પુરોષોએ ક્યારેય આ લક્ષણોને અવગણવા જોઈએ નહીં, થઈ શકે છે ગંભીર સમસ્યા…

આપણે નાના કે યુવાન હોઈએ છીએ ત્યારે આપણે આપણી જાતને ઘણીબધી સ્વસ્થ અનુભવતા હોઈએ છીએ. અને ત્યારે તમે સ્વસ્થ હોવ છો પણ ખરા પણ જેવા તમે તમારી ત્રીસીમાં પ્રવેશો છો કે ઘણી બધી નાની તકલીફો તમારા શરીરમાં જોવા મળે છે. જે મોટેભાગે તો સામાન્ય જ હોય છે અને કેટલાક સરળ ઉપાયો દ્વારા તેને દૂર પણ કરી શકાય તેમ હોય છે. પણ અમુક લક્ષણો એકધારા દેખાય છે.

જે કદાચ તમને કોઈ ગંભીર બિમારીનો સંકેત આપતા હોય છે. માટે તમારે તમારા આ સંકેતો પર ધ્યાન આપવું જોઈએ અને તે વિષે ગંભીરતાથી વિચારવું જોઈ. તેને જરા પણ અવગણવી જોઈએ નહીં. આ તકલીફ સ્રી-પુરુષ બન્નેને થતી હોય છે પણ આજે આપણે માત્ર પુરુષોની સમસ્યાઓ વિષે વાત કરીશું.

નાના સંકેતો ગંભીર બિમારીઓ

સામાન્ય મનુષ્ય સ્વભાવ પ્રમાણે આપણે આપણા શરીરની નાની-નાની તકલીફો પર ખાસ ધ્યાન આપતા નથી. અને આ બેદરકારી આગળ જતાં એક ગંભીર બિમારીનું સ્વરૂપ ધારણ કરે છે. માટે જાન હે તો જહાન હે ની કહેવતને ફોલો કરીને તમારે તમારા શરીરની નાની-નાની સમસ્યાઓ પર ધ્યાન આપવું જોઈએ. જેથી તમે સ્વસ્થ તેમજ લાંબુ જીવન જીવી શકો.

નસકોરાઃ જો તમે રોજ ઉંઘમાં નસ્કોરા બોલાવતા હો તો તે હાર્ટએટેક, ડિપ્રેશન, સ્લિપ એપ્નિયા, હાઈ બીપી જેવી ગંભીર બિમારીનો સંકેત હોઈ શકે છે.

માનસિક તાણ (સ્ટ્રેસ) જો તમે સતત તમારા કામને લઈને તાણમાં રહેતા હોવો તો તે લાંબા ગાળે તમને ડિપ્રેશનમાં ધક્કેલી દે છે. જે તમને એન્ગ્ઝાયટી અને હૃદય રોગ તરફ ધકેલી શકે છે.

પેશાબની સમસ્યાઃ જો તમને વારંવાર પેશાબ આવતો હોય, બળતરા થતી હોય તો તે ડાયાબિટીસ, કિડની અથવા લીવરની સમસ્યા તરફ સંકેત કરે છે.

મોઢામાં દુર્ગંધ આવવીઃ જો તમારા મોઢામાંથી સતત દુર્ગંધ આવતી હોય તો તે તમને ડાયાબિટીસ, કીડની સમસ્યાઓ, લીવર, એસિડીટી જેવી બીમારીઓ તરફ સંકેત કરે છે.

છાતી તેમજ ખભામાં દુઃખાવોઃ જો તમને નબળાઈ લાગતી હોય, શ્વાસ લેવામાં તકલીફ થતી હોય તો તમારે હૃદય રોગ માટેની તપાસ કરાવવી જોઈ.

પીઠ દર્દઃ જો તમને સતત પીઠનો દુઃખાવો રહેતો હોય તો તે કિડનીની બિમારી તરફ ઇશારો કરે છે.

વિકનેસ અને ટાયર્ડનેસઃ જો તમે સતત થાક તેમજ નબળાઈ અનુભવતા હોવ તો તમને હૃદયના રોગ અથવા થાયરોઈડનો પ્રોબ્લેમ હોય તેવું બની શકે છે.

ખજવાળઃ જો તમને શરીરમાં એકધારી ખજવાળ આવતી હોય તો તે ચામડીના રોગો ઉપરાંત લિવરના રોગો તેમજ કિડનીની બિમારી તરફ સંકેત કરે છે.

પેટની ગરબડઃ તમારા પેટમાં હંમેશા ગરબડ રહેતી હોય જેમ કે કબજિયાત, ઝાડા, પેટ ફૂલવું આવી સમસ્યા સતત રહેતી હોય તો તમારે કેન્સર માટે તપાસ કરાવવી જોઈએ.

સતત માથાનો દુઃખાવોઃ જો તમને સતત માથાનો દુઃખાવો થતો રહેતો હોય તો તમને હૃદય કે મગજ સાથે જોડાયેલી કેઈ બિમારી હોઈ શકે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ