વિટામીન B12 અને B6 નો ઓવરડોઝ તમને ગંભીર મુશ્કેલીમાં મુકી શકે છે.

શરીરને જરૂર કરતાં વધારે વિટામીન સપ્લીમેન્ટ્સ આપવાથી શરીરને લાભ કરતાં નુકસાન વધારે થાય છે.

આજે જીવનશૈલીમાં આવેલા બદલાવના કારણે માણસના શરીરમાં જરૂરી પ્રમાણમાં હોવા જોઈએ તે તત્ત્વો જેમ કે વિટામીન્સ, પ્રોટિન્સ વિગેરેની ખોટ સર્જાય છે અને તેના કારણે શરીરમાં નાની તકલીફથી માંડીને ગંભીર બીમારી પણ ઘર કરી જાય છે.

જો કે મોટા ભાગની બિમારીઓનો વિજ્ઞાને તોડ શોધી લીધો છે. પણ તે તોડ કામ નહીં લાગે જ્યાં સુધી લાઇફસ્ટાઇલમાં સુધારો લાવવામાં ન આવે. માટે મુળે તો આપણે જ આપણા શરીરને સુધારવાનું છે.

હાલના સમયમાં માણસના શરીરમાં બી12 અને બી 6ની ઉણપ એ ગંભીર પ્રશ્ન બની ગયો છે. અને તેની ખોટને દૂર કરવા માટે નિયમિત ટેબલેટ લેવી પડે છે અને જો તેનાથી પણ સારું ન થાય તો નિયમિત તેના ઇન્જેક્શન લેવા પડે છે. અને શાકાહારી લોકોને ખાસ બી12 મેળવવામાં વધારે તકલીફ પડે છે.

શરીરની તકલીફો તમને 40 વર્ષ સુધી નડતી નથી. કદાચ હોય તો પણ તમારા જુવાનીના જોશમાં તે નજરે નથી આવતી અને આમને આમ 40 વર્ષ કાઢી નાખો છો. પણ ત્યાર બાદ સમસ્યાઓ ઉભી થાય છે. ખાસ કરીને મહિલાઓમાં હાડકાની તકલીફ ખાસ જોવા મળે છે.

જેના સોલ્યુશનમાં તમને વધારે દૂધ પીવાની સલાહ આપવામા આવે છે અને બહુ બહુ તો તમને વિટામીન્સ કે કેલ્શિયમની ગોળીઓ લખી આપવામાં આવે છે. અને તમારી સમસ્યા પણ તમને ઓછી થતી જણાય. જો કે તે કાયમી ધોરણે જતી તો નથી જ રહેતી.

પણ જ્યારે આવી દવાઓનો વધુ પડતો ઉપયોગ કરવામાં આવે ત્યારે શરીરમાં જરૂર કરતાં વધારે પ્રમાણમાં વિટામીન્સ તેમજ ખનીજ વધી જાય છે જેની પણ કેટલીક આડઅસર હોય છે. અને આ નિયમ બધી જ વસ્તુઓમાં લાગુ પડે છે. પછી તે બી વિટામીન હોય તો પણ.

શરીર માટે જોઈતા બી12 વિટામિનની દીવસ દરમિયાનની જરૂરીયાત માત્ર 1.8 માઇક્રોગ્રામ છે જ્યારે બી 6 ની દીવસ દરમિયાનની જરૂરિયાત માત્ર 1.3 માઇક્રો ગ્રામ છે.

જ્યારે લોહીમાં બી 12 વિટામીનનું પ્રમાણ ઘટી જાય છે ત્યારે ડોક્ટર તેના સપ્લીમેન્ટ લેવાની સલાહ આપે છે.

આ ઉપરાંત મેમેરી લોસ, અલઝાઈમર, મૂડ, ઉર્જા, એકાગ્રતા, મેન્ટલ ફંક્શન અને રોગ પ્રતિકારક શક્તિ વિગેરેને બુસ્ટ કરવા માટે પણ બી12 સપ્લીમેન્ટ લેવામાં આવે છે.

પણ આ પ્રમાણ જો શરીરની જરૂરિયાત કરતાં વધી જાય તો શરીરને ગંભીર નુકસાન થઈ શકે છે. એક સંશોધન પ્રમાણે જો ધૂમ્રપાન કરનારા પુરુષો વિટામીન બી12નો ઓવર ડોઝ છેલ્લા દસ વર્ષથી લેતા હોય તો તેમને લંગ કેન્સર થવાની શક્યતા વધી જાય છે.

અને જે લોકો વિટામીન બી6ના સપ્લીમેન્ટને તેની ઉપર જણાવેલી જરૂરિયાત કરતા વધારે લે છે તેમનામાં લંગ કેન્સરની શક્યતાઓ ત્રણગણી વધી જાય છે.

આ ઉપરાંત તેને વધારે પડતી માત્રામાં લેવાથી ખીલ થવા લાગે છે. અને ત્વચાને લગતી અન્ય સમસ્યાઓ પણ ઉત્પન્ન થાય છે.

જે લોકો ટાઈપ 1, ટાઈપ 2 ડાયાબિટીસ પેશન્ટ હોય અને જેમને કીડનીનો રોગ હોય તેમને બી 12નો ઓવરડોઝ લાભ કરવાની જગ્યાએ નુકસાન કરે છે. તેમજ હૃદય રોગના દર્દીઓને હૃદયના હૂમલાનું જોખમ વધી જાય છે.

જો ગર્ભવતિ મહિલાના લોહીમાં બી12નું પ્રમાણ વધી જાય તો આવનારું બાળક ઓટીઝમ ગ્રસ્ત જન્મવાની શક્યતા વધી જાય છે.

સામાન્ય રીતે 50 વર્ષ બાદ તમને બી12નું સપ્લીમેન્ટ લેવાની સલાહ આપવામાં આવે છે કારણ કે તે ઉંમરે તમારું શરીર ખોરાકમાંથી બી 12 મેળવી શકતું નથી. તેમજ જે લોકો સંપૂર્ણ શાકાહારી હોય, તેમજ જેઓ ડ્રગ્સ તેમજ દારુના આદી હોય આ ઉપરાંત જે લોકો સર્જરીમાંથી રીકવર થઈ રહ્યા હોય તેમને બી12નું સપ્લીમેન્ટ લેવાની સલાહ આપવામાં આવે છે. તે પણ ખુબ જ ઓછી માત્રામાં.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ