બેકિંગ સોડાની મદદથી બનાવો તમારી સ્કીનને હેલ્થી..

બેકિંગ સોડા એટલે કે સોડિયમ બાયકાર્બોનેટ એટલે કે ખાવાનો સોડા તમારી ત્વયાને ઘણી રીતે લાભ પહોંચાડી શકે છે. જો તમે તમારા નાહવાના પાણીમાં થોડોક સરખો બેકિંગ સોડા એડ કરશો તો તે તમને ત્વચા પર થઈ આવતી પોપડીમાં રાહત આપશે અને ત્વચા પર જો ખજવાળ આવતી હોય તો તે સમસ્યાને પણ દૂર કરે છે. ગંઠાયેલી ચામડીને સ્મૂધ કરે છે, અને વિવિધ જાતના રેશિસ પણ દૂર કરે છે. અને તેનો લીંબુ સાથે ઉપયોગ કરવામાં આવે તો તે જાંખી તેમજ ઘેરી ત્વચાને ઉજળી બનાવવામાં પણ મદદ કરે છે. બેકિંગ સોડાથી ફ્રિઝમાં આવતી દૂર્ગંધ પણ દૂર કરી શકાય છે અને પેટની ગડબડ પણ દૂર થઈ શકે છે. બેકિંગ સોડા એક એવી વસ્તુ છે જે કોઈપણના રસોડામાં સરળતાથી ઉપલબ્ધ હોય છે. બીજા ઘણાબધા ફાયદાઓની સાથે સાથે તે તમારી ત્વચા માટે પણ ખુબ જ લાભપ્રદ છે.

બેકિંગ સોડાથી ત્વચાને થતાં ફાયદાઓઃ

1. ભીંગડાવાળી તેમજ પોપડીવાળી ત્વચા માટે લાભપ્રદ

જો તમારી સ્કીન ડ્રાય, પોપડીવાળી હોય તો તમારા નાહવાના પાણીમાં એક કપ બેકિંગસોડા ભેળવી નાહવાથી ફાયદો પહોંચે છે. અરે કેટલાક નિષ્ણાતો તેને એક સારી ટ્રીટમેન્ટ પણ ગણે છે. બેકિંગ સોડા પાણીનું પીએચ લેવલ વધારવાનું કામ કરે છે. તેનાથી જે લોકોની ત્વચા ભીંગડાવાળી કે પોપડીવાળા હોય છે તેઓ આવા પાણીથી અઠવાડિયામાં બેથી ત્રણવાર નહાય તો તેમને રાહત મળે છે અને તે તમારી ત્વચાને સુંવાળી બનાવે છે અને સાથે સાથે ત્વચાને ઠંડક પણ પહોંચાડે છે.

2. ત્વચા પર થતી ખજવાળની તીવ્રતામાં ઘટાડો કરે છે

અછબડા, જીવાંતના ડંખ, અને ઇવિની વેલના ઝેર – આ બધામાં સામાન્ય શું છે ? તે બધું જ અસહ્ય ખજવાળ તરફ દોરી જાય છે. પણ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. માત્ર થોડા જ બેકિંગ સોડાથી તમને રાહત મળી જશે.

3. અતિસંવેદનશીલ ત્વચાને સ્વચ્છ કરે છે

બેકિંગ સોડામાં એન્ટિબેક્ટેરિયલ પ્રોપર્ટીઝ હોય છે જે એક ઉત્તમ ક્લિન્ઝરની ગરજ સારે છે.

ખરેખર તો કેટલાક મેડિકલ નિષ્ણાતો તો એવી સલાહ આપે છે કે જો તમને બેલ્ફરાઇટિસની સમસ્યા હોય તો તમારે તમારા આંખના પોપચા પર પણ બેકિંગ સોડા લગાવવો જોઈએ જેથી કરીને તમારા પોપચા સ્વચ્છ થઈ જાય, આંખની આવી સમસ્યા ધરાવતા લોકોએ નિયમિત રીતે પોતાની આંખના પોપચા જંતુરહિત કરવા જોઈએ. આ સોલ્યુશન બનાવવા માટે એક ટેબલ સ્પૂન બેકિંગ સોડાને 100 એમએલ સ્ટરિલાઇઝ્ડ વોટરમાં મિક્સ કરી લઈ સોલ્યુશન બનાવવું.

પણ તમે માત્ર આ જ સમસ્યા માટે બેકિંગ સોડાનો ઉપયોગ કરી શકો તેવું નથી. મચ્છરના ડંખથી લઈને ડાયપર રેશિસ આ બધી જ સમસ્યામાં બેકિંગ સોડા ત્વચાને સ્વચ્છ કરે છે અને રાહત આપે છે.

4. એક્સફોલિયેટ (પોપડીવાળી ત્વચા દૂર થવી)

એક્ફોલિયેટ – એટલે બહારની મૃત ત્વચાની કોષિકાઓને દૂર કરવી – આ પ્રક્રિયા તમારી ત્વચાના દેખાવમાં ગજબનો તફાવત લાવે છે. પણ તેના માટે તમારે કોઈ જ મોંઘા સૌંદર્ય પ્રસાધનો વાપરવાની જરૂર નથી. બેકિંગ સોડા અને હુંફાળા પાણીથી બનેલી એક ખુબ જ સરળ પેસ્ટ તમારી મૃત સ્કિન કોષિકાઓની સમસ્યાને સરળતાથી દૂર કરી દેશે.

5. ત્વચાને ઉજળી બનાવે છે.

શું તમારી ત્વચા કાળી અને ઝાંખી છે ? માત્ર બેકિંગ સોડા અને લીંબુના જ્યુસથી તમારી ત્વચા ઉજળી અને તેજસ્વી બની શકે છે. બેકિંગ સોડા ખુબ જ કોમળતાથી તમારી ત્વચાના સૌથી ઉપરના પડને દૂર કરે છે જ્યારે લેમન જ્યૂસમાં સમાયેલા વિટામિન સી તમારી ત્વચાને ઘેરી બનાવતા રંગદ્રવ્યના ફોર્મેશનને દૂર કરે છે. માટે આ કોમ્બિનેશ તમારી ત્વચાને ઉજળી કરવા માટે ઉત્તમ માનવામાં આવે છે. તે માટે તમારે થોડોક બેકિંગ સોડા લેવાનો છે તેમાં ઓલિવ ઓઇલના થોડાં ટીપાં અને લેમન જ્યૂસના થોડા ટીપાં નાખી તેને ત્વચા પર એપ્લાય કરવાનું છે. ત્યાર બાદ તેને દસ મિનિટ બાદ સાફ કરી દેવું. આમ કરવાથી તમારી ત્વચામાં તરત જ ફેર દેખાશે.

6. રૂક્ષ ત્વચાને સ્મૂધ બનાવે છે

શું તમારા પગની ત્વચા રૂક્ષ છે ? તો તમને તેમાં બેકિંગ સોડા મદદ કરશે. તમારા પગને 4 ટેબલસ્પૂન બેકિંગ સોડા વાળા પાણીમાં પલાળી રાખો. થોડી વાર બાદ તમે પ્યુમિક સ્ટોનને હળવેથી તમારી એડીઓ પર રગડો તેનાથી તે રફ ત્વચા ખરી જશે અને પગ સુંવાળા બની જશે.

7. પ્રસ્વેદયુક્ત ત્વચામાં લાભપ્રદ

જો તમે કેમિકલ વાળા તીવ્ર ડીઓડરન્ટ કે સેન્ટને તમારા શરીર પર છાંટવા ન માગતા હોવ તો તમારા માટે બેકિંગ સોડા એક ઉત્તમ વિકલ્પ છે. તે માત્ર દુર્ગંધ પેદા કરતાં બેક્ટેરિયા સામે જ નથી લડતું પણ તે પરસેવાને સોષે પણ છે, અને તમને ક્લિન એન્ડ ડ્રાય હોવાની અનુભૂતિ કરાવે છે. તમે તેને સીધા જ તમારી બગલ પર એપ્લાય કરી શકો છો અથવા તમે તેને તમારા ટેલ્કમ પાવડરમાં મિક્સ કરીને પણ લગાવી શકો છો.

નીચે દર્શાવેલા બેકિંગ સોડા કોમ્બો પેક્સને ટ્રાય કરો

મધ અને બેકિંગ સોડા સ્ક્રબ

બેકિંગ સોડા સ્ક્રબ તરીકે પણ સારું કામ કરે છે પણ તે તમારી ત્વચાને થોડી શુષ્ક કરે છે માટે તેને મધ સાથે વાપરવાથી તે તમારી ત્વચાને મોશ્ચરાઇઝર પણ પુરું પાડે છે. જો કે તમે તેને મધ ન હોય તો સાદા પાણી સાથે પણ સ્ક્રબ તરીકે વાપરી શકો છો પણ તેમ કર્યા બાદ તમારે મોશ્ચરાઇઝર ખાસ વાપરવું જોઈએ.

કોપરેલ તેલ અને બેકિંગ સોડા સ્ક્રબ

કોપુરેલ તેલ પણ બેકિંગ સોડા સાથે સારું કામ કરે છે. કોપરેલ તેલમાં મોશ્યુરાઇઝિંગ અને હિલિંગ પ્રોપર્ટી હોય છે. 2-3 ટેબલસ્પૂન બેકિંગ સોડાને એક કપ વર્જીન કોપરેલ તેલમાં મિક્સકરી ફેશિયલ સ્ક્રબ તૈયાર કરો. તેને તમારી ત્વચા પર વર્તુળાકારમાં હળવેથી મસાજ કરો અને પછી તેને સાફ કરી લો. ત્યાર બાદ તેને હળવા ક્લિન્ઝરથી ધોઈ લો. તમારી ત્વચા સૂંવાળી અને તેજસ્વી બની જશે.

બેકિંગ સોડા અને દીવેલનો માસ્ક

જો તમારી ત્વચા પર રેશિસ થયા હોય તો તે માટે તમને આ માસ્ક મદદરૂપ રહેશે. 1 ટેબલસ્પૂન બેકિંગ સોડામાં 3 ટેબલસ્પૂન દિવેલ એડ કરી માસ્ક બનાવો. હવે તેને તમારી સ્કિન પર લગાવો તેને 20 મિનિટ સુધી લગાવી રાખો ત્યાર બાદ તેને કાઢી મોઢું ધોઈ લેવું.

સૌપ્રથમ એક સ્કિન ટેસ્ટ કરાવી લો

સામાન્ય રીતે તો બેકિંગ સોડા સ્કીન માટે સુરક્ષિત જ છે. તેમ છતાં કેટલાક લોકોને તેનાથી ઇરિટેશન થાય છે, માટે એ સારું રહેશે કે તમે ચામડીના ડોક્ટર પાસે તમારી ત્વચાનો ટેસ્ટ કરાવી લો.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ