ધનતેરસથી સતત ૩ દિવસ જપો આ મંત્ર – પામો નિરંતર ઉન્નતિ..

25 ઓક્ટોબરના રોજ ધનની આરાધના એટલે કે શ્રી લક્ષ્મીમાતા અને ધનકૂબેરની આરાધનાનો દિવસ નજીક જ છે. આ દિવસે લક્ષ્મીમાતા, કૂબેર દેવ અને ધનવંતરી ભગવાનની પુજા કરવામાં આવે છો. તો જાણીલો તેમને રિઝવવા માટેના આ ચમત્કારી મંત્રો. આ મંત્રજાપથી દેવી દેવતાઓ તમારા પર આખું વર્ષ પ્રસન્ન રહેશે.

image source

કુબેર મહારાજને પ્રસન્ન કરવા કરો આ મંત્રોના જાપ

સૌ પ્રથમ તો વિધિ વત પુજા કરવી અને તે દરમિયાન “ઓમ શ્રીં હ્રીં ક્લીં શ્રીં ક્લીંમ વિત્તેશ્વરાય નમઃ”ની એક માળા એટલે કે તેનો 108 વાર જાપ કરો.

image source

આ સિવાય તમે કુબેર અષ્ટ લક્ષ્મી મંત્રનો પણ જાપ કરી શકો છો. તે મંત્ર છે, “ઓમ હ્રીં શ્રીં ક્રીં શ્રીં કુબેરાય અષ્ટ-લક્ષ્મી મમ ગૃહે ધનં પુરય પુરય નમઃ”

આ મંત્રની પણ તમારે કુબેર મહારાજની પુજા કરતી વખતે 108 વાર જાપ કરવો અથવા તો તમે આ જાપ માત્ર 13વાર સંપુર્ણ શ્રદ્ધાથી પણ કરી શકો છો.

image source

લક્ષ્મીમાતાને પ્રસન્ન કરવા આ મંત્રોનો જાપ કરો

“ઓમ હ્રીં હ્રીં હ્રીં મહાલક્ષ્મી ધનદા લક્ષ્મી કુબેરાય મમ ગૃહ સ્થિરો હ્રીં ઓમ નમઃ”

આ મંત્રની તમારે એક માળા કરવાની છે. આ પુજા વિધિમાં તમારે જોશે દક્ષિણાવર્તી શંખ, કેસર, ગંગાજળનું પાત્ર, ધૂપ અગરબત્તી, દીવો અને એક લાલ કોરું વસ્ત્ર

image source

પુજાની વીધીઃ

સૌ પ્રથમ તમારી સામે લક્ષ્મી માતાનું ચિત્ર અથવા તો મુર્તિ રાખો. હવે તેમની સમક્ષ લાલ કોરું વસ્ત્ર પાથરો અને તેના પર દક્ષિણાવર્તી શંખ મુકો. તેના પર કેસરથી સ્વસ્તિક બનાવો અને કંકુથી તેના પર ચાંદલો કરો.

હવે જો તમારી પાસે સ્ફટિકની માળા હોય તો ઉત્તમ. આ માળાને હાથમાં લઈને આ મંત્રની સાત માળા કરો તમે એક માળા પણ કરી શકો છો પણ તે તમારે સંપુર્ણ શ્રદ્ધા અને ધ્યાનથી કરવાની રહેશે. આ મંત્રનો જાપ તમારે ત્રણ દિવસ એટલે કે ધનતેરસથી લઈને દિવાળી સુધી કરવાનો છે. માત્ર આટલું કરવાથી તમારી પરના બધા જ આર્થિક સંકટો દૂર થઈ જશે અને તમારી નિરંતર પ્રગતિ થતી રહેશે.

image source

આ સિવાય ધનતેરસના દિવસે તમે આ ઉપાય પણ કરી શકો છો.

– ધનતેરસન દિવસે ચોખાનો આ પ્રયોગ કરવાથી પણ તમારા પર લક્ષ્મી કૃપા રહેશે. તેના માટે તમારે 21 આખા ચોખા લેવા તેને લાલ નાનકડી પોટલીમાં બાંધી લેવા. હવે આ પોટલીને તમારે તમારા પુજા ઘરમાં તમે જ્યારે લક્ષ્મી તેમજ ધનકૂબેરની પુજા કરો ત્યારે રાખવા. આટલુ કરવાથી તમારા આર્થિક સંકટો દૂર થશે.

image source

– ધન તેરસના દિવસે પાંચ ગોમતી ચક્ર ખરીદવા હવે તેના પર કેસર અને ચંદનથી “શ્રીં હ્રીં શ્રી” લખવું અને તેને લક્ષ્મીમાતાની મુર્તિ પાસે જ મુકવા. અને જ્યારે તમે લક્ષ્મી પુજન કરો ત્યારે સાથે સાથે તેની પણ પુજા કરવી. અને પુજામાં ઉપર જણાવેલા લક્ષ્મી મંત્રનો જાપ અચૂક કરો. પુજા પુર્ણ થયા બાદ આ લક્ષ્મી ચક્રો તમે તમારા પર્સ તેમજ તીજોરીમાં રાખી શકો છો.

image source

– ધનતેરસના જ દિવસે સાંજે તમે જ્યારે દીવા કરો ત્યારે દીવાની સંખ્યા તેર રાખવી અને એક એક દિવા સાથે એક એક કોડી પણ મુકવી. દીવાનું તેલ પુરું થઈ જાય અને દીવા ઓલવાઈ જાય એટલે તે કોડીને લઈને ઘરના કોઈ એક ખૂણામાં મુકી દો અથવા દાડી દો. આ કોડી તમારે છૂપી રીતે દાટવાની છે. આમ કરવાથી તમને ધનલાભ થશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ