ક્લિક કરીને જાણી લો દેશના એવા 10 રસોડાઓ વિશે, જ્યાં દરરોજ બને છે હજારો લોકો માટે ભોજન

દેશના આ 10 રસોડાઓને મળ્યો છે વિશાળ હોવાનો દરજ્જો, રોજ બને છે હજારો લોકો માટે ભોજન.

image source

એવું કહેવાય છે કે આપણા દેશમાં દસ ગાવે બોલી બદલાય છે એવીજ રીતે દરેક રાજ્ય પ્રમાણે ભોજનનો સ્વાદ પણ બદલાય છે તેમ છતાં દેશમાં એક વાત નથી બદલાતી અને તે છે દાન અને અન્નક્ષેત્ર.

આપણા દેશની ખાસ વાત એ છે કે દેશના દરેક રાજ્યમાં જુદી બોલી, જુદું ભોજન અને જુદો પહેરવેશ જોવા મળે છે. તેમ છતાં આપણા દેશમાં એકતા છે. એટલે જ કહેવાય છે કે આપણા દેશમાં વિવિધતામાં એકતા છે. પરંતુ ખાન-પાન પહેરવેશમાં અંતર હોવા છતાં એકબીજાના ભોજનને લોકોએ ખૂબ જ પ્રેમથી અપનાવ્યું છે.

image source

દેશના કોઈ પણ ખૂણામાં જશો તો તમને જોઈતું ભોજન મળી જાય છે. આપણા દેશમાં ભોજનનું કેટલું મહત્વ છે એ તો આ વાત પરથી જ જાણી શકાય છે. ત્યારે આપણા દેશમાં એવા મોટા રસોડાઓ છે, કે જેની સરખામણી કરવી પણ મુશ્કેલ છે.

ત્યારે આજે વાત કરીએ આવા જ મોટા રસોડાની કે જ્યા રોજ હજારો લોકોનું ભોજન તૈયાર થાય છે. આ રસોડાના કદ અને ભોજન બંને તમને પાગલ કરી દેશે.

ધર્મસ્થલા, કર્ણાટક

image source

ભગવાન શિવ આ મંદિરમાં બાહુબલીના રૂપમાં વિરાજમાન છે. ધર્મમસ્થલાના મંજુનાથ મંદિરમાં દરરોજ લગભગ 50 હજાર લોકો દર્શન કરવા આવે છે. અને આ 50 હજાર લોકો ત્યાંથી ભૂખ્યા ના જાય એટલે અહીં રોજ આટલા લોકો માટે પ્રસાદ તૈયાર થાય છે. 50 હજાર લોકો માટે ખાન-પાનની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. આનાથી જ તમે આ રસોડાના કદનો અંદાજો લગાવી શકો છો. આથીજ આ રસોડાને પહેલા નંબર પર સ્થાન મળ્યું છે.

શિરડી, મહારાષ્ટ્ર

image source

આપણા દેશમાં આ મંદિરમાં સૌથી વધારે દાન મળતું મંદિર માં સ્થાન ધરાવે છે. સાઈબાબાના ભક્ત રોજ હજારોની સંખ્યામાં અહીં દર્શન કરવા માટે આવે છે. આ મંદિરમાં ત્રણ વિશાળ રસોડા છે, જ્યા ભક્તો માટે પ્રસાદ બને છે. સવારના નાસ્તા સાથે અહીં 40 હજાર લોકોનું ખાવાનું રોજ બને છે. આ દેશનું સૌથી મોટું સોલાર કિચન પણ છે. એટલેજ આ રસોડાને બીજો નંબર મળ્યો છે.

તાજ સેટ્સ, દિલ્હી

image source

તાજ હોટલ અને સિંગાપોર એરપોર્ટનું ભાગદારીમાં ચાલતું આ રસોડું કોલકાતા, ચેન્નઈ, અમૃતસર, મુંબઈ અને દિલ્હી એરપોર્ટસને ભોજન સપ્લાય કરે છે. આ રસોડાને ત્રીજો નંબર આપ્યો છે કારણકે અહીંયા મળતું ભોજન સૌથી મોંઘું છે અને એટલેજ ત્રીજા નંબર પર છે આ રસોડું.

IRCTC, નોઈડા

image source

ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC )ના નોઈડા કિચનને ભારતનું સૌથી મોટું અને આધુનિક કિચન હોવાનો દરજ્જો પ્રાપ્ત છે. આ કિચનમાં રોજ લાખો ભોજનના પેકેટ્સ તૈયાર કરવામાં આવે છે. આ રસોડાં એ પણ અમારા લિસ્ટમાં ચોથું સ્થાન મેળવ્યું છે. આ રસોડાનો રોજ કેટલા લોકો લાભ લે છે.

અક્ષય પાત્ર, હુબલી

image source

અક્ષય પાત્ર એક NGO છે, જેના રસોડામાં Mid Day Meal અંતર્ગત દરરોજ 15 મિલિયન બાળકો માટે ખાવાનું બનાવવામાં આવે છે. આ એક ngo અને સરકાર દ્વારા ચાલે છે અને અહીંયા ફક્ત બાળકો માટે જ ખાવાનું બને છે. એટલે આ રસોડાને પાંચમું સ્થાન મળ્યું છે.

સુવર્ણ મંદિર, અમૃતસર

image source

દિલ્હીના લોકો અહીંયા હંમેશા એક દિવસ માટે પીકનીક પર આવતા રહે છે. શીખોના સૌથી પૂજનીય સ્થળ સુવર્ણ મંદિરમાં બનનાર પ્રસાદ રોજ લગભગ એક લાખ લોકો ગ્રહણ કરે છે. ‘ગુરુ કા લંગર’ નામથી પ્રસિદ્ધ આ પ્રસાદ બનાવનાર રસોડાને વિશ્વનું સૌથી મોટું રસોડું કહેવામાં આવે છે. જ્યા લોકોને ભોજન મફતમાં મળે છે. અહીંયા રોજ 50 હજાર લોકો જમે છે અને એટલે જ આ રસોડાને છઠું સ્થાન મળ્યું છે.

જગન્નાથ મંદિર, પુરી

image source

પુરીના રસોડા ની એક અલગ નવીનતા છે. અહીંયા સાથ તપેલા એક ઉપર એક મૂકીને બનાવે છે પણ સૌથી પહેલા ઉપરના તપેલા નો ભાત તૈયાર થાય છે ભગવાન જગન્નાથના આ મંદિરમાં રોજ પ્રસાદ રૂપ 56 ભોગ લગાવવામાં આવે છે. આ 56 ભોગ જુદી-જુદી વાનગીઓ હોય છે, જેને પ્રસાદના રૂપે વહેંચવામાં આવે છે. જે અહીંના વિશાળ રસોડામાં બને છે. એટલેજ આ રસોડાને અમારા લિસ્ટમાં સાતમું સ્થાન મળ્યું છે.

ઇસ્કોન મંદિર

image source

વિશ્વભરમાં ફેલાયેલા આ સંસ્થાના મંદિરમાં રોજ અગણિત લોકો માટે પ્રસાદ બને છે. જન્માષ્ટમીના દિવસે લોકો માટે બનવાવાળા પ્રસાદની માત્રા ત્રણ ગણી થઇ જાય છે. આ જ કારણ છે કે મંદિરના કિચનને આ યાદીમાં સ્થાન મળ્યું છે. ઇસ્કોન મંદિર દેશ અને દુનિયાના ઘણા દેશમાં ચાલે છે અને ત્યાં બધા રસોડું રેગ્યુલર ચાલે છે એટલે જ આ રસોડાને અમારા લિસ્ટમાં આઠમું સ્થાન મળ્યું છે.

જલારામ મંદિર, વીરપુર

image source

દેશનું આ એક એવું મંદિર છે જ્યાં દાન સ્વીકારવામાં આવતું નથી. દેશભરના મંદિરોમાં કોઈ પણ સ્વરૂપે દાન લેવામાં આવતું જ હશે. દેશમાં એવા ઘણા મંદિરો છે જેમ દરરોજ કરોડાઓમાં દાન થાય છે. ત્યારે આખા વિશ્વમાં બધા મંદિરોથી સાવ અનોખું અને ચમત્કારિક મંદિર છે. જે ગુજરાતના રાજ્યના રાજકોટ જિલ્લાના વીરપુરમાં આવેલું છે.

image source

આ મંદિરમાં કોઈને લાખો કે કરોડો દાન કરવું હોય તો પણ સ્વીકારવામાં આવતું નથી. તેથી જ આ મંદિર સૌથી અલગ પડે છે. અહીં દરરોજના હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પ્રસાદીનો લાભ લે છે. કોઈપણ પ્રકાર ના દાન વગર ચાલતું આ રસોડું આજસુધી ક્યારી બંધ રહ્યું નથી અને એટલે જ આ રસોડું અમારા લિસ્ટમાં નવમું સ્થાન ધરાવે છે.

બાપ સીતારામ મંદિર, બગદાણા.

image source

આ મંદિરમાં બજરંગદાસ બાપ ના ચમત્કાર ખૂબ છે અને એવું કહેવાય છે કે આજ પણ બાપ કોઈના કોઈ સ્વરૂપે ચમત્કાર કરે છે. અહીં મંદિરમાં આવતા દરેક શ્રધ્ધાળુ લોકો અહીં બનતી પ્રસાદી સ્વરૂપે ભોજન કરે છે અહીંયા રોજ ત્રણ ટાઈમ ખાવાનું બને છે આ ઉપરાંત અહીંયા આખો દિવસ ચા તૈયાર મળે છે. એટલે જ આ રસોડું અમારા લિસ્ટમાં દસમુ સ્થાન ધરાવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ