આવી રહી છે 100 રૂપિયાની ટીયરપ્રુફ નોટ ! આ નોટ જલદી ફાટશે નહીં ! જાણો તેની અન્ય વિશિષ્ટતાઓ !

8, નવેમ્બર 2016ના રોજ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નોટ બંધી લાગુ પાડી હતી. જેનાથી સમગ્ર દેશમાં હાહાકાર મચી ગયો હતો. આ પગલાનો મુખ્ય ઉદ્દેશ કાળા નણાનો નાશ અને તે દ્વારા અર્થતંત્રને મજબુત કરવાનો હતો. એ ઉદ્દેશ કેટલો ફળ્યો કેટલો નહીં તે એક બીજો ચર્ચાનો વિષય છે. પણ ત્યાર બાદ ધીમે ધીમે કરીને નવી નોટો રીઝર્વ બેંક દ્વારા લાવવામાં આવી હતી. જેમાં 2000 રૂપિયાની નોટે ભારે ચકચકાર મચાવી હતી.

હાલ ભારતીય ચલણમાં 10, 20, 50, 100, 200, 500, 2000 ની નોટો છે. આજે પણ લોકોને 1000ની નોટોની ખોટ વર્તાય છે. આ બધી નોટોની ખાસીયત એ છે કે તેને વાઇબ્રન્ટ રંગમાં રાખવામાં આવી છે. પણ રિઝર્વ બેંક માટે નોટોને લઈને મોટી સમસ્યા એ છે કે આ નોટોની આવરદા ઘણી ઓછી હોય છે.

આપણે બધા જાણીએ છીએ કે એક નોટ લાખો લોકોના હાથમાંથી ફરીને તમારી પાસે પહોંચે છે અને ત્યાર બાદ પણ બીજા કરોડો લોકોના હાથમાં તે ફરવાની હોય છે. અને તેને લાગતા આ જ ઘસારાના કારણે તે વધારે લાંબો સમય ટકી નથી શકતી. માટે આ સમસ્યાને દૂર કરવા રિઝર્વ બેંક 100 રૂપિયાની નવી નોટ બજારમાં લાવી રહી છે. જેના પર એક વાર્નિશ કરવામાં આવ્યું હશે જેના કારણે તે લાંબો સમય સુધી ટકી રહેશે.

શરૂઆતમાં આ વાર્નિશવાળી 100 રૂપિયાની નોટોને પ્રયોગાત્મક ધોરણે બહાર પાડવામાં આવશે. ભારત સિવાય વિશ્વના ઘણા બધા દેશોમાં આ પ્રકારની નોટો ચલણમાં છે. તેને જોતાં રિઝર્વબેંકે આ નિર્ણય લીધો છે. રૂપિયા 100ની ચલણી નોટથી આ પ્રયોગ શરૂ કરવામાં આવશે અને તેની સફળતાના આધારે અન્ય નોટોને પણ તે જ રીતે બહાર પાડવામાં આવશે.

વાર્નિશથી નોટને શું ફાયદા થાય છે

વાર્નિશ શબ્દ સાંભળતાં જ આપણી નજર સમક્ષ વાર્નિશ કરેલા ચકચકચાટ સોફા, ખુરશી, ટેબલ વિગેરે આવી જાય છે. આ વાર્નિશ લાકડાને વેધરપ્રુફ રાખે છે એટલે કે લાકડા પર મોસમની એટલે કે ઠંડી-ગરમી-ભેજ વિગેરેની અસર નથી થતી તેના કારણે તે લાંબો સમય ટકી રહે છે. તેવી જ રીતે નોટ પર પણ વાર્નિશનું એક અત્યંત પાતળુ લેયર ચડાવવામાં આવશે અને તેના કારણે નોટ પર કોઈ પણ પ્રકારની ગંદકી નહીં ચોટે, તે જલદી ફાટશે પણ નહીં. પણ આ વાર્નિશિંગ લેયર ચડાવવામાં નોટને બનાવવાનો ખર્ચો વધી જશે.

હાલ રિઝર્વ બેંકે એક 10ની નોટ છાપવા પાછળ 70 પૈસાનો ખર્ચો કરવો પડે છે જ્યારે 2000 રૂપિયાની નોટ છાપવા માટે 4.18 રૂપિયાનો ખર્ચ કરવો પડે છે. આ ખર્ચ દીવસે દીવસે વધતો જાય છે. તેની સામે વાર્નિશિંગવાળી લાંબો સમય ટકી શકે તેવી નોટો છાપવાનો વિકલ્પ ઉત્તમ છે. ઘણા બધા દેશો આ સમસ્યાને દૂર કરવા પ્લાસ્ટિકની નોટોનો ઉપયોગ કરે છે.

પણ આજે બજારમાં ફરતી ચલણી નોટો ખુબજ જલદી ફાટી જાય છે તેના કારણે દર વર્ષે રીઝર્વ બેંકે લાખો નોટો માર્કેટમાંથી પાછી ખેંચી લેવી પડે છે અને તેની જગ્યાએ નવી નોટો બજારમાં મુકવી પડે છે. અને તેનાથી પણ વધારે ખર્ચો થાય છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ