શું તમને વેક્સ કરાયા પછી થાય છે ફોલ્લીઓ અને બળે છે બળતરા? તો આજથી જ ફોલો કરો આ ટિપ્સ

મિત્રો, વેક્સિંગ કરવાથી સ્કીનમા રહેલો મેલ તુરંત નીકળી જાય છે અને તે કર્યા બાદ આપણો દેખાવ એકદમ સુંદર અને આકર્ષક દેખાય છે અને આ કારણોસર જ દરેક ગૃહિણી અમુક સમયના અંતરે પોતાના હાથ પગની વેક્સિંગ કરે છે પરંતુ, ઘણીવખત એવુ થાય છે કે, વેક્સિંગ કરાવ્યા બાદ તેમણે અમુક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

image source

ઘણીવાર એવુ બને છે કે, આ વેક્સિંગ કર્યા બાદ તેમને હાથ પગ પર ફોલ્લા પડવા લાગે છે તથા તેમણે ખંજવાળની સમસ્યાનો સામનો કરવો પડે છે, જે તેમને લાંબા સમય સુધી તકલીફ આપે છે. ત્યારે આ સમસ્યામાંથી મુક્તિ મેળવા માટે શું કરવું? તે અંગેની અમુક વિશેષ ટીપ્સ વિશે આજે આ લેખમા આપણે ચર્ચા કરીશું, તો ચાલો જાણીએ.

હમેંશા વેક્સિંગ કર્યા પછી હાથ અને પગ પર એલોવેરા જેલ લગાવવાની આદત કેળવો. તેનાથી સ્કિનના છિદ્રોમા એલોવેરાનો ગર્ભ ભરાશે અને તમારા હાથ કે પગમા થતા ફોલ્લા દૂર થશે અને તમને ખંજવાળની સમસ્યા સામે પણ રાહત મળશે. આ માટે સૌથી પહેલા તો એલોવેરાના જેલને કાઢી લો અને તેને પાત્રમા ભરી લો.

image source

ત્યારબાદ જ્યારે પણ તમે વેક્સિંગ કરો ત્યારે આ જેલને તમારી ત્વચા પર લગાવો અને તેના વડે મસાજ કરો. આ સિવાય તમે તેને લગાવીને સુઇ પણ શકો છો. તેને પાણીથી ધોવાની કોઈ જરૂરીયાત નથી. આ ઉપાય અજમાવવાથી તમને ખંજવાળની સમસ્યામાંથી તુરંત રાહત મળશે.

image source

આ સિવાય લીંબુનો રસ , કોકોનટ ઓઈલ અને ટી ટ્રી ઓઇલ વેક્સ કર્યા પછી લગાવવુ જોઇએ. આ ઉપરાંત જો તમને ખંજવાળ આવતી હોય તો તમે આ ખંજવાળની સમસ્યાને દૂર કરવા માટે બેબી પાવડર પણ લગાવી શકો છો. આ સિવાય જો તમને વેક્સ કર્યા પછી પણ ત્વચા પર ફોલ્લીઓ થઈ રહી છે તો પછી થોડો સમય માટે તેને બરફથી ઘસવુ અને જ્યા સુધી ફોલ્લીઓ ઓછી ના થાય ત્યા સુધી આ પ્રક્રિયાને અજમાવો.

image source

જો તમે આ સમસ્યામાંથી તુરંત રાહત મેળવવા ઈચ્છતા હોવ તો તમે બરફ સાથે એલોવેરા અથવા કાકડીનો પણ ઉપયોગ કરી શકો છો. આ માટે એક ડીશમા તમે એલોવેરા અને કાકડીનો રસ પાણી સાથે ઉમેરો અને ત્યારબાદ તેને ફ્રીઝરમા સ્ટોર કરો અને જ્યારે પણ વેક્સ કરો ત્યારે આ પેસ્ટને તમારા હાથ અને પગ પર લગાવો જેથી, તમને રાહત મળે.

image soucre

આ સિવાય તમને જો વેક્સ પછી ફોલ્લી અને ખંજવાળની સમસ્યા રહેતી હોય તો ક્યારેય વેક્સ બાદ સાબુથી હાથ કે પગ ધોવા જોઈએ નહી પરંતુ, વેક્સિંગ કર્યા બાદ તમારા હાથ અને પગ પર પેટ્રોલીયમ જેલી લગાવી લેવુ. આ કાર્ય કરવાથી તમને ફોલ્લી અને ખંજવાળની સમસ્યામાંથી તુરંત રાહત મળશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ