આપણે જ્યારે સ્કૂલમાં ભણતા ત્યારે જે વિદ્યાર્થી ભણવામાં ઠોઠ હોય તેના માટે શિક્ષક દ્વારા “ગધેડા” શબ્દનો પ્રયોગ અવશ્ય કરવામાં આવતો.
એ સિવાય કામકાજ કરવામાં આળસ અને ધીમી ગતિ કરનાર માટે પણ ગધેડા શબ્દનો પ્રયોગ આપણે સાંભળ્યો છે.
નોંધવા જેવું છે કે જ્યારે કોઈ વ્યક્તિની ખામીને લઈને બીજી વ્યક્તિ તેને ગધેડો સંબોધે છે ત્યારે કદાચ તે એ વાતને ભૂલી જાય છે કે ગધેડો એક મહેનતુ પશુ છે બસ તેનામાં અક્કલનો અભાવ છે.

ખેર, આજે અમે તમને ગધેડા વિશે જ એક નવીન માહિતી આપવા જઈ રહ્યા છીએ. આપણા સમાજમાં ગધેડાને અન્ય પશુઓની તુલનામાં કોઈ ખાસ મહત્વ નથી મળતું પણ ભારતમાં જ આવેલા એક ક્ષેત્રમાં ગધેડાની પૂજા કરવામાં આવે છે.
ગધેડાની પૂજા આ શબ્દો વાંચીને તમને નવાઈ લાગી હશે પણ આ વાસ્તવિકતા છે. મહારાષ્ટ્રના અકોલા જિલ્લામાં અમુક સંપ્રદાયના લોકો પોલા નામનો એક ઉત્સવ ઉજવે છે જેમાં ગધેડાની પૂજા કરવામાં આવે છે.

આ અંગેની વિસ્તૃત માહિતી જાણીએ તો મહારાષ્ટ્રના અકોલા જીલ્લામાં વસતા ભોઈ તથા કુમહાર સમુદાયના લોકો દર વર્ષે 30 ઓગષ્ટના રોજ એક તહેવાર ઉજવે છે જેને ” ગધા પોલા ” નો તહેવાર કહેવાય છે.
સ્થાનિક ખેડૂતો વર્ષભર પોતાને કઠોર મહેનત કરવામાં સહયોગી અને ખેડૂતમિત્ર એવા બળદ, ખૂંટીયા અને ગધેડા જેવા પશુઓનો આભાર પ્રકટ કરવા આ તહેવાર ઉજવે છે જેને ” બૈલ પોલા ” નામથી પણ ઓળખવામાં આવે છે. ખેડૂતો આ રીતે પોતાના પશુઓનું સમ્માન કરે છે.

સ્થાનિક ખેડૂતો તહેવારના દિવસે પોતાના અન્ય પશુઓની સાથે સાથે ગધેડાને નવડાવી ધોવડાવી ફૂલો પહેરાવી શણગારે છે અને ત્યારબાદ તેની પૂજા કરે છે. ખેડૂતો અન્ય પશુની તુલનામાં ગધેડાને વધુ મહેનતુ અને ઉપયોગી માને છે કારણ કે ખેતરમાં વજન ઉપાડવાની સાથે સાથે ગધેડા વરસાદના માહોલમાં જ્યારે રસ્તાઓ ખરાબ થઈ જાય છે ત્યારે ખાતર લાવવા વધુ ઉપયોગી છે.

આ સમુદાયના અમુક લોકોનું કહેવું છે કે નવી પેઢી હવે પોતાના નવા વ્યવસાયો શરૂ કરી રહી છે અને પરંપરાગત ખેતી નથી કરી રહી જેથી તેમની પશુઓને સમ્માન આપવાની આ પરંપરા લુપ્ત થઈ રહી છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ