શું તમે અવારનવાર એક સરખા સ્વપ્નો આવે છે ? તો તેના સંકેતો અને અર્થ જાણો..

11 એવા સ્વપ્નો કે જે અવારનવાર આપણને આવતા રહે છે તો ચાલો જાણીએ કે તેનો અર્થ શું છે

એવું કહેવાય છે કે આપણા જીવનના લગભગ 6 કલાક આપણે સ્વપ્નો પાછળ પસાર કરી દેતાં હોઈએ છીએ. અહીં દિવાસ્વપ્નોની વાત નથી થઈ રહી અહીં રાત્રે ઉંઘમાં આવતા સ્વપ્નોની વાત થઈ રહી છે. મને જો કે આ 6 કલાકના આંકડા પર શંકા છે કારણ કે ઘણી વાર કોઈ સ્વપ્ન આપણે જોતાં હોઈએ ત્યારે જાણે તે આખી રાત ચાલતું હોય તેવું લાગે છે. જો કે સ્વપ્નમાં ક્યારેય સમયનું ભાન નથી હોતું.

તમે કદાચ લિયોનાર્દો દી કેપ્રિયોનું ‘ઇન્સેપ્શન’ મૂવી તો જોયું જ હશે. તે અદ્ભુત છે અને જો જોવાની ઇચ્છા હોય તો હિન્દીમાં પણ ઉપલબ્ધ છે. તે જોઈ તમારું મગજ ચકરાવે ચડી જશે. પણ આપણને અમુક પ્રકારના સ્વપ્નો વારંવાર આવતા હોય છે અને તેના શું અર્થ થતાં હશે તે વિષે આપણને હંમેશા કૂતુહલ રહ્યા કરે છે, કેમ ? તો તે જાણવા અમારો આજનો લેખ ચોક્કસ વાંચો.

1. એકધારું પડતાં રહેવું

જો તમે સ્વપ્નમાં પડવાનો અનુભવ કરતાં હોવ તો તેને બે કેટેગરિમાં વહેંચી શકાય છે – એક, તમે ભયના માર્યા પડી રહ્યા છો કે પછી તમે ખુશખુશાલ થઈને પડી રહ્યા છો. પ્રથમ મામલો તમારા જીવનની કોઈ સ્થિતિ બાબતે તમારી ચિંતા તેમજ અસુરક્ષા રજુ કરે છે, જ્યારે બીજા મામલામાં એ દર્શાવે છે કે તમારા જીવનમાં આવેલા પરિવર્તનોથી તમને ભય નથી અને તમે તેનાથી ખુશ છો.

2. મરવું

મરવું એ ખરેખર એક ખુબ જ નકારાત્મક બાબત છે, જો તમને મરવાના સ્વપ્નો આવતા હોય, તો તેનો અર્થ એ થાય છે કે તમે અર્ધજાગૃત પણે તમારા જીવનની કોઈ બાબતનો અંત આણવા માગો છોઃ તે પછી કોઈની સાથેનો સંબંધ હોય, નોકરી હોય કે તમારા ભૂતકાળ સાથે જોડાયેલી કોઈ બાબત હોય. અને મૃત્યુનું સ્વપ્નું આવવું તે કંઈ દુઃસ્વપ્ન જ હોય તેવું જરૂરી નથી. તેનો અર્થ એવે પણ થાય છે કે તે તમને નવી શરૂઆતની પ્રેરણા આપે છે.

3. ઉડવું

ઉડવું એ એક ખુબ જ સામાન્ય સ્વપ્ન છે. તેનો અર્થ એ થાય છે કે કોઈ વ્યક્તિ કે પછી કોઈ બાબત તમને તમારા જીવનમાં આગળ વધતા રોકી રહી છે. કોઈ એક એવું બળ છે જે તમને આગળ વધવા નથી દેતું અને તમને પકડી રાખે છે. જો તમને આ સ્વપ્ન વખતે ભય લાગતો હોય, તો તેનો અર્થ એ થાય છે કે તમારામાં આત્મવિશ્વાસનો અભાવ છે અને તમે તમારા માટે અવાસ્તવિક ધોરણો નક્કી કર્યા છે.

4. પેરાલિસિસનો અનુભવ થવો

સ્વપ્નમાં પેરાલિસિસનો અનુભવ થવો તે ઘણું જ અસામાન્ય છે એટલે કે તેવું સ્વપ્ન ઘણા ઓછા લોકોને આવતું હોય છે, પણ કેટલાક લોકોને તેવા સ્વપ્નો વારંવાર આવતા હોય છે. આવું સ્વપ્ન હંમેશા એ દર્શાવે છે કે રેમ સ્ટેજ (90 મિનિટની ઉંઘ બાદ તમારી આંખની હલચલ લગભગ 10 મિનિટ ચાલું રહે છે) અને ઉંઘમાંથી જાગવાના સ્ટેજ વચ્ચેનું ઓવરલેપિંગ છે. પેરાલિસિસનું સ્વપ્ન આવવું તે એ દર્શાવે છે કે તમારો તમારા વાસ્તવિક જીવન પર કોઈ જ અંકુશ નથી.

5. પોતાનો પીછો થવો

જો તમારો પીછો થતો હોય તેવા સ્વપ્નો તમને આવતા હોય તો તેનો અર્થ એ થાય છે કે તમે તમારા જીવની કોઈ બાબતથી ભાગી રહ્યા છો, ખાસ કરીને તેવી બાબત જે તમારા જીવનને ખળભળાવી નાખતી હોય. તે એમ પણ દર્શાવે છે કે તમે ભયના માર્યા હંમેશા કેટલીક વસ્તુઓ પડતી મુકી દો છો.

6. દાંત પડી જવા

બીજું એક ખુબ જ સામાન્ય સ્વપ્ન જે લોકો અવારનવાર જોતાં હોય છે તે છે દાંત પડી જવાનું સ્વપ્ન. સાંભળતાં જ બીક લાગી જાય, તેનો અર્થ એવો થાય છે કે તમે તમારા શારીરિક દેખાવ માટે ખુબ જ ઉત્સુક છો. તમને હંમેશા રિજેક્શનનો ભય લાગે છે અને માટે જ તમને આવા સ્વપ્નો આવે છે. જો કે બીજા કારણો એ હોઈ શકે કે જે ખાસ સ્ત્રીઓ માટે છે, કે આવા સ્વપ્નો તમારી ઇચ્છા પૂરી થવાના સંકેતો છે અને પુરુષો માટે આવા સ્વપ્નનો અર્થ એ થાય છે કે તેમને જાતિય ઉત્તેજના છે.

7. ભૂત-પિશાચના સ્વપ્નો

જો તમને ભૂત પિશાચના સ્વપ્નો આવતા હોય, તો તેનો અર્થ એ થાય છે કે તમે તમારી કોઈ એક બાજુને બદલવા માગો છો – તે પછી તમારો દેખાવ હોઈ શકે, નોકરી હોઈ શકે અથવા તો પછી સંબંધ પણ હોઈ શકે. એવું પણ હોઈ શકે કે તમે તમારી જાતમાં કોઈ પિશાચને જોતા હોવ, જેનો સામાન્ય અર્થ એવો થાય છે કે તમને જે બાબત તમારા વિષે ન ગમતી હોય તેને વાસ્તવમાં બદલવી.

8. નગ્નતા

જાહેર જગ્યા પર નગ્ન હોવાનું સ્વપ્ન, અથવા તો તમારા સ્વપ્નોમાં નગ્નતા દેખાવી, તેનો અર્થ એ થાય છે કે તમે તમારું સત્ય જાણવા શક્તિમાન નથી. તમે તમારી લાગણીઓ તેમજ વૃત્તિ બાબતે અચોક્કસ છો. બીજાં એવા સ્વપ્નો આવતા હોય જેમાં તમે તમારી જાતને નહીં પણ બીજી કોઈ વ્યક્તિને નગ્ન જોતાં હોવ, તેનો અર્થ એ થાય છે કે તમને તે વ્યક્તિનું રહસ્ય છતું થઈ જવાનો ભય છે.

9. એક ઓરડામાં તમારી જાતને એકલી અનુભવવી

તમે એવુ સ્વપ્ન જોતાં હોવ કે તમે કોઈ ઓરડામાં એકલા છો, તો તેનો સામાન્ય અર્થ એવો થાય છે કે તમે કોઈ એવી વસ્તુ શોધવા માગો છો જે તમે શોધી શકો તેમ નથી, પછી તે ગમે તે હોય. તે પછી તમારા જીવનનું એક નવું જ પાસુ હોઈ શકે છે જેને તમે જાણવા માગતા હોવ, અથવા તો નવા પ્રકારનો કોઈ સંબંધ ઇચ્છતા હોવ. જો તમારા સ્વપ્નમાં તમને એવું લાગતું હોય કે તમે કોઈ નવા ઓરડામા છો, એવો રૂમ કે જે તમે પહેલાં ક્યારેય ન જોયો હોય, તો તેનો અર્થ એવો થાય છે કે તમે નવી શરૂઆત માટે તૈયાર છો.

10. પરીક્ષા માટે તૈયાર ન હોવું

આ સ્વપ્નનો અનુભવ તો આપણામાંના દરેકને થયો જ હશે, અને મોટે ભાગે આપણી પરીક્ષાના સમય આસપાસ જ. તે એટલા વાસ્તવિક લાગતા હોય છે કે આપણે તેના પર વિશ્વાસ કરવા લાગીએ છીએ. ઓછામાં ઓછી 5માંથી એક વ્યક્તિને તો આવા સ્વપ્નનો અનુભવ થયો જ હોય છે. તેનો સર્વસામાન્ય અર્થ એ થાય છે કે આપણામાં આત્મવિશ્વાસનો અભાવ છે, અને/અથવા તો જે પરિક્ષા વિષે આપણે તૈયારી કરી રહ્યા હોઈએ તે બાબતે આપણામાં આત્મવિશ્વાસ ન હોય. તે એ પણ દર્શાવે છે કે આપણે જીવનમાં આગળ વધવા અક્ષમ છીએ.

11. સ્વપ્નમાં કરોળિયા આવવા

આપણે બધાં કરોળિયાથી હંમેશા ચીડાતા હોઈએ છીએ. અને આવા સ્વપ્નોને આપણે હંમેશા દુઃસ્વપ્નમાં ગણાવતા હોઈએ છીએ. જો સ્વપ્નમાં તમે તમારી જાતને કરોળિયાથી ઘેરાયેલી જોતાં હોવ તો તેનો અર્થ એ થાય છે કે તમારો તમારા જીવન પર કોઈ જ અંકુશ નથી. તમને એવું લાગે છે કે કોઈ એક ચોક્કસ વ્યક્તિ તમને અવગણે છે અથવા તો વ્યોક્તિઓનું ગૃપ તમને અવગણે છે. જ્યારે તમારી સાથે સંબંધમાં દગો થયો હોય ત્યારે કરોળિયાના સ્વપ્ન આવવા તે સામાન્ય છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ