તમે પણ કરો કપૂરનો આ ઉપાય, અને વાસ્તુદોષ, પિતૃદોષ જેવા અનેક દોષોમાંથી મેળવો મુક્તિ

મિત્રો, હિન્દૂ ધર્મમા કોઇપણ પૂજા અથવા અનુષ્ઠાન કપૂર વિના અધૂરા માનવામા આવે છે. ધાર્મિક કાર્યો સિવાય કપૂર અમુક પ્રકારની સ્વાસ્થ્ય સાથે સંકળાયેલી સમસ્યાઓને દૂર કરવામા પણ લાભદાયી સાબિત થાય છે. તેના નિયમિત ઉપયોગથી તમારા ઘરની નકારાત્મક ઊર્જા દૂર થાય છે પરંતુ, વાસ્તુ તેમજ જ્યોતિષશાસ્ત્રમા પણ તેનુ વિશેષ મહત્ત્વ અને ઉપયોગ વિશે જણાવવામા આવે છે. તો ચાલો આજે આ લેખમા આપણે કપૂર સાથે સંકળાયેલા લાભો વિશે માહિતી મેળવીએ.

કાર્યોમા આવતી સમસ્યાઓ દૂર થાય :

image source

વાસ્તુ મુજબ તમારા અમુક કાર્યોમા ગમે તેટલા પ્રયાસો કર્યા પછી પણ સફળતા નથી મળતી. આ કામ થતા-થતા કોઈને કોઈ અડચણ આવી જાય છે તો એક ચાંદીની વાટકીમા નિયમિત રીતે લવિંગ અને કપૂરને સળગાવીને તેને ઘરમા ફેરવો. તેનાથી તમારા જીવનમા આવતી તમામ સમસ્યાઓ દૂર થશે અને અધૂરા તમામ કાર્ય પણ પૂર્ણ થઇ જશે.

નકારાત્મક ઊર્જા દૂર રહે :

image source

જો તમારા ઘરમા કોઈપણ પ્રકારનો દોષ હોય તો તેના કારણે ઘરની સુખ-શાંતિ ભંગ થાય છે અને તેનાથી ઘરમા વાદ-વિવાદનુ વાતાવરણ રહે છે. જો તમારા ઘરમા કોઈપણ દોષ હોય તો તેમા હંમેશા નુકશાન થતુ રહે છે. ઘરનો વાસ્તુદોષ તેમજ નકારાત્મક ઊર્જાને દૂર કરવા માટે કપૂરની ગોળીઓ રાખવી. આ કાર્ય કરવાથી નકારાત્મક ઊર્જા તો દૂર થશે અને ધનલાભ પણ થશે.

વાતાવરણ શુદ્ધ રહે :

image source

ઘરમા પૂજા-પાઠના સમયે કપૂર સળગાવવાથી તેનો સુગંધિત ધુમાડો વાતાવરણમા ફેલાય છે. જેનાથી વાતાવરણમા રહેલ ઝેરી બેક્ટેરીયા દૂર થઇ જાય છે અને આસપાસની હવા શુદ્ધ થાય છે. શિયાળાના દિવસોમા કપૂરનો ઉપયોગ ઊનના કપડાને જીવજંતુઓથી સુરક્ષિત રાખવા માટે કરવામા આવે છે.

સ્વાસ્થ્ય ક્ષેત્રે લાભદાયી સાબિત થાય :

image source

કપૂરની સુગંધ એ શરીર તથા મગજ બંનેને સ્વસ્થ અને તંદુરસ્ત રાખે છે. જો તમે અનિન્દ્રાની સમસ્યાથી પીડાતા હોવ તો કપૂરના ઓઈલની ખુશ્બૂ મગજને શાંત રાખવામા અને સારી ઊંઘ લાવવામા અસરકારક સાબિત થાય છે એટલા માટે કપૂરના ઓઇલના અમુક ટીપાને સૂતા સમયે પોતાના તકિયા પર લગાવો. તેનાથી મગજને તાજગી મળશે અને ઊંઘ સારી આવશે.

ખંજવાળની સમસ્યા દૂર થાય :

image source

શિયાળાની ઋતુમા બંધ નાકની સમસ્યા , શ્વાસ લેવામા સમસ્યા અને છીંક આવવા વગેરે જેવી સમસ્યાઓને પરેશાન કરે છે. આ સમસ્યાથી મુક્તિ અપાવનાર શ્રેષ્ઠ વિકલ્પ છે. ગરમ પાણીમા કપૂર ઉમેરીને બાષ્પ લેવાથી તેનાથી મુક્તિ મળે છે. તેલમા કપૂર મિક્સ કરીને લગાવવાથી માથાની ત્વચામા લોહીનુ પરિભ્રમણ વધે છે. વાળને મજબૂતી મળે છે. જો દાદ, ખરજવા, ખુજલીની સમસ્યા છે તો કપૂરને તેલમા મિક્સ કરીને તેને ત્વચા પર લગાવવાથી લાભ થાય છે.

ધનલાભનો અવસર મળશે :

image source

જો તમારા નાણા ક્યાક ફસાઇ ગયા છે અથવા તો કમાણી કરતા વધુ ખર્ચ થઇ રહ્યો છે તો લાલ ગુલાબના પુષ્પમા કપૂરનો એક ટુકડો રાખો અને કપૂરને સળગાવીને પુષ્પને દેવી દુર્ગાને અર્પિત કરો, ધનલાભ થશે અને તમને લાગી રહ્યુ છે કે, ખોટા ખર્ચ થઇ રહ્યા છે તો સાંજના સમયે કપૂરનો દીવડો પ્રગટાવો અને આખા ઘરમા ફેરવો. અંતમા માતા લક્ષ્મીની આરતી કરતા ઘરના મંદિરમા સ્થાપિત કરી દો. આમ, કરવાથી માતા લક્ષ્મીજીની કૃપા થશે.

પિતૃના દોષની સમસ્યા દૂર થશે :

image source

જ્યોતિષ મુજબ પિતૃદોષ અથવા રાહુ-કેતુના દુષ્પ્રભાવને દૂર કરવા માટે નિયમિત ઘરમા કપૂર પ્રજ્વલિત કરો. આ સિવાય કોઈ આકસ્મિક દૂર્ઘટના સામે રક્ષણ મેળવવા માટે સંધ્યાકાળની પૂજા દરમિયાન હનુમાન ચાલીસાનો પાઠ કરો અને ત્યારબાદ કપૂરમા લવિંગ ઉમેરીને આરતી કરો. જો તમારુ નસીબ તમને સાથ નથી આપી રહ્યુ તો તમારુ ભાગ્ય ચમકાવવા માટે સ્નાન કરતી વખતે પાણીમા કપૂરના ઓઇલના અમુક ટીપા નાખીને સ્નાન કરો. આમ, કરવાથી શરીરને સકારાત્મક ઊર્જા મળવાની સાથે-સાથે તમારુ ભાગ્ય પણ સારુ રહેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ