આર્થિક સંકટ આવતા પહેલા તમને મળે છે આ પાંચ સંકેત, માતા લક્ષ્મી થઈ જાય છે નારાજ, રહો સાવધાન.
વાસ્તુ શાસ્ત્ર અનુસાર અમુક એવા સંકેત હોય છે જેના દ્વારા એ ખબર પડી જાય છે કે આપણા જીવનમાં આર્થિક તકલીફો આવવાની છે. આ સંકેત જણાવે છે કે તમારાથી માતા લક્ષ્મી નારાજ થઈ ગઈ છે. આ સંકેત જણાવે છે કે તમને નજીકના ભવિષ્યમાં આર્થિક નુકશાન સહન કરવું પડી શકે છે તો ચાલો જાણી લઈએ એવા સંકેતો વિશે જેનાથી તમે જાણી શકો કે માતા લક્ષ્મી તમારાથી નારાજ થઈ ગયા છે.

વાસ્તુ શાસ્ત્ર અનુસાર જો તમારા ઘરનો નળ ટપકવા લાગ્યો હોય તો આ શુભ સંકેત નથી માનવામાં આવતો. જો તમારા ઘરમાં કોઈ કારણના લીધે નળ ટપકવા લાગ્યો હોય તો ર સંકેત આપે છે કે એ ઘરમાં માતા લક્ષ્મી નારાજ થઈ ચૂકી છે નળ ટપકવું એ કારણ વગરના ખર્ચા તરફ ઈશારો કરે છે. જો આ ટપકતા નળને જેમ બને એમ જલ્દી સરખો કરવામાં ન આવે તો એ આગળ જતાં મોટા આર્થિક સંકટને જન્મ આપી શકે છે.

એવી માન્યતા છે કે જો કોઈ વ્યક્તિના ઘરના ટેરેસ પર કાગડો દક્ષિણ દિશામાં મોઢું રાખીને બેઠો હોય તો આ અશુભ સંકેત માનવામાં આવે છે. એનો અર્થ એ છે કે એ ઘર પર ધન હાનિનું સંકટ આવી શકે છે. જો આવું તમને દેખાય તો તમારે તમારા ધન સાથે જોડાયેલી બાબતો માટે સાવધાન થઈ જવું જોઈએ.

એવી માન્યતા છે કે જો કોઈ વ્યક્તિના જમણા અંગ પર ગરોળી પડી જાય તો એ ખૂબ જ અશુભ માનવામાં આવે છે. ગરોળીનું શરીરના આ ભાગમાં પડવું એક મોટા આર્થિક નુકશાન તરફ ઈશારો કરે છે. આ સમય દરમિયાન તમારે સમજી વિચારીને આર્થિક નિર્ણય લેવા જોઈએ.

જો તમારા ઘરે નાનું બાળક અચાનક જ કોઈ પેન કે પછી પેન્સિલથી લીટા પાડવા લાગે તો એવી સ્થિતિમાં એમને તરત જ રોકવા જોઈએ. એવી માન્યતા છે બાળકોનું આવું કરવું એ આર્થિક નુકશાન અને વધતા જતા કરજ તરફ સંકેત આપે છે.

જો તમારા ઘરમાં તુલસીનો છોડ સૂકવવા લાગ્યો હોય તો એ ખૂબ જ અશુભ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે તુલસીનો છોડ માતા લક્ષ્મીનું પ્રતીક છે. જો તુલસીનો છોડ સુકાવા લાગ્યો હોય તો સમજી જજો કે તમારાથી ધનની દેવી લક્ષ્મી રિસાઈ ગઈ છે. આ નજીકના ભવિષ્યમાં થનાર ધન સંબંધિત નુકશાન તરફ ઈશારો કરે છે. એટલે તમે પણ તમારા ઘરે તુલસીનો છોડ ક્યારેય સુકાવા ન દો.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11
આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,