દસ વર્ષ પહેલા પોતાની એક વર્ષની દીકરીને ઘરમાં એકલી મરવા માટે મૂકીને ચાલી ગઈ માતા પણ…

એક વર્ષીય દીકરીને રઝળતી મૂકી માતા ભાગી ગઈ ! અને તે જ દીકરી બની ગઈ મોડેલ ! હવે પાછી આવી છે પોતાની દીકરીને લેવા ઘોડિયામાં રમતી દીકરીને માતા રઝળતી મૂકી ગઈ ! દીકરીની સફલ કારકીર્દી જોઈ પાછો હક્ક જમાવા આવી ગઈ

image source

જ્યારે તમે એક માતાપિતા બનો છો ત્યારે તે નાનકડા જીવની દરેકે દરેક જવાબદારી તમારી જ હોય છે અને તે તૈયારી સાથે જ તમારે માબાપ બનવાનું હોય છે. તમે ગમે તે સ્થિતિમાં તમારા બાળક પર કોઈ આંચ નથી આવવા દેતા.

પણ તેમ છતાં જો માતાપિતા બાળકોની સંભાળ રાખવા સક્ષમ ન હોય તો તેઓ તેમની સંભાળ બીજી રીતે પણ રાખી શકતા હોય છે જેમ કે તેને દત્તક આપીને અથવા કોઈ કેર સેન્ટરમાં એડમીટ કરાવીને. અને જો તમે તેમ પણ ન કરી શકો અને બસ એમજ પોતાના બાળકને રઝળતા મુકી દો તે યોગ્ય છે ખરું ? જરા પણ નહીં.

રશિયામાં રહેતી લિઝા વર્બીટ્સ્કાવા સાથે પણ તેમ જ થયું હતું. તેણીની પોતાની જ માતા તેણીને ઘરમાં એકલી રઝળતી મૂકીને જતી રહી હતી. અને જે સ્થિતિમાં તેણી મળી આવી હતી તેની તો તમે કલ્પના પણ ન કરી શકો.

image source

વાસ્તવમાં એક દિવસ રશિયાના વિશાળ શહેર મોસ્કોમાં આવેલી યેરોસ્લાવ સ્ટ્રીટ કે જે મોસ્કોના છેવાડામાં આવેલું છે અને અહીં ખુબ જ ઓછી ચહલપહલ જોવા મળે છે. ત્યાં એક કપલ ચાલવા નિકળ્યું હતું. તેઓ જ્યારે ચાલી રહ્યા હતા ત્યારે તેમને કોઈક અવાવરુ ઘરમાંથી કોઈ બાળકના રડવાનો અવાજ આવ્યો. તેમને તે સામાન્ય લાગ્યું કે બાળક કોઈ સામાન્ય કારણસર રડતું હશે.

પણ તેઓ પોતાના રૂટિન પ્રમાણે તે જગ્યાએ રોજ ચાલવા જતાં અને રોજે તેમને આ રીતે તે જ ઘરમાંથી બાળકીના રડવાનો અવાજ સંભળાતો. આવું થોડા દિવસ સુધી ચાલ્યું ત્યારે તેમને કંઈક શંકા ગઈ અને તેમણે તરત જ પેલીસને તે વિષે જાણ કરી.

image source

જ્યારે પોલિસ તે સ્થળે આવી પહોંચી અને ઘરમાં પ્રવેશી ત્યારે તેમને જે દ્રશ્ય જોવા મળ્યું તેનાથી હેબતાઈ ગઈ. ત્યાં એક, એક વર્ષની બાળકી ગંધાતી જમીન પર પડી હતી. તે એકલી જ હતી તેની સાથે કોઈ જ નહોતું. આખું ઘર સાવજ અવાવરુ હાલતમાં હતું. ઘરની સ્થિતિ પરથી એવું લાગતું હતું કે કોઈ ઘર ખાલી કરીને જતું રહ્યું છે અને તે બાળકીને પણ છોડી ગયું છે.

પોલીસ તરત જ તેણીને હોસ્પિટલ લઈ ગયી. ત્યાં તેની શારીરિક તપાસ કરતાં ડોક્ટરોને જાણવા મળ્યું કે બાળકીનું થાપાનું હાડકું ટુટી ગયું છે. અને તેણી કેટલાએ દિવસથી ભૂખી હતી. ડોક્ટરની ધારણા પ્રમાણે તે બાળકી ત્યાં એક અઠવાડિયાથી એકલી ભુખી, તરસી હતી.

image source

થોડી તપાસ દ્વારા પોલિસને જાણવા મળ્યું કે તે બાળકીનું નામ લિઝા વર્બીટ્સ્કાયા છે. પોલીસે તેણીના માતાપિતાને શોધવાનો ઘણો પ્રયાસ કર્યો પણ તે ન મળ્યા.

થોડા દિવસ સુધી લીઝાની ખબર પુછવા કોઈ ન આવ્યું કે કોઈ લીઝાની ભાળ શોધતું પણ ન આવ્યું ત્યારે પોલીસે નક્કી કર્યું કે લીઝા હોસ્પિટલમાંથી છુટ્ટી થશે એટલે તેને સ્થાનિક અનાથાશ્રમમાં મુકી દેવી. જેથી કરીને ત્યાંથી તેણીને કોઈ દત્તક લઈ લે.

image source

પણ તે દરમિયાન હેસ્પિટલમાં આવતી એક સ્ત્રી ઇના નિકાને એક દિવસ લિઝાનો રડતો અવાજ સંભળાયો. તેણી તેની પાસે ગઈ અને તેણીને રમાડવા લાગી. તેણીને લીઝા વિષેની જાણકારી મળી અને તેણી ધીમે ધીમે લીઝા સાથે વધારે અને વધારે સમય પસાર કરવા લાગી.

તે જ્યારે જ્યારે પણ લીઝાને રમાડવા આવતી ત્યારે તેની માટે ડાયપર્સ, કપડાં અને રમકડાં લેતી આવતી. લીઝા સાથે તેણીની એક અલગ લાગણી બંધાઈ ગઈ હતી.

જો કે ઇનાએ ક્યારેય કોઈ બાળકને દત્તક લેવાનો વિચાર નહોતો કર્યો. કારણ કે તેણી પોતે જ બે બાળકોની માતા હતી. માટે તેવો તો કોઈ પ્રશ્ન જ નહોતો કે તેણી ક્યારેય કોઈ બાળકને દત્તક લે. પણ લીઝા સાથે તો તેને જાણે અલગ જ ઋણાનુબંધ હતો.

image source

છેવટે લીઝા ઠીક થઈ ગઈ અને તેણીને હોસ્પિટલથી અનાથાશ્રમમાં લઈ જવામાં આવી. ઇનાએ હોસ્પિટલ આવી જોયું તો લીઝા ત્યાં નહોતી તેણી ગમે તેમ કરીને લીઝાને જ્યાં રાખવામાં આવી હતી ત્યાં પહોંચી ગઈ. અને છેવટે તેણીએ તેને દત્તક લેવાનું નક્કી જ કરી લીધું.

ઇનાએ લિઝાને દત્તક લેવા માટે એક મહિનાની રાહ જેવી પડી. હવે લિઝા ઇનાની દિકરી બની ગઈ હતી. અને ત્યાં સુધીમાં તો લિઝા બે વર્ષની પણ થઈ ગઈ હતી.

લિઝાને બાળપણમાં જે ઇજા થઈ હતી તેના કારણે તેણી સરખું ચાલી નહોતી શકતી. ઇના ગમે તેમ કરીને લિઝાની તે ખોટ દૂર કરવા માગતી હતી. તેણીએ તરત જ તેણીના ડાન્સ ક્લાસ શરૂ કરાવી દીધા. અને ધીમે ધીમે તેણીની ચાલમાં સુધારો થતો ગયો.

image source

લિઝા હવે એક સુંદર સ્વસ્થ આનંદિત બાળકી બની ગઈ હતી. જો કે તેણીના શ્યામ રંગના કારણે તેણી તેની શાળાના તેમજ આસપાસના લોકો કરતા થોડી અલગ તરી આવતી અને માટે જ કેટલાક બાળકો તેની સામે તાકી રહેતાં. પણ લિઝાને તેની કશી જ નહોતી પડી. તેણી તો બસ પોતાની મસ્તીમાં જીવતી ગઈ અને મોટી થતી ગઈ.

લિઝા જ્યારે 12 વર્ષની થઈ ત્યાં સુધીમાં તો તેણી તેના વિસ્તારમાં ખુબ જ પ્રખ્યાત બની ગઈ હતી. કારણ કે તેણી એક મોડેલ બની ગઈ હતી. તેણીએ સ્થાનીક સ્તરની ઘણી બધી સૌંદર્ય સ્પર્ધામાં ભાગ લીધો હતો અને તેમાંથી ઘણી બધીમાં તેણી વીજેતા પણ બની હતી. લિઝાને એક વર્ષે ‘ધી મોસ્ટ બપ્યુટીફુલ ગર્લ ઇન ધી કન્ટ્રી’ તરીકેનો ખિતાબ પણ મળી ચુક્યો છે.

image source

હવે તેણી ધીમે ધીમે કરતાં દેશની જાણીતી ટીન મોડેલ બની ગઈ હતી. અને આ જ સમયે વર્ષો બાદ લિઝાની મૂળ માતાને તેની યાદ આવી અને તેણે લિઝાનો સંપર્ક કર્યો.

જો કે તેણીએ જે દિવસે પોતાની દીકરીને એકલી અવાવરુ ઘરમાં, ભગવાન ભરોસે રઝળતી મુકી દીધી હતી તે જ ક્ષણે પોતાનો માતા તરીકેનો બધો જ હક્કો ખોઈ બેઠી હતી. હવે તેણી શા માટે લિઝાને મળવા માગતી હતી ?

ઝાના, લિઝાની મૂળ માતા એક ટીવી શો દ્વારા તેની દીકરીને મળી. જોકે લિઝાને જેણે દત્તક લીધી હતી તે પણ લિઝાના બાળપણ અને તેની નેશનાલિટી વિષે જાણવા માગતી હતી.

image source

આ શોમાં તેણીએ દાવો કર્યો કે તેણીએ બાળપણમાં ક્યારેય લિઝા પર અત્યાચાર નહોતો કર્યો. પણ ચાઇલ્ડ પ્રોટેક્શન ઓથોરિટી તેણી પાસેથી તેની દીકરીને પરાણે લઈ ગઈ હતી.

તેણે શોમાં જણાવ્યું હતું કે તેણીને 8 બાળકો છે અને તે બધાને તેણી એકલી જ ઉછેરે છે. તેણી રોમા દેશની છે અને લીઝા પણ ત્યાંની જ છે.

image source

લિઝાએ શોમાં એવું પણ કહ્યું હતું કે તે લીઝાને પાછી મેળવવા ગમે તે કરી છૂટશે. જો કે તેણી જે વિચારે છે તેવું કશું જ થઈ શકે તેમ નથી. તેણે કાયદાને તો માનવો જ પડશે. અને કાયદા પ્રમાણે લિઝાએ નક્કી કરવાનું છે કે તેણીએ પોતાની મૂળ માતા પાસે જવું કે તેણીને દત્તક લઈને સુખી જીવન આપનારી માતા પાસે જવું.

image source

લીઝાના નસિબ સારા હતા કે તેણીને એક પ્રેમાળ કુટુંબનો સાથ મળ્યો અને તેણી પોતાના કાળા ભૂતકાળને પાછળ મુકીને ઉજ્વળ ભાવિષ્યને પામી શકી. જો કે ઘણીવાર જીવન આપણા માટે કંઈ અલગ જ લખી રાખે છે. શું લીઝાની આ બેજવાબદાર માતા લીઝાને આવું સ્વસ્થ, સુખી, આનંદીત જીવન આપી શકી હોત !

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ