપકાવી જુઓ. જો દૂધ વહેતા નીચેની તરફ પડે અને સફેદ ધાર જેવુ નિશાન બની જાય તો દૂધ શુધ્ધ છે. ત્યાં જ દૂધમાં ડિટર્જેન્ટની ભેળસેળ ઓળખવા માટે દૂધની ૫-૧૦ મિલિગ્રામની માત્રા કોઈ કાંચની શીશી કે ટેસ્ટ ટ્યુબમાં લઈને જોર જોરથી હલાવવા પર જો ફીણ બને અને વધુ વાર સુધી બનેલા રહે તો તેમાં ડિટર્જેન્ટ મેળવેલો છે.

જો અસલી દૂધમાં યૂરિયા પણ હોઈ તો આ હળવા પીળા રંગનું જ હોઈ છે, ત્યાં જ જો સિંથેટીક દૂધમાં યૂરોયા મેળવવામાં આવે તો આ ઘાટા પીળા રંગનું દેખાવા લાગે છે. ક્યાંય તમે દૂધ સાથે ઝેરી પદાર્થ તો નથી પી રહ્યા? જી હા, બજારમાં મળતુ દૂધ ભેળસેળ વાળું પણ હોઈ શકે છે. તો આ ૪ આસાન રીતોથી તમે દૂધનું પરિક્ષણ કરી શકો છો.

ભેળસેળ વાળા દૂધનું પરિક્ષણ

દૂધ પીવુ સ્વાસ્થય માટે ખૂબ ફાયદાકારક હોઈ છે. દૂધ પીવાથી તાકાત મળે છે. આ વાત તો આપણે બધા જાણીએ છીએ દૂધમાં લગભગ દરેક એ તત્વો રહેલા હોઈ છે જે શરીર માટે જરૂરી હોઈ છે. આ વિટામીન, કેલ્શિયમ, પ્રોટિન, નિયાસીન, ફોસ્ફરસ અને પોટેશિયમનો ખજાનો હોઈ છે. પરંતુ શું તમે હકીકતમાં શુધ્ધ દૂધ પી રહ્યા છો? ક્યાંક તમે દૂધ સાથે ઝેરી પદાર્થ તો નથી પી રહ્યા? જી હા, બજારમાં મળતુ દૂધ ભેળસેળ યુક્ત પણ હોઈ શકે છે. જો તમને કોઇ પ્રકારની શંકા છે તો આ ૪ સરળ રીતેથી તમે દૂધનું પરિક્ષણ કરી શકો છો.

દૂધમાં ડિટર્જેન્ટનું પરિક્ષણ

અવારનવાર સમાચારોમાં ભેળસેળ વાળા દૂધનો ભાંડાફોડ જોવા અને સાંભળવા મળે છે, જેમાં સૌથી વધુ ડિટર્જેન્ટની ભેળસેળ જોવા મળે છે. જો તમને લાગે છે કે દૂધમાં ભેળસેળ હોઇ શકે છે તો તેને તપાસ કરવી ખૂબ સરળ છે. અડધો કપ દૂધમાં સમાન માત્રામાં પાણી મેળવો, જો ફીણ આવે તો દૂધમાં ડિટર્જેન્ટ મળેલો છે.

સિંથેટીક દૂધનું પરિક્ષણ

જો તમને લાગે છે કે દૂધ સિંથેટીક છે તો તેની પણ ઓળખ કરી શકાય છે. સિંથેટીક દૂધને હથેળીઓ વચ્ચે ઘસો જો આ સાબુ જેવુ લાગે તો આ સિંથેટીક દૂદસ હોઈ શકે છે. તેના સિવાય સિંથેટીક દૂધ ગરમ કરવા પર હળવુ પીળુ થઈ જાય છે. આ પ્રકારના દૂધનું સેવન ના કરવુ જોઈએ. આ સ્વાસ્થય માટે ખૂબ હાનિકારક બની શકે છે.

દૂધમાં સ્ટાર્ચનું પરિક્ષણ

આજકાલ ખુલ્લા દૂધ પર ભરોસો કરવો થોડો મુશ્કેલ છે. આપૂર્તિ અને વધુ પૈસા કમાવાના ચક્કરમાં લોકો દૂધમાં જાત-જાતની ચીજો મેળવે છે. ઘણા લોકો દૂધમાં સ્ટાર્ચ મેળવીને પણ વહેંચે છે. જો તમને લાગે છે કે દૂધમાં સ્ટાર્ચની ભેળસેળ છે તો તેની તપાસ કરી શકાય છે. તેના માટે દૂધમાં થોડા ટીપા આયોડીન ટિંચર કે આયોડીન સોલ્યુશનના નાખો, જો દૂધનો રંગ હળવો બ્લુ થઈ જાય તો તેનો મતલબ દુધ ભેળસેળ વાળુ છે.

દૂધમાં પાણીનું પરિક્ષણ

દૂધના થોડા ટીપા કોઈ સપાટી પર નાખો, ત્યારબાદ સપાટીને થોડી આડી કરો જો દૂધના ટીપા ધીરે-ધીરે ઢાળ તરફ જાય અને પાછળ સફેદ રેખા છોડે તો તેનો અર્થ તેમાં પાણીનું મિશ્રણ નથી અને જ્યારે દૂધના ટીપા ઝડપથી ઢાળ તરફ જાય અને નિશાન ના છોડે તો તેનો મતલબ પાણીની મિલાવટ કરવામાં આવી છે

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ