જ્ઞાન અને વાણીની દેવી માતા સરસ્વતીની પૂજા વાઘબારસના દિવસે બાળકો પાસે જરૂર કરાવવું જોઈએ.

દિવાળીના દિવસો શરૂ થવા પહેલાં અગિયારસના દિવસથી બધી તૈયારીઓ શરૂ થઈ જતી હોય છે. વ્રત, પૂજા અને ઉજવણી પણ તેજ દિવસથી ચાલુ થઈ જતા હોય છે. વાઘ બારસ હંમેશા ‘ધનતેરસ’ના તહેવારના એક દિવસ પહેલા આવે છે. તેને ગોવત્સા દ્વાદશી પર, ભક્તો નંદિની નામની દૈવી ગાયની પૂજા કરે છે. શ્રદ્ધાળુઓનું માનવું છે કે આમ કરવાથી, તેમના બધા પાપ ધોવાઈ જશે, આ એટલું જ મહત્વનું છે જેટલું ગંગા નદીમાં સ્નાન કરવું. તહેવારો દરમિયાન પારંપરિક રીતે ધાર્મિક કર્મકાંડનો હેતુ સુખ અને સમૃદ્ધિ મેળવવાનો છે.

image source

વાઘાબારસને લગતી અનેક પ્રથાઓ પ્રચલિત છે. તે દિવસે વેપારી વર્ગને માટે હિસાબ પૂરો કરવાનું મહત્વ છે તો ગૃહિણીઓ અને માતાઓ – બહેનો માટે ગૌ પૂજાનું વિશેષ મહત્વ હોય છે. એજ રીતે આ દિવસે માતા સરસ્વતી કે જેઓ જ્ઞાન અને કલા સંસ્કૃતિની સિદ્ધિદાત્રી છે તે દેવીની ઉપાસના જો બાળકો પાસે કરાવાય તો તે ખૂબ જ ઉત્તમ ફળ આપનારું છે… આવો જોઈએ શું છે મહત્વ આ દિવસનું…

દિવાળી પહેલાંની બારસ છે કંઈક ખાસ…

image source

માતા લક્ષ્મીને જે રીતે ધન અને વૈભવના દેવી તરીકે પૂજવામાં આવે છે તે જ રીતે કળા, અને જ્ઞાનના વબારસ એટલે આપણાંમાં રહેલી ૫ ઇન્દિરીયો અને ૫ જ્ઞાનેન્દ્રિયો સાથે મન અને બુદ્ધિનું એકત્રીકરણ થઈને જ્ઞાનરૂપી દીપ પ્રગટે છે. જે લોકો જ્ઞાન – વિજ્ઞાન અને કળા સાહિત્ય સાથે જોડાયેલા હોય એમણે આ દિવસે મા સરસ્વતીની ઉપાસના જરૂર કરવી જોઈએ.

વાક એટલે વાણી…

image source

મા સરસ્વતી એ જ્ઞાનના અધિષ્ઠાત્રી દેવી ગણાય છે. અને કહેવાય છે કે સ્વરસ્વતી દેવી આપણી જીભ ઉપર આવીને બીરાજમાન થાય છે. મા શારદાની કૃપા વિદ્યાર્થીઓ અને પરિક્ષાર્થીઓ ઉપર કાયમ રહે અને તેઓ તેમના જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે એ માટે પણ આ એક મહત્વનો દિવસ ગણવામાં આવે છે. જેમને વાણી સાથે કાર્ય કરવાનું રહે છે, જેમાં વેપારીઓ, કળા સંસ્કૃતિ સાથે જોડાયેલા લોકો કે પછી સમાજ ઉત્થાન સાથે જોડાયેલા લોકોએ આ દિવસે દેવી શારદાની કૃપા દ્રષ્ટિ માટે પ્રાર્થના જરૂર કરવી જોઈએ.

image source

વેપારીઓ જો મીઠી બોલી બોલશે તો તેમના વ્યવસાયમાં બરકત રહેશે. વધુમાં તેમના ધંધા રોજગારમાં જુબાન જ સૌથી વધુ કાર્ય કરતી હોય છે. તેના ઉપર જ બધા હિસાબ – કિતાબ ટકેલા રહેતા હોય છે. તેથી એ દિવસે આખા વર્ષના હિસાબનો ચોપડો તમામ લેતી – દેતીને ચૂકવીને દિવાળીના દિવસે નવી ઘોડી – નવો દાવ એ રીતે નવા ચોપડા સાથે શરૂ કરે છે. વચ્ચેના બે દિવસ તો પૈસાની લેવડ – દેવડ કરતા નથી. જે પહેલાંની પેઢીમાં આ પ્રથા પ્રચલિત હતી. આજના કોમ્પ્યુટરના જમાનામાં ચોવીસ કલાક ઓનલાઈન ટ્રાન્સેક્શન થતા હોય છે. તેથી આ માત્ર પરંપરાને નિભાવવા પૂરતું વેપારીઓ ‘વાઘ માંડવું’ વિધિ કરતા હોય છે.

શા માટે બાળકો પાસે કરાવવી જોઈએ શારદા પૂજા? જાણો મહત્વ…

મા ભગવતી સરસ્વતી વાણીના દેવી છે. જો કોઈ બાળકને બોલવામાં તકલીફ થતી હોય. તે અચકાઈને બોલતું હોય કે આત્મવિશ્વાસના અભાવે મૂંઝાતું હોય વાતચીતમાં તો તેને મા સરસ્વતીની ઉપાસના કરવાનું કહેવામાં આવે છે. જે લોકો પોતાની વાણીની અભિવ્યક્તિ કરવામાં મુશ્કેલી પડતી હોય તેવા લોકોએ પણ મા સરસ્વતીની ઉપાસના કરવાથી જરૂર લાભ થાય છે.

image source

યા દેવી સર્વભૂતેસુ વિદ્યારૂપેણ સંસ્થિતા… જે બાળકો અભ્યાસમાં તેમના ભણતરમાં નબળા પૂરવાર થતા હોય કે પછી ઉચ્ચ અભ્યાસ માટેના પ્રયત્નો કરતા વિદ્યાર્થીઓ હોય તેમને માટે પણ આ પૂજન શ્રેષ્ઠ પરિણામ લાવવામાં મદદ કરે છે. જો તમારું બાળક ભણવામાં નબળું હોય, કે પછી તમારા માટે આજ્ઞાકારી બાળક ન હોય, તેનો જીવ અભ્યાસમાં કે અન્ય પ્રવૃત્તિઓમાં ન ચોંટતો હોય તો પણ તેના ઉપર પણ દેવી સરસ્વતીની કૃપા થાય તેવું પૂજન જરૂર કરાવવું જોઈએ.

મા સરસ્વતીની પૂજા કઈરીતે કરવી એ જાણી લઈએ…

image source

તમારા ભણતાં બાળકો કે જેઓને કળા અને સંશોધન તેમ જ બૌધિક કાર્યની સફળતા હેતુ તમારે આ પૂજા કરાવવાની રહે છે. જે પૂજામાં આપે એક ભોજપત્ર ઉપર સરસ્વતી યંત્ર દોરેલું રાખવાનું રહે છે. તેને લાલ રંગના કાપડ ઉપડ સ્થાપન કરીને ધૂપ, ધીનો દીવો, નૈવેદ્ય અને ફળ – ફૂલ ચડાવીને સરસ્વતીની પૂજા કરવાની રહે છે.

આ રીતે પૂજા કરેલ સરસ્વતી યંત્રને માદળિયું કે લોકેટ જેવું બનાવીને બાળકના ગળામાં કે બાવડા ઉપર પણ બાંધી દેવાથી ભણવામાં નબળા કે ચંચળ બાળકને ખૂબ જ લાભ થતો હોય છે. જેમને સંતાન પ્રાપ્તિની ઇચ્છા હોય કે પછી જેમનું બાળક બીમાર રહેતું હોય તો તેના લાંબા આયુષ્ય માટે પણ શારદા દેવીની આરાધના કરવી જોઈએ.

image source

બ્રાહ્મણ દેવતાની હાજરીમાં બાળક પાસે કરાવવી જોઈએ પૂજા…

જો આપને સરસ્વતી ઉપાસનાના મંત્ર જાપ કરવા માટે બ્રાહ્મણને બોલાવો છો ઘરે તો તે અતિ શુભ માનવામાં આવે છે. બ્રાહ્મણ દ્વારા કરાવાયેલ પૂજાને ભગવાન સ્વયં તુરંત સ્વીકારે છે. કારણ કે એવું માનવામાં આવે છે કે પૃથ્વી ઉપર બ્રાહ્મણો એ ભગવાન વિષ્ણુના જીવંત સ્વરૂપ છે.

image source

જન્મથી લઈને મરણ સુધીની દરેક વિધિ વિધાનો આપણે બ્રાહ્મણ દેવતાના હસ્તે કરાવીએ છીએ. પ્રસંગોમાં તેમની હાજરી અને તેમને દાન – દક્ષિણા અને ભોજન કરાવવું ખૂબ જ લાભદાયી અને શુભ માનવામાં આવે છે.

આજના દિવસે ગૌ સેવા અને ગાય માતા તેમજ વાછરડાનું એક સાથે પૂજન કરવાનું પણ વિશેષ મહત્વ છે. તેને વસુ બારસ કે ગૌવત્સ દ્વાદશી પણ કહે છે. ગૌ માતા આપણાં પૃથ્વી પરના તમામ દેવતાઓની સાક્ષી પૂરાવતા હાજર દેવ માનવામાં આવે છે.

image source

ભગવાન વિષ્ણુ પણ તેમના ઉપદેશમાં કહે છે કે મને ગાયોના ધણની વધે તમે શોધી શકો છો હું તમને ત્યાં મળી આવીશ. આ રીતે માતા સરસ્વતી અને ભગવાન વિષ્ણુ તેમજ માતા લક્ષ્મીની કૃપા પણ આ દિવસના વ્રતની ઉજવણીથી મેળવી શકાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ