ચહેરો બહુ પડી ગયો છે શ્યામ? તો 1 પણ રૂપિયાનો ખર્ચ કર્યા વગર ઘરે બેઠા આ રીતે મેળવો ચમક

મિત્રો, રસોઈઘરમા એવી અનેકવિધ વસ્તુઓ રહેલી છે, જેનો ઉપયોગ કરીને તમે બજારના ફેસિયલ જેવી ચમક મેળવી શકો છો. આ ઉપાય અજમાવીને તમે તમારી ચામડીને સુવાળી અને ચમકદાર બનાવી શકશો. હાલ, કોરોના વાયરસની સમસ્યાના કારણે મોટાભાગની ગૃહિણીઓ ઘરેબેઠા જ ફેસિયલ અને વેક્સિંગ કરવાનુ પસંદ કરે છે. ત્યારે જો તમે પણ ઘરેબેઠા જ બ્યુટીપાર્લર જેવી ચમક મેળવવા ઈચ્છતા હોવ તો આ ફેસિયલ ટ્રીટમેન્ટ તમે ઘરેબેઠા અજમાવી શકો છો. તો ચાલો જાણીએ આ ઘરગથ્થુ ઉપાય વિશે.

જો તમે સ્કીન સાથે સંકળાયેલી સમસ્યાઓ જેમકે ખીલ થઇ જવા, ત્વચા શુષ્ક પડી જવી, કાળા દાગ-ધબ્બા પડી જવા, ત્વચા પર કરચલીઓ આવી જવી વગેરે જેવી સમસ્યાઓથી પીડાતા હોવ તો આજે અમે તમારા માટે એક એવો અસરકારક નુસખો લાવ્યા છીએ, જે તમારી આ તમામ સમસ્યાઓને જડમુળથી દૂર કરી દેશે.

image source

આ માટે સૌથી પહેલા તો તમારા ચહેરાને યોગ્ય રીતે પાણીથી સાફ કરો. ત્યારબાદ કાચુ દૂધ બ્રશ વડે તમારા ચહેરા પર લગાવો અને આ કાચુ દૂધ લગાવ્યા બાદ તે સુકાઈ જાય તે માટે ૫ થી ૧૦ મિનિટ તેની રાહ જુઓ. ત્યારબાદ ચહેરા પર હળવેકથી મસાજ કરો. જો તમે તમારા ચહેરા પર આ હળવી મસાજ કરશો તો તમારી સ્કીન પર રહેલો બધો જ મેલ બહાર નીકળી જશે.

image source

ત્યારબાદ તમારા ચહેરા પર જે જગ્યાએ બ્લેક હેડ્સ છે જેમકે, નાક , દાઢી કે કપાળ ત્યા તમે નમક અને કોકોનટ ઓઈલ મિક્સ કરીને આ પેસ્ટ લગાવો. ત્યારબાદ એક ચમચી નમકમા કોકોનટ ઓઇલના ૩-૪ ડ્રોપ ઉમેરો અને તેને સ્ક્રબર તરીકે ચેહરા પર ઉપયોગ કરો અને ત્યારબાદ બ્લેક હેડ્સને દૂર કરો.

image source

ત્યારબાદ કેળાને ક્રશ કરીને તમારા ચહેરા પર લગાવો અને તેને સાત મિનિટ સુધી સૂકવવા દો. ત્યારબાદ ૨-૩ મિનિટ માટે હળવી મસાજ કરો અને તમારા ચહેરાને ટીશ્યૂ પેપર અને પાણીથી યોગ્ય રીતે સાફ કરી લો. ત્યારબાદ કાચા બટાકાને મિક્સીમા ક્રશ કરીને તેનો રસ નિકાળો. આ બટાકાના રસમા એલોવેરા જેલની એક નાની ચમચી મિક્સ કરો અને આ મિશ્રણને તમારા ચહેરા પર લગાવો.

image source

આ ચહેરા પર આ પેસ્ટ ૧૦ મિનિટ પછી સુકાઇ જાય એટલે તેને સાફ કરી લો અને ત્યારબાદ પાણીથી તમારો ચહેરો સાફ કરી લો. આ કાર્ય કર્યા બાદ તમે જોશો કે, તમારો ચહેરો એકદમ સોફ્ટ અને મુલાયમ બની ગયો હશે અને તમારા ચહેરા પર બ્યુટી પાર્લરમાંથી ફેશિયલ કરાવ્યા બાદ જેવી ચમક આવતી હશે, તેવી ચમક આવશે.

image source

વિશેષ નોંધ : ઉપરોક્ત માહિતી સર્વ સામાન્ય જાણકારીને આધારિત છે. અમે આ માહિતીની કોઈપણ પુષ્ટી કરતા નથી. આ ઉપાય અજમાવતા પહેલા નિષ્ણાંત વ્યક્તિની સલાહ અવશ્યપણે લેવી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ