કપૂર ખાનદાનનો આ વિડીયો આવ્યો સામે જોરદાર, જોયો તમે?

કેટલાક દિવસો પહેલા જ કરીના કપૂરના કજિન અરમાન જૈનના મેરેજ થયા હતા. મેરેજના કેટલાક ફોટોસ અને વિડીયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયા હતા. આ મેરેજમાં એક લાંબા સમય ગાળા પછી આખું કપૂર ખાનદાન એકસાથે જોવા મળ્યું હતું. અરમાન જૈનની જાનમાં કરીના અને કરિશ્મા કપૂર ખૂબ ડાન્સ કરતાં જોવા મળ્યા હતા. મેરેજ પછી રિસેપ્શન પાર્ટી થઈ હતી. રિસેપ્શનના ૫ દિવસ પછી કપૂર ખાનદાનની આ પાર્ટીના ઈન્સાઈડ વિડીયો સામે આવી ગયા છે.

image source

વિડિયોમાં જોઈ શકાય છે કે પાર્ટીમાં કેટલાક સ્ટાર્સ જોવા મળ્યા છે, પરંતુ એક કપલ તરફ બધાની નજરો ટકી ગઈ. આ હતા કિયારા અડવાણી અને સિધ્ધાર્થ મલ્હોત્રા. કિયારા અને સિધ્ધાર્થ પોતાનામાં મસ્ત જોવા મળી રહ્યા છે અને એકબીજા સાથે ‘બોમ ડીગી’ ગીત પર ડાન્સ કરી રહ્યા છે.

ડાન્સ દરમિયાન જ બંને કઈક વાત કરતાં પણ જોવા મળી રહ્યા છે. જણાવીએ કે અરમાન જૈનના મેરેજ અનિસા મલ્હોત્રા સાથે થયા છે. કિયારા, અનિસાની કજિન છે. રિસેપ્શનમાં કિયારાએ પોતાની ફિલ્મ ‘ગુડ ન્યૂઝ’નું ગીત ‘સૌદા ખરા ખરા’ પર પર્ફોમન્સ પણ આપી હતી. કિયારા અને સિધ્ધાર્થએ સાથે જ રિસેપ્શનમાં એન્ટ્રી મારી હતી.

image source

લાંબા સમયથી ખબરો આવી રહી છે કે કિયારા અને સિધ્ધાર્થ એકબીજાને ડેટ કરી રહ્યા છે. બંનેને કેટલાક અવસરો પર સાથે જોવામાં આવ્યા છે. પાછલા દિવસોમાં ન્યુ યર પર પણ બંને સાથે હતા અને તેમને આફ્રિકન સફારીમાં સ્પોટ કરવામાં આવ્યા હતા. જો કે બંનેએ પોતાના સંબંધ પર આ બંને સ્ટાર્સ હવે ફિલ્મ ‘શેરશાહ’માં જોવા મળવાના છે.

image source

આ ફિલ્મમાં સિધ્ધાર્થ કારગિલ હીરો કેપ્ટન વિક્રમ બત્રાનો રોલ પ્લે કરશે. ત્યાં જ કિયારા તેમની ગર્લફ્રેન્ડ ડીમ્પલ છીમાના રોલમાં જોવા મળશે. આ બંનેની સાથે આ પહેલી ફિલ્મ રહેશે. આની પહેલા કિયારા ‘કબીર સિંહ’ અને ‘ગુડ ન્યૂઝ’ થી સુરખીઓમાં રહી ચૂકી છે. ત્યાંજ સિધ્ધાર્થની છેલ્લી ફિલ્મ ‘મરજાવા’ હતી જે કઈ ખાસ કમાલ બતાવી શકી નહિ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ