એરપોર્ટ પર દીવાલ કૂદીને છેક રન વે સુધી પહોંચી ગયો યુવક, અને વિમાન સામે..

મધ્ય પ્રદેશ રાજ્યના ભોપાલ શહેરના રાજાભોજ એરપોર્ટ પર સુરક્ષામાં રહી ગયેલ નાની ચૂકના કારણે એક મોટી દુર્ઘટના સામે આવી છે.

image source

રવિવારના રોજ એક યુવક દીવાલ કૂદીને છેક રન વે સુધી પહોંચી જતાં હોબાળો મચી ગયો હતો. માનસિક રોગથી પીડિત આ યુવકે એરપોર્ટ પરના અનેક પ્રવાસીઓની સુરક્ષાનો ફિયાસ્કો કરી નાખ્યો હતો. આ યુવક હાથમાં પથ્થરો લઈને ઉદયપુર જતી સ્પાઇસ જેટની ફ્લાઇટ સામે છેક રન વે પર આવી પહોંચ્યો હતો.

image source

સદનસીબે આ ફલાઈટને યુવક કોઈ નુકસાન પહોંચાડી શક્યો નહિ. પરંતુ ત્યારબાદ તેણે પથ્થર ફેકતા ત્યાં પાર્ક એક હેલિકોપ્ટરનો કાચ તોડી નાખ્યો હતો. તેમજ હેલિકોપ્ટરના આગળના ભાગને પણ નુકસાન પહોંચાડ્યું હતું. એરપોર્ટ સુરક્ષાકર્મીઓએ આ યુવાનની ધરપકડ કરીને આગળની પૂછપરછ હાથ ધરી હતી.

યુવાન સ્પાઇસ જેટની ફ્લાઇટ એસજી ૩૭૨૧ની આગળ જઈને સૂઈ ગયો હતો.

image source

એક એહવાલ મુજબ રવિવાર સાંજે મધ્ય પ્રદેશના ભોપાલ શહેરના રાજાભોજ એરપોર્ટ પર સાંજે ૬ વાગ્યાના સુમારે એક યુવક દીવાલ કૂદીને એરપોર્ટના અતિ સંવેદનશીલ વિસ્તાર એવા રન વેમાં ઘૂસી ગયો હતો.

તે સમયે રન વે પર ટેકઓફ માટે સજ્જ એવી સ્પાઇસ જેટની ફ્લાઇટ એસજી ૩૭૨૧ની આગળ જઈને સૂઈ ગયો. ફ્લાઇટ ગ્રાઉન્ડ પર હતી ત્યારે જ પાઈલોટને આ યુવક દેખાઈ ગયો હતો. તે સમયે આ યુવાનના હાથમાં પાણીની બોટલ અને પથ્થર પણ હતા. આ યુવકને રન વે પર જોઈને પાઈલોટ ખૂબ નવાઈ પામ્યા હતા.

image source

સમયસર આ યુવકને જોતાં પાઈલોટે ઇમરજન્સી બ્રેક મારીને યુવકને ફ્લાઇટના પંખામાં આવતા બચાવી લીધો અને એક મોટી દુર્ઘટના ટાળી શકાઈ. તેમજ પેસેન્જર્સની સુરક્ષાનું ધ્યાન રાખતા પાઈલોટે વિમાનને ટેકઑફ કરવાને બદલે ટેક્સી વે બાજુ વાળી દીધું અને ફરીથી બોર્ડિંગ કાર્ડ્સ રજૂ કરીને રાત્રે ૭:૪૫ વાગે ફરીથી ઉદયપુર માટે વિમાન ઉડાન ભરે છે.

આ બનાવ અંગે પાઈલોટે એર ટ્રાફિક કંટ્રોલરને સૂચના આપી દીધી ત્યારબાદ એરપોર્ટ તંત્ર સક્રિય થયું. આ બાતમી મળ્યા પછી સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યોરીટી ફોર્સ(સીઆઈએસએફ)ના જવાનોએ તેની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

image source

આગળની કાર્યવાહી દરમિયાન પૂછપરછમાં સામે આવ્યું કે આ યુવકનું નામ યોગેશ ત્રિપાઠી છે. આ યુવક માનસિક રીતે વિક્ષિપ્ત યુવક છે. યોગેશે હેલિકોપ્ટરના વ્હીલ બેઝને પણ નુકસાન પહોંચાડ્યું છે.

image source

સીઆઈએસએફના જણાવ્યા મુજબ યોગેશ ત્રિપાઠી નામનો આ યુવક બીસીએ ત્રીજા વર્ષનો ૨૧ વર્ષનો વિધ્યાર્થી છે. યોગેશે પ્રવેશ દરમિયાન સીઆઈએસએફ જવાનો જેવું જેકેટ પહેર્યું હોવાથી ગેટ પર ઉભેલ સુરક્ષાકર્મીઓએ તેને અંદર જવા દીધો હતો.

image source

સ્ટેટ હેંગર બહાર મધ્ય પ્રદેશ પોલીસની પણ એક ચેક પોસ્ટ છે, પરંતુ ત્યાં પણ યોગેશના જેકેટના કારણે સુરક્ષકર્મીઓ છેતરાઈ ગયા હતા. ત્યારબાદ યોગેશ સીઆઈએસએફ ચેકપોસ્ટ પર ગાર્ડને કાર્ડ બતાવીને ઘૂસણખોરી કરી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ