ચોમાસાએ ગુજરાતમાં ટકોરા દઈ દીધા છે, તો બદલાતી ઋતુમાં તમારી રોગ પ્રતિકારક શક્તિને વધારવાના આ ઘરેલુ ઉપાય અજમાવો.

ઉનાળા અને ચોમાસા વચ્ચેની મીક્સ ઋતુ શરૂ થઈ ગઈ છે અને જો આ સમયે તમે તમારી રોગપ્રતિકારક શક્તિને વધારશો નહીં તો આવનારી ઋતુમાં સતત બીમાર રહેશો.

બદલાતી ઋતુમાં શરીરની રોગ-પ્રતિરોધક ક્ષમતા એટલે કે ઈમ્યુન પાવર ઓછો થવા લાગે છે.તેવી સ્થિતિમાં આ ખૂબ જરૂરી છે. આપણે આપણાં ખાન-પાનનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ . જેથી શરીરને જંતુઓ અને અન્ય સમસ્યાઓથી લડવાની તાકાત મળી શકે.

બાળકો સહિત મોટા દરેક લોકોને સૂકો મેવો ખાવાનો ખૂબ શોખ હોય છે. તે સૂકા મેવા શરીર માટે ખૂબ લાભદાયક હોય છે.જેથી તેનું દરેક ઋતુમાં અવશ્ય સેવન કરવું જોઈએ .જોકે આપણે જાતે આપણા સ્વાસ્થયનું ધ્યાન સ્વયં રાખવું જોઈએ.

દ્રાક્ષ એક એવું ડ્રાયફ્રૂટ છે જેને બાળકો ખૂબ પસંદ કરે છે.લીલા રંગની દ્રાક્ષ ખાવામાં આવે છે.પણ શું કાળા રંગની દ્રાક્ષ તમે જોઈ છે? આજ અમે તમને કાળી દ્રાક્ષનાં ફાયદા વિશે જણાવીશું.આ બાબતની માહિતી મેળવ્યા બાદ તમે પણ જરૂરથી તેને ખાવાનું શરૂ કરી દેશો.

કાળી દ્રાક્ષની અંદર લાંબુ આયુષ્ય મેળવવાનું રહસ્ય રહેલું છે. વૈજ્ઞાનિક ભાષામાં કહીએ તો તેની અંદર પોલિફેનોલ્સ એન્ટીઓક્સિડેન્ટ અને અન્થાોક્યાનિન્સ જેવા પોષક તત્વો ભરપૂર પ્રમાણમાં ઉપલબ્ધ છે. આ એ તત્વો છે જે આપણા હ્દય,મસ્તિષ્ક,યૂરીન,કિડની,દ્રષ્ટિ સહિતને રોગોથી બચાવે છે. જે લોકો કાળી દ્રાક્ષનું નિયમિત રીતે સેવન કરે છે તે લોકોની અંદર રોગ-પ્રતિકારક ક્ષમતામાં વધારો થાય છે.

ફળ ચાહે કોઈપણ હોય,તેનાથી આપણને કંઈ ને કંઈ લાભ જરૂરથી થાય છે.અહીં અમે તમને કાળી દ્રાક્ષનાં 10 ફાયદાઓથી માહિતગાર કરીશું. કાળી દ્રાક્ષ ન ફક્ત જોવામાં પણ સ્વાદમાં પણ સરસ હોય છે.તેની સાથે જ કાળી દ્રાક્ષની અંદર અનેક ગુણ રહેલા હોય છે,જે સ્વાસ્થયનાં દ્રષ્ટિકોણથી હિતકારી છે.

કાળી દ્રાક્ષનાં ફાયદા

૧.કાળી દ્રાક્ષની અંદર વિટામીન C અને વિટામીન E હોય છે.એ ટલે કાળી દ્રાક્ષનાં સેવનથી યુવાન,ચિકણી,નિખરતી સ્કીન બને છે તેમજ ચહેરો સુંદર થાય છે.

૨. આ દ્રાક્ષ આંખો માટે ખૂબ સારી છે.તેની અંદર મળી આવતા Lutein અને Zeaxanthin તત્વ આંખોને સ્વસ્થ રાખે છે તેમજ આંખોની રોશની વધારે છે.

૩.જો આપની સ્કીનનો રંગ (complexion) એક સરખો નથી તો કાળી દ્રાક્ષનો રસ લગાવો. થોડીવાર બાદ ઠંડા પાણી વડે ધોઈ લો.કાળી દ્રાક્ષમાં મળી આવતા Polyphenols સ્કીનનાં Uneven tone ને સામાન્ય કરે છે.

૪.ડાયાબિટીસનાં દર્દીઓ પણ કાળી દ્રાક્ષ ખાઈ શકે છે.કાળી દ્રાક્ષની અંદર ખૂબ ફાઇબર હોય છે જે શુગર લેવન ઘટાડે છે. ફાઈબરથી ભરપૂર કાળી દ્રાક્ષ પાચન પણ સારું કરે છે.

૫.ખરતા વાળ માટે કાળી દ્રાક્ષ ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે.કાળી દ્રાક્ષમાં બીજને મસળીને વાળનાં મૂળમાં લગાવો અને થોડીવાર બાદ ઠંડા પાણી વડે ધોઈ લો.તેની અંદર મળી આવતું Linoleic acid વાળનાં મૂળને મજબૂર કરે છે અને વાળ ખરવાથી બચાવે છે.

૬.કાળી દ્રાક્ષ વજન ઓ છું કરવામાં મદદ કરે છે.આ દ્રાક્ષનાં એન્ટિઓક્સિડેંટ ગુણ શરીરમાં જામેલા Toxin ને શરીરની બહાર કાઢે છે,જેનાથી વજન ઘટે છે.

૭.કાળી દ્રાક્ષ કિડનીની બિમારીમાં પણ ફાયદો કરે છે.કાળી દ્રાક્ષ યૂરિક એસિડનું લેવલ ઓછું કરીને કિડની પ્રેશર ઓછું કરે છે.

૮.આ દ્રાક્ષમાં એન્ટિઓ ક્સિડેંટ અને Anti-mutagenic ગુણ હોય છે,જેનાં કારણે કાળી દ્રાક્ષ બધા પ્રકારનાં કેન્સર ખાસ કરીને બ્રેસ્ટ કેન્સરથી બચાવ કરે છે.

૯.કાળી દ્રાક્ષનાં નિયમિત સેવનથી માઈગ્રેન માથાનાં દુખાવામાં આરામ મળી ત્વચાનાં રંગને સમાન કરવા તેમજ સાફ કરવા માટે પણ તેનો પ્રયોગ કરી શકાય છે.આપ તેના રસને ત્વચામાં લગાવી શકો છો.તેનાથી આપની ત્વચામાં નિખાર આવશે.

૧૦.જો આપ વાળ ખરવાની સમસ્યાથી તકલીફમાં છો,તો કાળી દ્રાક્ષ આપના માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.કાળી દ્રાક્ષનાં બીજ પીસીને વાળનાં મૂળમાં લગાવવાથી વાળને મજબૂતી મળે છે અને તેનું ખરવાનું ઓ છું થાય છે.

૧૧.કાળી દ્રાક્ષ ગુર્દા માટે પણ ફાયદાકારક છે.આ મૂત્રમાર્ગ સાફ કરી ગુર્દાનાં દબાવને ઓ છો કરે છે.તેની સાથે જ મૂત્રમાં યૂરિયાને પણ ઘટાડે છે.

૧૨.કાળી દ્રાક્ષ ખાવાથી કેન્સરની આશંકા ઓ છી થાય છે.તેના સાથે જ આ મુખ્યરૂપથી બ્રેસ્ટ કેન્સરથી બચાવે છે.તેના એન્ટિઓક્સિડેંટ આપના શરીરને લાભ પહોંચાડે છે.

૧૩.તેને ખાવાથી વજન ઘટાડવામાં પણ મદદ મળે છે.તેનાં એન્ટિઓક્સિડેંટ જામેલી વધારાની ફેટ દૂર કરે છે.તેના સિવાય પણ કાળી દ્રાક્ષનાં ફાયદા ઘણા છે.કાળી દ્રાક્ષનું સેવન અલ્ઝાઈમર રોગથી પણ બચાવે છે.

૧૪.કાળી દ્રાક્ષ ખાવાથી શરીરમાં LDL કોલેસ્ટ્રોલ લેવલ ઓ છું થાય છે,જેનાથી હ્દયની માંસપેશીઓને થતું નુક્સાન ઘટે છે.

૧૫.કાળી દ્રાક્ષ Resveratrol નામનું તત્વથી ભરપૂર હોય છે જે ઈન્ફેક્શન અને સોજાથી પણ રક્ષણ કરે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ