જાણીલો ઇયર ફોનનના જેકની આ માહિતી, નેક્સ્ટ ટાઈમ ઇયરફોન ખરીદતી વખતે ચોક્કસ કામ લાગશે.

શા માટે હેડફોન કે ઇયર ફોનની પીનમાં એક રીંગ્સ, બે રીંગ્સ કે ત્રણ રીંગ્સ હોય છે ? શું તમારા મનમાં ક્યારેય કૂતુહલ થું છે કે આવું શા માટે ?

 

આજે ડગલેને પગલે બધું જ ટેક્નોલોજી પર નિર્ભર છે. આપણે સેંકડો આધુનિક ઉપકરણોનો ઉપયોગ આપણા જીવનમાં કરતા હોઈએ છીએ પણ ક્યારેય તેની પાછળના વિજ્ઞાન કે લોજીક વિષે વિચારવાની વધારે તકલીફ નથી લેતા.

અરે તેની પાછળની વાત શું તેની આગળ એટલે કે જે તે ઉપકરણ પર દેખાતી કેટલીક ખાસ બાબતો વિષે પણ વિચારવાની તકલીફ લેતા નથી. આપણને તો માત્ર તેના આઉટપુટથી જ મતલબ હોય છે તે આપણન કઈ રીતે ઉપયોગમાં આવે છે તેનાથી જ મતલબ હોય છે.

પણ આજે અમે એક રસપ્રદ માહિતી આ પોસ્ટ દ્વારા જણાવવા જઈ રહ્યા છીએ. તમે નિયમિત પણે હેડફોન કે પછી ઇયરફોનનો ઉપોયગ કરતા જ હશો તેમાં કોઈ જ શંકા નથી. પણ તમે જ્યારે તે હેડફોન કે ઇયરફોનની પીન તમારા મોબાઈલ સાથે એટેચ કરો છો ત્યારે તમે જોતા હશો કે તેના પર એક-બે-ત્રણ આમ કેટલીક રીંગો બનાવવામાં આવી હોય છે.

તો તેનો અર્થ શું થતો હશે. નહીં જ ખ્યાલ હોય તમારામાંના કેટલાકે આ બાબતે વિચાર્યું હશે તો કેટલાકે તે બાબતે ધ્યાનમાં જ નહી લીધું હોય. તો ચાલો જાણીએ આ રીંગ્સની ખાસીયતો વિષે.

હેડફોન કે ઇયરફોનના જેક ત્રણ પ્રકારના હોય છે, 1 રીંગવાળા 2 રીંગવાળા અને 3 રીંગ વાળા.

1 રીંગવાળો હેડફોનનો જેક – આ જેક મોનો જેક હોય છે એટલે કે તેમાં તમે તમારા સ્પિકર અથવા કહો કે ઇયરફોનના એક જ બાજુના સ્પિકરમાં સાંભળી શકો છો. બીજું સ્પીકર તમે કાનમાં લગાવશો તો તમને કશું જ સંભળાશે નહીં. આ સીસ્ટમને મોનો સિસ્ટમ કહેવામાં આવે છે.

2 રીંગવાળો હેડફોન જેક – બે રીંગવાળો હેડફોન કે ઇયરફોન જેક સ્ટિરિયો ટાઇપ હોય છે. એટલે કે અહીં તમને બન્ને હેડફોન કે પછી ઇયરફોનની બન્ને બાજુ એટલે કે ડાબી જમણી બન્ને બાજુ સંભળાશે. આ સીસ્ટમને સ્ટીરીયો કહેવામાં આવે છે અહીં તમને અવાજને બેલેન્સ કરીને સંભળાવવામાં આવે છે. અને તમને બન્ને ઇયરફોન કે હેડફોનમાં સમાનરીતે મ્યુઝિક સાંભળી શકો છો.

3 રીંગવાળો હેડફોન જેક – ત્રણ રીંગવાળો હેડફોન જેક સ્ટિરિયો તો હોય જ છે પણ તેમાં જે ત્રીજી રીંગ આપવામાં આવી હોય છે તે માઇક્રોફોનની આપવામાં આવી હોય છે. એટલે કે જો આ ત્રીજી પીન પણ તમારા હેડફોનના જેકમાં હશે તો સમજવું કે તેમાં માઇક્રોફન હોય છે અને તમે તેમાં તમારું રેકોર્ડીંગ પણ કરી શકો છો.

જે પણ ઇયર ફોન કે હેડફોનના જેકમાં ત્રણ રીંગ આપવામાં આવી હશે તેમાં તેના વાયરમાં ક્યાંકને ક્યાંક માઇક્રોફોન ડીવાઇઝ પણ કનેક્ટ કરવામાં આવેલું હશે.

આ ઉપરાંત ઘણાબધા માઇક્રોફોન જેકમાં પણ આ પ્રકારની રીંગ આપવામાં આવી હોય છે. તેમાં પણ એકથી બે રીંગ હોય છે. જો તેમાં એક રીંગ હોય તો સમજવું કે તે મોનો રેકોર્ડીંગ કરે છે. એટલે કે જ્યારે તમે આ માઇક દ્વારા રેકોર્ડ કરવામાં આવેલું રેકોર્ડીંગ સાંભળશો તો તે તમને એક જ સાઇડમાં સંભળાશે બન્ને સાઇડમાં નહીં સંભળાય.

પણ હવે બે રીંગવાળા માઇક્રોફોન પણ માર્કેટમાં છે અને રેકોર્ડીંગ માટે તેનો જ ઉપોયગ થાય છે અને આવા રેકોર્ડીંગથી તમે બન્ને બાજુ એટલે કે સ્ટીરીયો રેકોર્ડીંગ એન્જોય કરી શકો છો.

તો એક હેડફોન કે ઇયરફોનના જેકમાં એક સાથે ત્રણ-ત્રણ રીંગ આવેલી હોય તો તેમાં કઈ સ્ટીરીયો કઈ મોનો કે કઈ માઇક્રો ફોનની રીંગ છે તે કઈ રીતે ખબર પડે.

તો ઇયરફોનના જેકની જે સૌથી પહેલી રીંગ છે એટલે કે છેડા બાજુની રીંગ છે તે લેફ્ટ ઇયરફોન માટે હોય છે એટલે કે તે રીંગના કારણે આપણે લેફ્ટ ઇયર ફોનના સ્પિકરમાં સાંબળી શકીએ છીએ, હવે જે વચ્ચેની રીંગ હોય તે રાઇટ ઇયરફોનના સ્પિકરની હોય છે.

એટલે કે તે રીંગના કારણે આપણે ઇયરફોનની જમણી બાજુના ઇયરફોનમાં સાંભળી શકીએ છીએ. જ્યારે સૌથી છેડાની રીંગ એટલે કે વાયર બાજુની રીંગ એ માઇક્રોફોન માટે હોય છે જેની મદદથી આપણે રેકોર્ડીંગ કરી શકીએ છીએ અથવા તો કોઈની સાથે ઇયરફોન કાનમાં ભરાવીને વાત કરીએ ત્યારે તે માઇક્રોફોન પીનના કારણે તેમજ તે વાયર સાથે જોડાયેલા માઇક્રોફોન ડીવાઇઝના કારણે વાત કરી શકીએ છીએ.

તો આ ખૂબ જ જીણી પણ તમને કૂતુહુલ થાય તેવી જાણકારી અમે તમારા સુધી પહોંચાડી છે. આજે અમે તમારા રોજિંદા વપરાશમાં આવતી આ ખુબ જ સામાન્ય વસ્તુ એટલે કે ઇયરફોન સાથે જોડાયેલી અત્યંત સામાન્ય પણ કુતુહલ ઉપજાવે તેવી જાણકારી પુરી પાડી છે. તો આજે જ ચેક કરી લો કે તમારો ઇયરફોન જેક મોનો છે, સ્ટીરીયો છે માઇક્રોફોન ધરાવે છે કે નહીં.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ