આજે અજમાવી જુઓ આ ફેસમાસ્ક, થોડો સમય લાગશે પણ રેગ્યુલર ઉપયોગથી મળશે ફાયદો…

વણમાગ્યા કાઢા ધબ્બા, ખીલ, ડાઘા કે પછી હાયપરપિગમેન્ટેશન આ બધું જ કોઈપણ યુવતિ કે કીશોરી અરે સ્ત્રી માટે પણ એક દુઃસ્વપ્ન સમાન છે. અને જો તમે તમારા સુંદર ચહેરા પર આ કાળા ડાઘાથી ક્ષોભ અનુભવતા હોવ તો તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. શા માટે ? કારણ કે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે તે માટેના ઉત્તમ ઉપાયો વિષે જે તમારા ચહેરાના દરેક પ્રકારના કાળાડાઘા ને દૂર કરશે.

પણ આપણે આ જાદૂઈ ઉપાય વિષે જાણીએ તે પહેલાં એ જાણીએ કે શા માટે આ કાળા ધબ્બા/ડાઘા ચામડી પર થાય છે. કાળા ધબ્બા કે પછી હાયપરપિગ્મેન્ટેશન સામાન્ય રીતે શરીરમાના વધુ પડતા મેલોનિનના કારણે થાય છે. કેટલાક બિજા પરીબળો છે જે હાયપરપિગ્મેન્ટેશનમાં ફાળો આપે છે તે છે તડકામાં ચામડીને વધારે સમય માટે ખુલી રાખવી, શરીરમાં વિટામિનની ઉણપ, અપૂરતી ઉંઘ, હોર્મોનલ અસંતુલન, પ્રેગ્નેન્સી અથવા કોઈ દવાની આડ અસર.

જો તમારી ચામડી પરના આ ધબ્બા તમારા આત્મસમ્માનને થોડાઘણા અંશે નુકસાન પહોંચાડતા હોય તો તમે અમે જણાવેલો આ કુદરતી સૌંદર્ય ઉપાય અજમાવો. વિશ્વાસ રાખો તમારી દરેક સમસ્યા હવામાં ઓગળી જશે અને તમે એક સુંદર ત્વચાના માલિક બની જશો. ચાલો આ ફેસ માસ્કની રેસિપી જાણીએ.

સામગ્રી

– 2 ટેબલસ્પૂન રોલ્ડ ઓટ્સ (એટલે કે દબાયેલા/સપાટ કરેલા ઓટ્સ)

– 1 ટેબલસ્પૂન ઓર્ગેનિક મધ

– 2 ટેબલસ્પૂન કાચુ દૂધ

માસ્ક બનાવવાની તેમજ તેને લગાવવાની વિધી

1. બધી જ સામગ્રીને એક સ્વચ્છ વાટકામાં લઈ સારી રીતે મિક્સ કરી લેવી.

2. તમારો ચહેરો સાદા પાણીથી ધોઈ સાફ કરી લેવો ત્યાર બાદ આ માસ્ક તમારે સમાન રીતે ચહેરા તેમજ ડોક પર લગાવવો.

3. તેને અરધા કલાક માટે તેમજ રાખી સુકાવા દેવું.

4. હુંફાળા ગરમ પાણી વડે માસ્ક સાફ કરી લેવો અને ત્યાર બાદ મોઇશ્ચરાઇઝર ચહેરા પર લગાવી લેવું. આ ફેસ માસ્ક થોડું ગંદુ/અવ્યવસ્થિત હોય છે. માટે તેને ધોતા પહેલાં તમે તેને સ્વચ્છ ભીના કપડા વડે સાફ કરી શકો છો.

આ માસ્કને લગાવવા માટેનો ઉત્તમ સમય છે રાત્રે સુતા પહેલાંનો. આ સમયે માસ્ક લગાવવાથી તમારી સ્કીનને લાંબા સમયનો આરામ મળશે અને તે વધારે યુવાન લાગશે. આ માસ્કને તમે સારા પરિણામ મેળવવા માટે અઠવાડિયામાં 2થી ત્રણ વાર લગાવી શકો છો.

આ ફેસમાસ્ક કેવી રીતે કામ કરે છે

આ માસ્કમાં જે મિશ્રણ છે તે એક આદર્શ કોમ્બિનેશન છે. જેનાથી તમને ગ્લોઇંગ અને ફેયર સ્કિન મળે છે. તે ઉત્તમ રીતે કામ કરે છે કારણ કે આ માસ્કથી ચહેરા તેમજ ડોક પરની નિર્જીવ ત્વચા તેમજ મૃત કોષો નાશ પામે છે. તેની સાથે સાથે, ઓટ્સ એક ઉત્તમ સામગ્રી છે જે તમારી ત્વચાને સુંદર બનાવે છે અને માત્ર થોડા જ પ્રયોગો બાદ તમે તમારી ચામડીમાં એક અસામાન્ય પરિવર્તન જોઈ શકો છો.

બીજી બાજુ મધમાં કુદરતી એન્ટિબાયોટિક્સ હોય છે જે તમારી ત્વચાને વિવિધ જાતના બેક્ટેરિયાથી બચાવે છે અને તમારા નુકસાનગ્રસ્ત કોષોને સ્વસ્થ બનાવે છે.

મધ સ્વભાવે જીવાણુનાશક હોવાથી ત્વચા રુક્ષ નથી બનતી અને માટે કોઈપણ જાતના ડાઘ પણ નથી પડતા. જ્યારે દૂધ સાથે તેનો પ્રયોગ કરવામાં આવે ત્યારે તે ત્વચાની બળતરાને ઘટાડે છે અને તેને કોમળ બનાવે છે.

નોંધઃ અનેક પ્રક્રિયાઓમાંથી પસાર કરેલા મધમાંથી ઘણા બધા પોષકતત્ત્વો દૂર થઈ ગયા હોય છે. માટે સલાહ આપવામાં આવે છે કે હંમેશા કાચુ અને ઓર્ગેનિક મધ જ વાપરવું.

આ ફેસ પેકનો ઉપયોગ નિયમિત કરવાથી તમારી ત્વચા તાજી અને ચમકિલી બનશે.

તમારી ત્વચાને પિગ્મેન્ટેશન અને કાળા ધબ્બાથી બચાવવા માટેની કેટલીક ટીપ્સઃ

1. તમારી ત્વચાને વધારે લાંબો સમય તડકામાં ખુલ્લી ન રાખો કારણ કે સૂર્યના કિરણોમાં રહેલા અલ્ટ્રા વાયોલેટ કીરણો કાળા ધબ્બા પાછળનું મુખ્ય કારણ છે. તેમ છતાં પણ જો તમારે તડકામાં બહાર જવું પડે તો તમે ઓછામાં ઓછું 30 એસપીએફ વાળુ સનસ્ક્રીન લોશન લગાવીને જ બહાર નીકળો. તેનાથી તમારી ત્વચા પિગ્મેન્ટેશનથી બચી શકશે.

2. ઉનાળો હવે વધારે દૂર ન હોવાથી બહાર જતી વખતે સનગ્લાસ તેમજ હેટ પહેરવાની ટેવ પાડો. તેનાથી પણ તમારી ત્વચાને સૂર્યથી રક્ષણ મળી રહેશે.

3. તાજા ફળો તેમજ શાકભાજીનું ભરપુર સેવન કરો.

4. શરીરમાં પ્રવાહીનું પ્રમાણ જાળવી રાખો તે જ તમારી ત્વચાને યુવાન અને ચમકીલી રાખશે. દિવસ દરમિયાન ઓછામાં ઓછું 8 ગ્લાસ પાણી પીવો.

5. રોજ નિયમિત એક્સરસાઇઝ કરવાથી શરીરમાં લોહીનું ભ્રમણ વધશે જે તમારી રોગપ્રતિકારક શક્તિને પણ વધારશે. અને તમારી ત્વચાને પણ ચમકતી રાખવામાં મદદ કરશે.

6. કુદરતી સૌંદર્ય પ્રસાધનોનો ઉપયોગ કરો નહીં કે કેમિકલયુક્ત કોસ્મેટિક્સનો.

ઉપર જણાવેલી ટીપ્સને અનુસરવાથી તમારી ત્વચા પરના કાળા ડાઘા દૂર થશે. પણ જો તમારી ત્વચા પરના કાળા ડાઘા વધારે ગંભીર હોય અને ઉપર જણાવેલા ઉપાયથી તમને સુધારો જોવા ન મળતો હોય તો તમારે કોઈ સ્કિન સ્પેશ્યાલિસ્ટની સલાહ લેવી જોઈએ.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ અવનવી ટીપ્સ માટે લાઇક કરો અમારું પેજ.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ