પ્રવાસી મજૂરોની વેદનાના ફોટાની બે બાજુઓ, માં દીકરા અને બાપ દીકરીનો સહારો બની લાકડી.

પ્રવાસી મજૂરોની વેદનાના ફોટાની બે બાજુઓ, માં દીકરા અને બાપ દીકરીનો સહારો બની લાકડી.

image source

લોકડાઉનને કારણે દેશના પ્રવાસી મજૂરો પર દુઃખના જે ડુંગરા રોડયા છે એની વેદના કદાચ એ આખી જિંદગી નહિ ભૂલી શકે. દેશના ભાગલા પડ્યા હતા ત્યારે લોકો એ જે યાતના ભોગવી હતી એ લોકો આજે પણ યાદ કરી રહ્યા છે તો પછી આ વેદના પણ ક્યાં એના કરતાં જરાય ઓછી છે.

આમ તો લોકડાઉનના આ સમયમાં આપણે રોજબરોજ કેટલાય ગરીબ પ્રવાસી મજૂરોનું દુઃખ આપણે જોયું પણ છે અને થોડાક અંશે અનુભવ્યું પણ છે. પણ આમાંથી અમુક ફોટા તો એવા છે કે જેને જોયા બાદ આપણે એને આપના માનસપટ પરથી ઇચ્છીને પણ દૂર નથી કરી શકતા.

image source

આવુ જ એક દ્રશ્ય ગુજરાતના સુરત જિલ્લામાં જોવા મળ્યું હતું. જ્યાં પોતાના દિવ્યાંગ દીકરાને ખભા પર લટકાવી “શ્રવણ કુમાર” માતા મધ્યપ્રદેશ પહોંચી છે. એમની સાથે એમના બે બીજા નાના બાળક પણ હતા. અને આ લોકો એ આટલું લાબું અંતર કાપતી વખતે એ પણ ધ્યાનમાં લેવું જરૂરી નથી સમજ્યું કે એમનું પેટ ખાલી છે કે પછી ભરેલું.

image source

એમના માથે તો બસ એક જ ભુત સવાર હતું કે કોઈપણ રીતે બસ પોતાનાં ગામ, પોતાના ઘરે પહોંચી શકાય. એવી જ એક મજબુર માતા પોતાના દિવ્યાંગ દીકરાને લાકડીથી બનેલા ઘોડિયામાં સુરતથી પન્ના સુધી પહોંચી ગઈ હતી. મોટાભાગની એમની મુસાફરી પગપાળા જ પુરી થઈ હતી. રસ્તામાં જો કોઈ બસ વાળને એમની દયા આવી તો થોડી દૂર સુધી એમને લિફ્ટ આપી દીધી. શ્રવણ કુમાર જેવી આ માતા જ્યારે પોતાના વિકલાંગ દીકરાને ખભે બેસાડી પોતાના ઘર તરફ જઇ રહી હતી ત્યારે ઘણા લોકોની આ માતા પર નજર પડી, અને આવી લાચાર માતાને જોઈ દરેકની આંખના ખુણા ભીના થઈ ગયા.

image source

એમને એ વાતની પણ પરવાહ નહોતી કે એમની પાસે ખાવાપીવા માટે કઈ જ નથી. ભગવાનના નામ પર રસ્તામાં એમને જે પણ મળી જતું બસ એ જ એ લોકો ખાઈ લેતા હતા અને પોતાના રસ્તે આગળ વધતા જતા હતા.આ માતાને જે બસવાળા એ મદદના નામ પર પોતાની ગાડીમાં બેસવા દીધા, એ 500 રૂપિયા લઈ એ બધા ને જ પન્ના ના નેશનલ હાઇવે પર છોડીને ભાગી ગયો.

આવી હાલતમાં આ લાચાર પરિવારને જોઈ સ્થાનિક લોકોને દયા આવી ગઈ. પછી સ્થાનિક લોકો એ એમની મદદ કરી અને પ્રશાશનનેઆ આ વિશે જાણ પણ કરી. પન્નાના જિલ્લા પ્રશાસને ત્યાંથી બસની વ્યવસ્થા કરી એ મજબુર પરિવારને સતના માટે રવાના કરી દીધા.

image source

માસૂમ દીકરી 800 કિમિ પગપાળા કઈ રીતે ચાલશે,એ વિચારી પિતાએ લાકડીની ગાડી બનાવી અને ગર્ભવતી પત્ની સાથે ચાલી નીકળ્યા.

ફોટાની આ એક જ બાજુ છે. આ ફોટાની બીજી ઓન એક બાજુ છે. આમાં વાર્તા જાણે એમ છે કે મધ્યપ્રદેશ ના બાલાઘટમાં એક મજબૂર પરિવાર હતો.ગર્ભવતી પત્ની અને બે વર્ષની માસૂમ દીકરીની સાથે આ ગરીબ મજૂર પરિવાર હૈદરાબાદ થી 800 કિમીની મુસાફરી કરી જ્યારે મધ્યપ્રદેશના પોતાના ગામ બાલાઘાટ પહોંચ્યા, તો તેમને જોઈએને પોલીસવાળા ભાવુક થઈ રડી પડ્યા.

image source

લાકડાની હાથ ગાડી પર બેઠેલી 2 વર્ષની માસૂમ દીકરી માટે શરૂઆતમાં તો આ એક રમત જેવું હતું. પણ જ્યારે એના પિતા એને ગાડીમાં બેસાડી સતત એને ખેંચતા રહ્યા ત્યારે એ નિરાશ થઈ ગઈ. એને ખબર પડી ગઈ કે આ કોઈ રમત નથી આ તો મજબુરી છે.

નાની બાળકીની માતા ગર્ભવતી છે. તેમ છતાં આખી મુસાફરી એમને પગપાળા જ કરી. પોતાની બાળકીને પગપાળા ચાલીને મુસાફરી ન કરવી પડે અને એને ઊંચકી ને આટલી લાંબી મુસાફરી પુરી કરવી પણ સરળ નહોતી એટલે એના મજબુર પિતાએ બોલ બેરિંગની મદદથી એક લાકડાની ગાડી બનાવી.અને એના પર પોતાની દીકરીને બેસાડી દીધી. ઘરનો સમાન મુક્યો અને નીકળી પડ્યા

image source

મંગળવારે બપોરે બાલાઘટમાં આ ભાવુક કરી દે એવો નજારો જોવા મળ્યો.રામુ નામનો આ વ્યક્તિ હૈદરાબાદમાં મજૂરી કરતો હતો. કામ ધંધો બંધ થવાના કારણે જયારે ખાવાના પણ ફાંફા પડવા લાગ્યા ત્યારે તે પોતાની ગર્ભવતી પત્ની અને બે વર્ષની દીકરીને લઈને પગપાળા જ ઘરે જવા નીકળી પડ્યો.થોડા કિલોમીટર સુધી રામુ પોતાની દીકરીને ઊંચકીને ચાલી રહ્યો હતી. પછી એને લાગ્યું કે આવી રીતે 800 કિમીની મુસાફરી પુરી કરવી શક્ય નથી. ગર્ભવતી પત્ની પણ ક્યાં સુધી સમાન ઊંચકી શકતી?

image source

આ બધું વિચારી રામુએ વાંસની લાકડીઓ અને બોલ બેરિંગની મદદથી એક ગાડી બનાવી. રામુએ ગાડી પર સામાન મુક્યો અને એના પર પોતાની દીકરીને બેસાડી દીધી.એ પછી આ પતિ પત્ની પોતાના રસ્તે આગળ વધ્યા.લાંજીના એસડીઓપી નિતેશ ભાર્ગવે કહ્યું કે બાલાઘાટ પહોંચ્યા પછી પોલીસે એક ખાનગી ગાડીની વ્યવસ્થા કરી આ દંપતીને એમના ગામ પહોંચાડ્યા હતા.

source : daily hunt

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ