સ્પેશિયલ પેકેજ વિવરણ ભાગ 2: કિસાન ક્રેડિટ યોજનામાં મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન સામેલ થશે, 2 લાખ કરોડની લોન સસ્તા દરે મળશે

સ્પેશિયલ પેકેજ વિવરણ – ભાગ ૨ | ૨૦ લાખના પેકેજમાં ૩.૧૦ કરોડ રૂપિયા ખેડૂતો, પરપ્રાંતીય મજૂર અને રિયલ એસ્ટેટ માટે ફાળવવામાં આવ્યા.

image source

• અન્ય રાજ્યમાંથી આવેલા મજુરોને બે મહિના સુધી 5 કિલો ઘઉં અને અને 1 કિલો ચણા આપવામાં આવશે, જેનો લાભ લગભગ ૮ કરોડ પરપ્રાંતીય શ્રમિકોને સીધો જ મળશે.

• રજીસ્ટ્રેશનમાં ૫૦ ટકાના વધારા સાથે અન્ય રાજ્યના મજુરોને મનરેગા દ્વારા કામ પણ આપવામાં આવશે.

• 3 કરોડ જેટલા ખેડૂતોને સસ્તી લોન તેમજ 25 લાખ જેટલા નવા ખેડૂતોને ક્રેડિટ કાર્ડ પણ આપવામાં આવ્યા: નિર્મલા સીતારમણ

image source

• સરકારની સહાય માટે પ્રાથમીકતામાં પરપ્રાંતીય, ગરીબ અને જરૂરિયાતમંદ લોકો સામેલ : નિર્મલા સીતારમણ

નવી દિલ્હી. દેશના નાણા મંત્રીએ અગાઉ રાહત પેકેજ અંગે જે વિવરણ આપ્યું હતું આજે એમાં વધારો કરાયો છે. વિવરણના આ બીજા ભાગમાં નાણાં મંત્રી નિર્મલા સીતારમણે આજે 20 લાખ કરોડના રાહત પેકેજ બ્રેકઅપના બીજા તબક્કા વિષે દેશવાસીઓને માહિતી આપી છે. નાણા મંત્રીએ સીતારમણે આજે ખેડૂતો, પરપ્રાંતીય મજૂર, રિયલ એસ્ટેટ તેમજ અન્ય છૂટક વ્યવસાયિકો માટે 3.10 લાખ કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું હતું.

image source

સરકારના પ્રયત્નોમમાં વન નેશન વન રેશન કાર્ડની યોજના પણ આજથી શરુ કરવામાં આવી છે, જેના કારણે હવેથી પરપ્રાંતીય મજૂરોને પણ સરળતાથી કોઈ પણ રાજ્યમાં રાશન મળી રહેશે. પહેલા તબક્કામાં સરકાર દ્વારા નાના વ્યવસાય, રિયલ એસ્ટેટ, સંગઠિત ક્ષેત્રના વર્કર તેમજ અન્ય લોકોને ધ્યાનમાં રાખીને એમના માટે ઘણી મોટી જાહેરાત કરી હતી. સરકાર દ્વારા આજે એમાં વધારે ક્ષેત્રના લોકો માટેની જાહેરાત પણ કરવામાં આવી છે. અન્ય રાજ્યના મજુરોને તકલીફ ન પડે એટલે ખાસ એમાં આવરી લેવામાં આવ્યા છે.

૨૦ લાખ કરોડ | રાહત પેકેજ વિવરણ ભાગ -2

ખેડૂત અને છુટક વ્યવસાય

image source

– નાણાં મંત્રી સીતારમણે આજે કહ્યું કે – અંદાજીત 3 કરોડ ખેડૂતોએ સસ્તા વ્યાજના દરે કુલ મળીને ૪ લાખ કરોડ રૂપિયાની લોન લીધી છે. સરકાર દ્વારા માર્ચ અને એપ્રિલમાં કુલ મળીને 63 લાખ કૃષિ લોન (જેની કિમત 86 હાજર 600 કરોડ જેટલી હતી) આપવામાં આવી છે. આ લોનનો સીધો લાભ ખેડૂતોને મળ્યો છે.

– રાજ્યોને પાકની ખરીદી માટે અપાતી નાણાકીય મદદમાં કેન્દ્ર સરકારે આ વખતે 6700 કરોડ રૂપિયાનો વધારો કર્યો છે. તેમજ ગ્રામીણ વિસ્તારોના આર્થિક માળખાના વિકાસ માટે પણ સરકાર દ્વારા 4200 કરોડ રૂપિયા અપાયા છે.

– ઈન્ટરેસ્ટ સબવેન્શન સ્કીમને સરકારે 31 મે સુધી લંબાવી છે. જેના દ્વારા નાના ખેડૂતોને સહાય મળશે.

image source

– નાના કદના ખેડૂતોની સહાયતા માટે 30,000 કરોડના વધારાના ફંડને પણ સરકારી સૂચનો મુજબ નાબાર્ડ દ્વારા તાત્કાલિક ધોરણે ફાળવવામાં આવશે, જેના કારણે રવિ પાકની વાવણીના કામમાં ઝડપ આવી શકે. આ આ પ્રયાસ દ્વારા લગભગ 3 લાખ કરોડ ખેડૂતોને સીધો લાભ મળશે.

– કિશાન કાર્ડ યોજનાના વિસ્તારને વધારવાના પ્રયાસ સરકાર દ્વારા કરાશે, જેમાં ૨.૫ કરોડ જેટલા એવા ખેડૂતોને પણ સામેલ કરવામાં આવશે જેમની પાસે કિશાન ક્રેડીટ કાર્ડ નથી.

– ફિશરીઝ અને પશુપાલનને પણ આ અંતર્ગત લાભ મેળવવા માટે સામેલ કરવામાં આવ્યા છે. જેમાં નાના કદના વ્યવસાયિક લોકોને સસ્તા દરે 2 લાખ કરોડ રૂપિયાની સહાયક લોન આપવાની જાહેરત પણ કરવામાં આવી છે.

image source

સૂત્રો દ્વાર મળેલ માહિતીના આધારે ગુરુવારે નાણા મંત્રીનો સંપૂર્ણ ફોકસ રોકડ રકમની ચુકવણી અથવા મફતમાં અનાજ આપવા પર કેન્દ્રિત હોઈ શકે છે. કારણ કે લોકડાઉન શરુ થયું તે સમયે માર્ચના અંતમાં જ સરકાર દ્વારા ગરીબોને ધ્યાનમાં રાખી જાહેરાતો કરવામાં આવી હતી. જો કે હવે આવનાર જાહેરાતો એમનું વિસ્તારિત સ્વરૂપ હોઈ શકે છે. કારણ કે લોકડાઉનનો સૌથી વધુ ભોગ આ વર્ગ બન્યો છે, એવું માનવું જરાય ખોટું નથી. આપને એ પણ જણાવી દઈએ કે લોકડાઉનના પ્રથમ ચરણમાં જ કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી અન્ન યોજના અંતર્ગત લગભગ 80 કરોડ જરૂરિયાત મંદ લોકોને 5 કિલો ઘઉં અને 1 કોલો દાળ ત્રણ મહિના સુધી આપવાની જાહેરાત કરી હતી.

સરકાર હવે ગ્રામીણ અર્થવ્યવસ્થા સુધારવા તરફ અગ્રેસર

image source

મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાહેર કરવામાં આવેલા 20 લાખ કરોડ રૂપિયાના આત્મનિર્ભર ભારત પેકેજની ચર્ચા દરમિયાન એક વરિષ્ઠ સરકારી અધિકારીએ એમ પણ કહ્યું હતું કે, MSMEને લગતી તમામ જાહેરાતો અત્યાર સુધી કરી દેવામાં આવી છે. હવે આવનાર સમયમાં સરકારનું લક્ષ્ય ગ્રામીણ અર્થવ્યવસ્થાને સુધારવા તરફનું હશે. જો કે ગ્રામીણ અર્થવ્યવસ્થા પર મોટે ભાગે કૃષિ ક્ષેત્રનો આધાર રહેલો છે, અને સરકાર આવા સમયમાં કૃષિ પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરે એ જરૂરી પણ છે. ગ્રામીણ અર્થવ્યવસ્થા પર વિચાર કર્યા પછી જ સરકાર દેશના મધ્યમ વર્ગ માટે અને અન્ય ક્ષેત્રો માટે પણ કેટલાક નિર્ણયો લઇ શકે છે. આમ સરકારે એક પછી એક સુધારા માટેની રણનીતિ બનાવી છે.

કોરોના રોગચાળાના કારણે ઘણા ક્ષેત્રો પ્રભાવિત થયા છે.

image source

સરકારના જ એક અન્ય અધિકારી દ્વારા અપાયેલા બયાનમાં કહેવાયું છે કે એક એક કરીને સરકાર દરેક ક્ષેત્રને પોતાના આત્મનિર્ભર વિઝનમાં સમાવી લેવાનો પૂર્ણ પ્રયાસ કરી રહી છે. કોરોના રોગચાળામાં સૌથી વધુ જો કોઈ ક્ષેત્રો પ્રભાવિત થયા હોય તો એમાં હોસ્પિટાલિટી, ટુરીઝમ, એવિએશન, લોજિસ્ટિક્સ, ઈ-કોમર્સ અને ઓટોમોબાઈલ ક્ષેત્ર સામેલ છે. એટલે સરકારનું વિઝન આ દરેક ક્ષેત્રના અધિકારો અને જરૂરિયાતોને ધ્યાનમાં લઈને પોતાના આગામી નિર્ણયો લઇ શકે છે.

Source: DivyaBhaskar

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ