સલમાનની બહેને બંને બાળકોના ફોટા કર્યા પોસ્ટ, જોઈને તમે બોલી ઉઠશો ‘સો ક્યૂટ’,

સલમાનની બહેન અર્પિતાએ પોતાના અને પતિ આયુષના બંને બાળકો સાથે એક ક્યૂટ તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી, જે તસ્વીર જોતાં તમે પણ બોલી ઉઠશો, ‘સો ક્યુટ’..

image source

આ તસવીર જોતા જ સૌ ચાહકો એ અર્પિતાની પુત્રીની પરી કહેવા લાગ્યા છે. તેમજ આ સાથે સોશિયલ મીડિયા પર આ તસવીરો સાથે અર્પિતાની પુત્રી આયત છવાઈ ગઈ છે.

બોલિવૂડના દબંગ ખાન એટલે કે સલમાન ખાન તેના જન્મદિવસ (27 ડિસેમ્બર) ના દિવસે ફરી એક વાર મામા બન્યા છે. એટલે કે અર્પિતા ખાન શર્મા ફરી એકવાર માં બની છે. સલમાનની બહેન અર્પિતા ખાન શર્માએ તેના ભાઈ સલમાન ખાનના જન્મદિવસ પર એક સુંદર પુત્રીને જન્મ આપ્યો હતો.

image source

અર્પિતાએ એવી ઈચ્છા વ્યક્ત કરી હતી કે તે પોતાના ભાઈ સલમાનના જન્મદિવસ પર પોતાના બાળકને જન્મ આપે અને તેવું હકીકતમાં બન્યું પણ હતું. તેમજ અર્પિતા અને આયુષે પોતાની પુત્રીનું નામ ‘આયત’ રાખ્યું છે.

image source

આયતના જન્મ પછી તેની તસવીરો તેના પિતા આયુષે પણ તેમના ચાહકો સાથે સોશીયલ મીડીયા પર શેર કરી હતી. હવે, પુત્રીના જન્મના એક મહિના પછી પણ આયુષે પોતાની પુત્રી આયતનો ફોટો ફરી એકવાર સોશીયલ મીડીયા પર શેર કર્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Aayush Sharma (@aaysharma) on

આ તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે.તેમજ આ તસવીર શેર કરતાની સાથે જ તે ખૂબ વાયરલ પણ થઈ રહી છે. આ તસવીર સાથે કેપ્શનમાં આયુષે એમ પણ લખ્યું છે કે, ‘હેપ્પી ફેસેઝ.’

આ તસવીરમાં આયુષની પત્ની અર્પિતા ખાન શર્મા, પુત્ર આહિલ શર્મા અને પુત્રી આયત શર્મા એકસાથે જ જોવા મળી રહ્યા છે. જેમાં તસવીરમાં અર્પિતા બંને બાળકોને એક સાથે ગોદમાં લઈ રહેલી જોવા મળી રહી છે. તેના બંને બાળકો પોતાની માતાના ગાલને ચુંબન કરી રહ્યા છે. આહિલ અને આયત બંને આ તસવીર ખૂબ સુંદર ફોટોપોઝ આપી રહેલા જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Aayush Sharma (@aaysharma) on

આ સાથે જ માતા અર્પિતા પણ પોતાના હસતાં ચેહરા સાથે આ તસવીરને ચાર ચાંદ લગાવી રહી છે. તે સમયે, અર્પિતા પણ તસવીરમાં ખૂબ ખુશ હોય એમ નજરે આવી રહી છે. તેમને જોતાં, એ વાત સ્પષ્ટ થાય છે કે તેણી તેના માતૃત્વની ખૂબ મજા માણી રહી છે.

image source

તે જ સમયે સાથે સાથે, અર્પિતા અને સલમાન ખાનના જીજુ અને અલ્વિરા ખાનના પતિ અતુલ અગ્નિહોત્રીએ પણ તેમના એકાઉન્ટ પર આ જ તસવીર શેર કરી હતી. આ સિવાય અતુલ અગ્નિહોત્રી એ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ફોટો વીડિયો સ્ટોરી પણ શેર કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Atul Agnihotri (@atulreellife) on

જેમાં આ ફોટોશૂટ દરમિયાનના અન્ય અનેક ફોટોઝ એક સાથે જોવા મળી રહ્યા છે. આ ફોટો વીડિયોમાં અર્પિતા અને તેના બંને બાળકો વચ્ચેની કેમિસ્ટ્રી કોઈનું પણ દિલ જીતી લઈ શકે એમ છે. અર્પિતાની આ તસવીરો સોશ્યલ મીડિયા પર યુઝર્સે ખૂબ જ પસંદ કરી છે.

થોડા દિવસો પહેલા જ સલમાન સાથે પોતાની પુત્રી આયતનો ફોટો શેર કરીને અર્પિતાએ એક ખૂબ જ સરસ મેસેજ લખ્યો હતો. અર્પિતાએ લખ્યું હતું કે, ‘આ દુનિયામાં એવું કશું નથી જે મને ડરાવે છે કારણ કે હું જાણું છું કે તમે હંમેશાં મારી સાથે જ ઉભા છો અને મને ક્યારેય કશું થવા નહીં દો.

 

View this post on Instagram

 

A post shared by Arpita Khan Sharma (@arpitakhansharma) on

હવે મારી પુત્રી આયતને પણ એ જ સમાન સુરક્ષા મળશે. આ હાથ ભગવાને જ અમારી રક્ષા હેતુ મોકલ્યા છે. સલમાન ખાન અને માતા સલમા ખાન ની હું હંમેશાં આભારી રહીશ.

તે જ સમયે, જ્યારે આયતનો જન્મ થયો, ત્યારે સલમાને ટ્વિટ કર્યું કે આ ખૂબસૂરત દુનિયામાં તારું સ્વાગત છે. આ જન્મદિવસ પર મને શ્રેષ્ઠ ભેટ આપવા બદલ અર્પિતા અને આયુષનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. તમને બધાને બધાનો પ્રેમ અને આશીર્વાદ મળે અને તમે અમને બધાને ગર્વ મહેસૂસ કરાવો એવી શુભેચ્છાઓ.

image source

તમને જણાવી દઇએ કે અર્પિતા ખાન શર્મા તેના જન્મદિવસ પર તેના ભાઈ સલમાન ખાનને એક ખાસ અમૂલ્ય ભેટ આપવા માંગતી હતી. તેથી તેણે સલમાન ખાનના જન્મદિવસ પર જ એક સુંદર પુત્રીને જન્મ આપ્યો. અર્પિતા એ તેની પુત્રીને સી-સેક્શન ડિલિવરી મુજબ જન્મ આપ્યો.

image source

અર્પિતા અને આયુષે 18 નવેમ્બર 2014 નાં રોજ લગ્નગ્રંથિથી જોડાયાં હતાં. આયુષ અને અર્પિતાને આ સમય દરમ્યાન એક પુત્ર પણ છે જેનું નામ આહિલ શર્મા પણ છે. તેને અર્પિતાએ 30 માર્ચ 2016 ના રોજ પુત્ર આહિલને જન્મ આપ્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ