વિશ્વના આ દેશમાં વસે છે સૌથી વધારે અમીર લોકો ! ભારતે રશિયાને પાડ્યું પાછળ!

આપણે બધા એ સારી રીતે જાણીએ છીએ કે અમીરો અને ગરીબો વચ્ચેની ખીણ ઉંડીને ઉંડી જ થતી જઈ રહી છે અને આ સ્થિતિમા ક્યારેય કોઈ પરિવર્તન આવવાનું નથી. જીવન પણ આનું જ નામ છે. જો જીતા વહી સિકંદર. એટલે તેનો શોક મનાવવાની જગ્યાએ આપણે પણ જીવનમાં આપણે જે ઇચ્છતા હોઈ તેને પામવા માટે લાગી પડવું જોઈએ તે પછી માનસિક શાંતી હોય, કે પછી આર્થિક સદ્ધરતા હોય.

તાજેતરમાં જ દુનિયામાં સૌથી વધારે અરબપતિઓ ધરાવતા દેશોની યાદી તેમના ક્રમ સાથે બહાર પાડવામાં આવી છે. આજે વિશ્વની 80થી 85 ટકા સંપત્તિ દુનિયાના અમુક ટકાં લોકો જ ધરાવે છે. એક સર્વે પ્રમાણે દુનિયાના 26 સૌથી ધનવાન લોકો પાસે વિશ્વના અરધા લોકો એટલે કે 380 કરોડ લોકો જેટલી સંપત્તિ છે. તો ચાલો જાણીએ કયા-કયા દેશોમાં સૌથી વધારે અબજોપતિ રહે છે અને કયો દેશ કયા સ્થાને છે.

પ્રથમ સ્થાન પર છે યુ.એસ.એ.

3096.7 અબજ ડોલરની કુલ સંપત્તિ સાથે અમેરિકામાં વિશ્વના સૌથી વધારે અબજોપતિ રહે છે. અમેરિકામાં કુલ 585 અબજોપતિ રહે છે છે. જેમાંના મોટા ભાગના એટલે કે 68% અબજો પતિ વારસાગત ધનવાન નહીં પણ પોતાની જાતે જ બનેલા અબજોપતિ છે.

દ્વિતિય સ્થાન પર છે ચીન

ચીનના અબજોપતિની સંપત્તિ કુલ 1120.1 અબજ અમેરિકન ડોલર છે. ચીનમાં કુલ 373 અબજોપતિ રહે છે. આ અબજોપતિઓમાંના 98 ટકાએ પોતાની મહેનતથી આ મુકામ હાંસલ કર્યું છે. અને આ સાથે ચીન બીજા સ્થાન પર છે.

ત્રીજા સ્થાન પર છે જર્મની

જર્મની આમ જોવા જઈએ તો એક અન્ડરડોગ છે. આ દેશની ચર્ચા ભાગ્યે જ થતી હશે તેમ છતાં તે પોતાની સ્થિર ગતીએ આગળ વધતો રહે છે. જર્મનીની જીવનશૈલીને વિશ્વમાં ઉત્તમ માનવામાં આવે છે. આ યાદીમાં જર્મનીનું નામ ત્રીજા ક્રમે છે. જર્મનીમાં કુલ 123 અરબપતિઓ છે. જેમની કુલ સંપત્તિ 579 અબજ અમેરિકન ડોલર છે. અહીં માત્ર 28 ટકા જ એવા અરબપતિઓ છે જેઓએ પોતાની જાત મહેનતથી રૂપિયો બનાવ્યો હોય. બાકીના મોટા ભાગના વારસાગત અમિરિ ભોગવી રહ્યા છે.

ચોથા સ્થાન પર છે ભારત

મળેલા આંકડાઓ પ્રમાણે કહેવાય છે કે ટુંક જ સમયમાં ભારત વસ્તિની દ્રષ્ટિએ ચીનને પાછળ રાખી દેવાનું છે જે ભારત માટે જરા પણ ગર્વની વાત નથી. પણ ગર્વની વાત એ છે કે ભારતનો આ યાદીમાં ચોથો નંબર છે. ભારતમાં કુલ 119 અબજોપતિ વસે છે. જેમની કુલ સંપત્તિ 440.1 અબજ અમેરિકન ડોલર છે. જેમાંના લગભગ 59 ટકા અબજોપતિ આપમહેનતે આ મુકામ પર પહોંચ્યા છે. ચીનની સરખામણીએ ભારતના અબજોપતિની સંપત્તિ અરધા કરતાં પણ ઓછી છે.

પાંચમા ક્રમે છે રશિયા

ભારતે રશિયાને આ યાદિમાં પાછળ પાડી દીધું છે. રશિયામાં કુલ અબજોપતિની સંખ્યા 101 છે. જેમની કુલ સંપત્તિ 409.3 અબજ અમેરિકન ડોલર છે. જેમાં આશ્ચર્યની વાત એ છે કે આ બધા જ એટલે કે 100 એ 100 ટકા અબજોપતિઓ પોતાની મહેનતે આ મુકામ પર પહોંચ્યા છે.

રશિયા બાદ હોંગકોંગ 6ઠ્ઠા, યુ.કે. 7માં, કેનેડા 8માં, સાઉથ કોરિયા 9માં અને ઇટાલી દસમાં ક્રમે છે. ભારત માટે આ ચોક્કસ ગર્વની વાત કહેવાય પણ હાલ દેશની જીડીપી સતત નીચે ગબડતી જઈ રહી છે જેના કારણે સરકારે કેટલાક ગંભીર નિર્ણયો લેવા પડી રહ્યા છે. આશા છે કે આ નિર્ણયો બાદ દેશના જીડીપીમાં સુધારો જોવા મળે. અને આવતા વર્ષે આપણો ક્રમાંક એક પગથિયું ઓર વધારે ઉપર ચડે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ