કોવીડ-19 સામેની લડત માટેના સહાયના પ્રયાસોમાં ભારતના અઝિમ પ્રેમેજી બન્યા વિશ્વના ત્રીજા સૌથી મોટા દાતા

કોવીડ-19 સામેની લડત માટેના સહાયના પ્રયાસોમાં ભારતના અઝિમ પ્રેમેજી બન્યા વિશ્વના ત્રીજા સૌથી મોટા દાતા

image source

કોરોના વાયરસની મહામારીના કારણે જે મોટી કટોકટી સર્જાઈ છે તે વિશ્વએ ઘણા દાયકાઓ બાદ જોઈ છે. આ મહામારીએ હજારો લોકોના જીવ લીધા છે જ્યારે, લોકોને તેમના ઘરે રહેવા મજબૂર બનાવ્યા છે અને અર્થ તંત્રને એટલું મોટું નુકસાન પહોંચાડ્યું છે કે તેને ફરી પાછું બેઠું થતાં વર્ષો લાગી જશે.

ટુંકમાં કહેવાનો અર્થ એવો છે કે સમય ખરાબ ચાલી રહ્યો છે અને સમાજના આર્થિક રીતે સદ્ધર લોકોની સમાજના નબળા વર્ગના લોકોને મદદ કરવા માટે અપીલ કરવામાં આવી રહી છે અને તેમના તરફથી પુષ્કળ મદદ પણ મળી રહી છે.

આ મહામારીના કારણે જે આર્થિક સંકટ ઉભું થયું છે તેની અસરને ઓછી કરવા માટે વિશ્વના અબજોપતિઓએ અઢળક આર્થિક દાન કર્યું છે. અને આપણા જેવા ભારતીય માટે એ ગર્વની વાત છે કે અઝીમ પ્રેમજી કોવીડ-19માં આર્થિક સહાય આપનારા વિશ્વના ત્રીજા સૌથી મોટા દાતા બન્યા છે. તેઓ જ એક માત્ર ભારતીય છે જેમનું નામ વિશ્વના દસ સૌથી મોટા દાતાઓની યાદીમાં સમાવવામાં આવ્યું છે. તેમણે કોરોના સામેની લડતમાં 50 હજાર કરોડ રૂપિયા દાન કર્યા છે.

અને આ સિદ્ધિના કારણે તેમને ટ્વીટર યુઝર્સ દ્વારા ખૂબ બધી શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. આ યાદી સૌથી મોટા પ્રાઇવેટ કોરોના વાયરસ ડોનેશનની છે. જેમાં ટ્વીટરના જેક ડાર્સી પ્રથમ સ્થાન પર છે જેમણે 7500 કરોડ રૂપિયાનું દાન કર્યું છે. તો બીજા સ્થાન પર માઇક્રોસોફ્ટના બિલ અને મિલિન્ડા ગેટ્સ છે જેમણે 1912 કરોડ રૂપિયાનું દાન કર્યું છે. અને ત્રીજા સ્થાને 990 કરોડ રૂપિયાનું દાન કરીને વિપ્રોના અઝિમ પ્રેમજીએ સ્થાન મેળવ્યું છે.

image source

ચોથા સ્થાને સોરસ ફન્ડ મેનેજમેન્ટના જ્યોર્જ સોરોસ છે જેમણે 975 કરોડ રૂપિયાનું દાન કર્યું છે. તો પાંચમાં સ્થાને ફોર્ટસેક મેટલના એન્ડ્ર્યુ ફોરેસ્ટ છે જેમણે પણ 975 કરોડ રૂપિયાનું દાન કર્યું છે. જ્યારે જેફ સ્કોલ કે જેઓ ઈ-બે સાથે સંબંધ ધરાવે તેમને સ્કોલ ફાઉન્ડેશને 975 કરોડ રૂપિયાનું દાન કર્યું છે અને તેઓ છઠ્ઠા સ્થાન પર છે.

સાતમાં સ્થાને એમેઝોનના જેફ બેજોઝ છે જેમણે 975 કરોડ રૂપિયાનું દાન કર્યું છે. આંઠમાં સ્થાન પર ડેલ કંપનીના માઇકલ ડેલ છે જેમણે પણ 975 કરોડ રૂપિયાનું દાન કર્યું છે. માઇકલ બ્યૂમબર્ગે 558 કરોડ રૂપિયા દાન આપ્યા છે જેઓ નવમાં ક્રમે છે અને દસમાં ક્રમે છે લિન એન્ડ સ્ટેસી શુસ્ટરમેન જેમણે 525 કરોડ રૂપિયાનું દાન કર્યું છે.

Source : Scoopwhoop

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ