દીકરાને નકારાત્મક સમાચારોથી દૂર રાખવા માતાએ શરૂ કર્યું પોતાનું સમાચાર પત્ર, સેંકડો બાળકોને તેનો લાભ મળ્યો.

મીડિયાને લોકતંત્રનો ચોથો સ્તંભ કહેવામાં આવે છે. આ સ્તંભના કેટલાય પ્રકાર છે જેવા કે, પ્રિંટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા, ડીજીટલ મીડિયા, અને સોશિયલ મીડિયા આપણી સામે મોજૂદ છે. પણ પ્રિંટ મિડિયા સૌથી જૂનું અને અસરકારક સાધન છે. સમાચાર પત્રના ફક્ત ખબર આપે છે તે ઉપરાંત દરેક ખબરની સમીક્ષા કરે છે અને રોજબરોજની જિંદગી સાથે જોડાયેલી જરૂરી જાણકારી પણ આપે છે. સમાચાર પત્ર વાંચીને આપણે દેશ-દુનિયામાં થતી હલચલથી પરિચિત રહીએ છીએ. આપણે ઈચ્છીશું કે આપણા બાળકો સમાચાર પત્ર વાંચે અને દુનિયાભરની ખબરોથી રૂબરૂ થાય. પણ કેવી રીતે?

કેમ કે આજકાલ સમાચાર પત્રોમાં સમાચારનું સ્તર નીચું જઈ રહ્યું છે. સમાચારમાં ફક્ત ગુના અને નકારાત્મક સંબંધિત સમાચારો જ નજર આવે છે. જેના કારણે ઘણીવાર સવાર સવારમાં ન્યૂઝ ચેનલ અને સમાચાર પત્ર પણ જોવાનું મન થાય નહિ, ન જાણે કેટલા ગુનાની ખબર હોય, પહેલા ખૂન-ખરબા દેખાડવામાં આવતા હોય છે. આજે કેટલાય સમાચાર પત્રોમાં આવી જ ખૂન-ખરબા, બળાત્કાર, ચોરી જેવી ખબરોથી ભરેલી વિચલિત કરી દે તેવા સમાચાર અને તસ્વીરોથી ભરેલું હોય છે. જે આપ આપના બાળકોને તો બિલકુલ બતાવવા નહિ ઈચ્છો.

આ સમસ્યાનું સમાધાન એક માતાએ શોધ્યું છે જેણે પોતાના દીકરાને દુનિયાભરના જરૂરી સમાચારથી અવગત કરાવવા માટે ચાલુ કર્યું બાળકોનું સમાચાર પત્ર.
તેમનું નામ છે નિધિ અરોડા. હરિયાણાના ગુરુગ્રામની રહેવાસી નિધિ એક IIM સ્નાતક છે અને એક કન્સલ્ટિંગ ફર્મની ડાયરેકટર છે. નિધિ અરોડા ઇચ્છતાં હતાં કે તેમનો ૧૧ વર્ષનો દીકરો રોજ સમાચાર પત્ર વાંચવાની ટેવ પાડે. પણ એવું કોઈ સમાચાર પત્રના હતું જે તેમના દીકરા પર ખરાબ અસર ન પાડે. પછી તેમણે પોતાના દીકરા માટે ૨૦૧૭માં એક બાળકોનું દૈનિક સમાચાર પત્ર, ધ ચિલ્ડ્રન પોસ્ટ શરૂ કર્યું. આ સમાચાર પત્ર શરૂ કરવાની પાછળ એમનો સીધો અને સરળ હેતુ હતો કે આપણી જેમ, બાળકો માટે પણ દેશ અને દુનિયાની ખબર હોવી જરૂરી છે. બાળકોના દિમાગમાં કેટલાય પ્રશ્નો આવે છે અને દુનિયાની સમસ્યાઓથી અવગત રાખવા જોઈએ, વર્તમાન અને ભવિષ્યની માંગ છે. એવામાં દેશદુનિયાની ખબરોથી તેમને અવગત કરાવવા જરૂરી બને છે.

તેમણે જૂન, ૨૦૧૭માં પોત પોતાના ઘરે જ ૪ પાનાંનું સમાચાર પત્ર તૈયાર કર્યું. તેમાં તેમનો સાથ આપ્યો તેમના થોડાક મિત્રો અને સાથીઓએ. આ રીતે ધ ચિલ્ડ્રન પોસ્ટની શરૂઆત થઈ હતી. ધીરે ધીરે આ સમાચાર પત્ર વિશે અન્ય અભિભાવકોને ખબર પડતી ગઈ અને આની લોકપ્રિયતા વધતી ગઈ. આ વધારે લોકો સુધી પહોંચી શકે તે માટે આનું ઇલેક્ટ્રિનિક વર્જન શરૂ કરવામાં આવ્યું. હવે આ ૪ પાનાંનું ઇ-સમાચાર પત્ર કેટલાય ઘરો, શિક્ષણ સંસ્થાઓ અને સ્વયં સેવી સંસ્થાઓ સુધી પહોંચ્યું છે. જેને બાળકો માટે પ્રિંટ કરી શકાય, ક્યારેય પણ અને ગમે ત્યાં. ગાઝિયાબાદની યશોદા હોસ્પિટલમાં આ સમાચારપત્ર બાળ ચિકિત્સક વોર્ડમાં અને ઓપીડીમાં વહેચવામાં આવે છે. આનાથી હોસ્પિટલમાં દાખલ કરેલા બાળકો ત્યાં બેઠા બેઠા જ દેશ દુનિયાની ખબરોથી વાકેફ રહે છે. આ સાથેજ આ સમાચાર પત્ર સ્વયં સેવી સંસ્થાઓ માટે નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

આમ તો આ સમાચાર પત્ર ૮થી ૧૩ વર્ષના બાળકો માટે છે પરંતુ આ એટલું રસપ્રદ અને જ્ઞાનવર્ધક છે વધારે ઉંમરના બાળકો પણ વાંચે છે. આ સમાચાર પત્રને ૧૩ વર્ષથી ઉપરના બાળકો પણ વાંચે છે અને પસંદ કરે છે કારણકે આ સમાચાર પત્રમાં જરૂરી જાણકારી રાખવા લાયક દરેક વિષયની માહિતી સાથે જોડવામાં આવ્યું છે જેવા કે, આંતરરાષ્ટ્રીય માહિતી, અર્થશાસ્ત્ર, ઈન્ટરનેટ સિક્યોરિટી, વાતાવરણ, ઇતિહાસ, તકનીક, ભારતીય પ્રજાતંત્ર, રમતો વગેરે. સાથે જ આ બાળકોના સમાચાર પત્રમાં ક્વિઝ, કવિતાઓ, લઘુ નવલકથાઓને પણ સામેલ કરવામાં આવી છે જેથી બાળકોને સમાચાર પત્ર કંટાળાજનક ન લાગે. જેનાથી બાળકોને સમાચાર પત્ર ધ ચિલ્ડ્રન પોસ્ટ માહિતીઓની સાથે સાથે રચનાત્મક પ્રવૃત્તિ પણ ભરપૂર મળી રહે છે.

ખબરને સારી રીતે બનાવવા માટે લગભગ એક દિવસમાં ખૂબ પેપર વર્ક કરવાનું હોય છે જે તેમની ટીમ પૂરું કરે છે. નિધિ સિવાય તેમની એડિટોરિયલ ટીમમાં કુલ ૬ અન્ય માતાઓ પણ જોડાઈ છે. આ ટીમમાં નિધિની સાથે દીપ્તિ છાબરા, એકતા એક્લેસ્ટન, નેહા જૈન, હરિન્દર કૌર, શીવાની ગિલોત્રા નારંગ અને પ્રદીપથી વિસ્સમેટી સામેલ છે.
પૂરી ટીમ મળીને આ સમાચાર પત્રની ખબરો પસંદ કરે છે અને તૈયાર કરે છે. એટલા માટે ઓછામાં ઓછી ૪થી ૫ વખત સ્કેન કરવુ પડે છે. તેઓ બાળકો માટે સૌથી ઉપયુક્ત સમાચાર પસંદ કરે છે, તેને બાળકોને અનુકૂળ બનાવે છે, પૃષ્ઠોની ડિઝાઇન કરે છે, પેહલીઓ, કાર્ટૂન વગેરે બનાવવામાં પોતાની પૂરી તાકત લગાવી દે છે. ત્યારબાદ તેને WWW.thechildrenpost.com પર અપલોડ કરી દેવાય છે. આજે આ સમાચાર પત્રનો લાભ સેંકડો બાળકોને મળી રહ્યો છે.