ઘરની રોજિંદી વસ્તુઓની એક્સપાયરી ડેટ વિષે જાણો અને ચેતી જાજો…

જો તમે એવું વિચારતા હોવ કે કેટલીક વસ્તુ ક્યારેય મરતી નથી એટલે કે એક્સપાયર નથી થતી તો તે બરાબર છે. એમ પણ તમે ઘરમાં જે રોજિંદી વસ્તુઓનો ઉપયોગ કરતા હોવ છો તેની કોઈ એક્સપાઇરી ડેટ દેખીતી રીતો તો નથી હોતી. કેહવાનો અર્થ એ છે કે કંઈ તમારા કાંસકા પાછળ એવું લખાઈ ને નહીં આવે કે “બેસ્ટ બિફોર 2020”, અથવા તો તમારા બાળકના સિપર પર એવું લખાઈને નહીં આવે કે ‘યુઝ બાય ડીસેમ્બર 2018’. તેનો અર્થ એવો નથી કે તે બધું આજીવન જ સારું રહેવાનું. તમે તેને તે જ્યાં સુધી ફાટશે નહીં અથવા ટુટી નહીં જાય ત્યાં સુધી વાપરવાના, ખરું ? પણ હકીકત એવી છે કે દરેક વસ્તુની એક ઉંમર હોય છે. અરે તેવી વસ્તુનો પણ તેમાં સમાવેશ થાય છે જેનો તમે ક્યારેય વિચાર પણ નહીં કર્યો હોય ! અહીં અમે તમને 19 એવી વસ્તુઓ વિષે જણાવવા જઈ રહ્યા છે જે વિષે તમે નહીં જાણતા હોવ.

1. ઓશિકાઃ 2થી 3 વર્ષ

તમારા બાળપણના ઓશિકા કંઈ તમારી કિશોરાવસ્થા તો જોવાના નથી, તો સારુ એ રહેશે કે તમે તેને તેના યોગ્ય સમયે જ વિદાય આપી દો. તેમ કરવાથી તમારી ડોકના દુખાવાને પણ રાહત થશે અને તેના કારણે થતી એલર્જીઓ પણ ઉભી નહીં થાય.

2. સ્લિપર્સઃ છ મહિના

જો તમે યોગ્ય સમયે તમારા બાથરૂમના સ્લિપરને બદલતા ન હોવ તો તેના કારણે તમને પગમાં ફુગના ઇન્ફેક્શનની સમસ્યા ચાલુ જ રહેશે. આ સ્લિપરમાં બધા જ પ્રકારના જીવાણુઓ ઘર કરી જાય છે, માટે તમારે તેને સમયે-સમયે સાફ પણ કરતા રહેવા જોઈએ અને તેને છ મહિનામાં બદલી પણ નાખવા જોઈએ.

3. સ્પોન્જ અને નાહવાના બ્રશઃ 2 અઠવાડિયા અને 6 મહિના

સ્પોન્જ અને નાહવાના બ્રશ જેને આપણે લૂફા કહીએ છે તે તમારા શરીરની બધી જ ગંદકી દૂર કરે છે, માટે તે પોતે પણ ગંદા તો થવાના જ અને ધીમે ધીમે તેમાં જીવાણુઓ પણ ફેલાવાના અને તેના કારણે તેનાથી ઇન્ફેક્શન થવાની શક્યતાઓ પણ વધી જવાની. માટે તમારે તેને વધારે લાંબો સમય વાપરવા જોઈએ નહીં અને અવારનવાર તેને ગરપાણીમાં સાફ કરવા જોઈએ જેનાથી તે તમારા સ્વાસ્થ્યને નુકસાન ન પહોંચાડે.

4. નાહવાના રૂમાલઃ 1 વર્ષ

આમ પણ એક વર્ષથી ઉપર જો તમે તમારા નાહવાના ટુવાલને વાપરતા હશો તો તેના તો સાવ લીરા જ નીકળી ગયા હશે. તેમ છતાં જો તમે તેને વધારે લાંબો સમય ચલાવવા માગતા હોવ તો તેને નિયમિત રીતે સાફ કરો. અને બને ત્યાં સુધી રૂમાલનો ઉપયોગ એક વર્ષથી વધારે કરવો નહીં.

5. ટૂથબ્રશઃ 3 મહિના

એ તો આપણે બધા જ જાણીએ છીએ. તેમ છતાં, આપણે ક્યારેય આ નિયમને અપનાવ્યો નથી. આપણે ક્યારેય આપણા ટૂથબ્રશને ત્યાં સુધી નથી ફેંકતા જ્યાં સુધી તેના બ્રિસ્ટલ પીંખાઈ ન જાય. સામાન્ય રીતે તમારે દર 3 મહિને તમારું ટૂથબ્રશ બદલવું જોઈએ. અને જો તમને શરદી થઈ હોય તો તો તમારે તમારું ટૂથ બ્રશ બદલી જ નાખવું જોઈ તે માટે ત્રણ મહિના પુરા થવાની પણ રાહ ન જોવી જોઈએ.

6. હાઇડ્રોજન પેરોક્સાઇડઃ 2 મહિના

ખુલ્લી બોટલમાં રહેલું હાઇડ્રોજન પેરોક્સાઇડ માત્ર બે જ મહિનામાં પાણીમાં ફેરવાઈ જાય છે, માટે તમારે તેનો ઉપયોગ તે પહેલાં જ કરી લેવો જોઈ. જો કે સીલ્ડ બોટલને તમે એક વર્ષ સુધી રાખી શકો છો.

7. હેરબ્રશ (કાંસકો) – 1 વર્ષ

તમારે ઓછામાં ઓછું અઠવાડિયામાં એકવાર તો કાસકો કે પછી તમારા અન્ય હેરબ્રશ ધોવા જ જોઈએ. એમ પણ તમે નહીં ઇચ્છો કે તમારા સુંદર શેમ્પુ તેમજ કન્ડિશન્ડ કરેલા વાળમાં તમે તે ગંદો કાંસકો વાપરો. અને ટૂટી ગયેલા બ્રિસ્ટલ વાળા કાંસકા તો તમારે ફેંકી જ દેવા જોઈએ.

8. પર્ફ્યુમઃ 1થી 3 વર્ષ

તમને એ જાણીને આશ્ચર્ય થશે ડીઓ અને પરફ્યુમની કોઈ જ એક્સપાઇરી ડેટ નથી લખેલી હોતી. તેમ છતાં, તમને ખબર હોવી જોઈએ કે સીલ્ડ ડીઓ તેમજ પર્ફ્યુમ બોટલો તમે ત્રણ વર્ષ સુધી રાખી શકો છો અને જો તે ખુલ્લી હોય તો તેને તમે 2 વર્ષ સુધી જ રાખી શકો છો.

9. પેસિફાયર (ચૂસણી)- 2થી 5 અઠવાડિયા

મોટા ભાગની ચૂસણીઓ લેટેક્સમાંથી બનેલી હોય છે તમારે તેને 2થી 5 અઠવાડિયાની વચ્ચે બદલી નાખવી જોઈએ. કારણ કે તેમાં રહેલા જીવાણુઓ બાળકના મોઢા દ્વારા તેના શરીરમાં જઈ તેને બિમાર પાડી શકે છે, જે આપણે જરા પણ ન ઇચ્છીએ.

10. ચાઇલ્ડ કાર સીટઃ 6થી 10 વર્ષ

ચાઇલ્ડકારનો સીટ બેલ્ટ ભલે સારી રીતે કામ કરતો હોય, તેમ છતાં તમારે તેને યોગ્ય સમયે ફેંકી દેવી જોઈએ, જેથી કરીને તમારું બાળક સુરક્ષિત રહે.

11. તમારા આંતરવસ્ત્રોઃ 1થી 2 વર્ષ

તમારા આંતરવસ્ત્રોની પણ એક્સપાયરી હોય છે પછી ભલે તે તમારું કેટલું પણ પ્રિય કેમ ન હોય તમારે તેને જવા જ દેવા પડે છે. તે જ તમારી શારીરિક સ્વચ્છતા માટે યોગ્ય છે.

12. દોડવા માટેના શૂઝઃ 1 વર્ષ

હા, તમારા શૂઝ ભલે તમને બરાબર લાગતા હોય અને ભલે તે બે ત્રણ વર્ષ ચાલી જતા હોય. પણ તેને લાગેલો ઘસારો તમારા સાંધા માટે નુકસાન કારક સાબિત થઈ શકે છે, માટે તેને નાખી દો અને નવા લાવી દો. એમ પણ દવાઓનું બીલ વધે તે કરતાં તો આ જ સારું રહેશે.

13. મસાલાઓઃ 1થી 3 વર્ષ

મસાલાઓના પ્રકાર પર તેની આવરદાનો આધાર છે, તમારે તેને તેને લાંબો સમય ન રાખીને નાખી દેવા જોઈએ. જેથી કરીને તમારા સ્વાસ્થ્યને કોઈ નુકસાન ન થાય. દુર્ભાગ્યપૂર્ણ રીતે, દળેલા મસાલાનો ઉપયોગ છ મહિનામાં જ કરી લેવો જોઈએ.

14. લોટઃ 6થી 12 મહિના

જો તમે ઉત્તમ કક્ષાનો લોટ વાપરતા હોવ તો પણ તમે તેને 6 મહિનાથી વધારે ન રાખી શકો. માટે તમારા ઉપયોગ પુરતો જ લોટ લાવવો અને વાપરવો જોઈએ.

15. અગ્નિ શામકઃ 15 વર્ષ

તમારી પાસેના અગ્નિ શામકની આવરદા સામાન્ય રીતે 15 વર્ષ હોય છે, પણ જો તે ડેમેજ થઈ ગયું હોય તો તમારે તેનો નિકાલ કરી દેવો જોઈ. માટે તે ડેમેજ તો નથી થયું જેમ કે તેને ક્યાંય ઘોબો પડ્યો હોય, કોઈ લિકેજ હોય વિગેરે જોતાં રહેવું જોઈએ.

16. પાવરની સ્વિચોઃ 1થી 2 વર્ષ

અહિં તમને એલર્ટ કરવાનો અમારો કોઈ જ ઇરાદો નથી, પણ જો તમે વર્ષો સુધી તે જ સ્વિચો કે સ્ટ્રીપ્સ વાપરશો તો તેમાં શોર્ટસર્કિટ થવાની સંભાવના વધારે રહેલી હોય છે અને તેનાથી આગ પણ લાગી શકે છે.

17. જંતુનાશકોઃ 3 મહિના કોઈ પણ જંતુનાશકો સામાન્ય રીતે ત્રણ મહિનાની અંદર જ તેની જંતુ નાશ કરવાની શક્તિ ખોઈ બેસે છે, માટે તેને વાપરવાનો કોઈ જ અર્થ રહેતો નથી.

18. મચ્છર મારવાની દવાઃ 2 વર્ષ

ઉપરના જંતુનાશકને જે નિયમ લાગુ પડે છે તે જ અહીં લાગુ પડે છે. અને જો તમને એવું લાગતું હોય કે તમારા ઘરના મચ્છરો મચ્છરમારવાની દવાથી ઇમ્યુન થઈ ગયા છે તો જરા તમારી મચ્છર મારવાની જૂની દવા બદલી નવી લઈ આવો, તરત અસર જોવા મળશે.

19. પાણીના જગના ફિલ્ટરઃ તેમાં તો પેકેજિંગની ડેટ લખેલી જ હોય છે.

જો કે જુદી જુદી બ્રાન્ડ જુદી જુદી તારીખો દર્શાવે છે, પણ તે વચ્ચેનો તફાવત કંઈ ખાસ નથી હોતો. જો તેમ છતાં તમે તેના પર ધ્યાન નહીં આપીને તે જ ફિલ્ટર વાળુ પાણી પીતા હોવ તો તમે અશુદ્ધ પાણી પીઓ છો.

જો ઉપરનામાંની મોટા ભાગની વસ્તુઓ જે તમારા ઘરમાં છે તેની એક્સપાઈરેશન ડેટ આવી ગઈ હોય તો સમય થઈ ગયો છે કે તમે આ બધી જ વસ્તુઓને ભારે હૃદયે વિદાય આપો અને તમારા ઘરને એક સુરક્ષિત અને સ્વસ્થ જગ્યામાં પરિવર્તિત કરો.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ અવનવી ટીપ્સ અને ઉપયોગી માહિતી માટે લાઇક કરો અમારું પેજ.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ