પહેલા જાણી લો તમને કેવા પ્રકારનો ડેન્ડ્રફ છે? અને પછી જાણો તેના ઉપાય વિષે પણ

શું તમે જાણો છો તમને કેવા પ્રકારનો ડેન્ડ્રફ છે ? જાણો તેના ઉપાય વિષે પણ

સામાન્ય રીતે ખોડો એટલે કે મૃત ચામડીના ધોળા કણો જે સામનાન્ય રીતે વાળમાં જોવા મળતા હોય તે છે. આ ઉપરાંત તમને તેની સાથે સાથે તમને ખોપરીમાં બળતરા તેમજ વારંવાર ખજવાળના લક્ષણો પણ જોવા મળે છે. ટુંકમાં આ એક કંટાળો ઉપજાવતી સ્થિતિ છે જેને તમે ખુબ જ સરળ રીતે ટ્રીટ કરી શકો છો.

ખોડો થવાના ઘણા બધા કારણો હોઈ શકે છે. તેમજ તેના વિવિધ પ્રકાર પણ હોય છે અને માટે તમે તમારા વાળમાંના ખોડાને દૂર કરવાનો ઉપાય અજમાવો તે પહેલાં તમારા માટે એ જાણવુ જરૂરી છે કે તમે તેના પ્રકાર વિષે પણ જાણી લો. આ લેખમાં અમે તમને ખોડાના વિવિધ પ્રકારો તેમજ તેને કેવી રીતે દૂર કરવો તે વિષે જણાવીશું.

ખોડાના વિવિધ પ્રકારો આ પ્રમાણે હોઈ શકે છે

તૈલી ત્વચા – સંબંધીત ખોડો

image source

ક્યારેક તમારું શરીર જરૂર કરતાં વધારે કુદરતી તેલ ઉત્પન્ન કરવા લાગે છે જેને સીબમ કહેવાય છે. સીબમ જો સામાન્ય પ્રમાણમાં હોય તો તે તમારા વાળ માટે ઉત્તમ છે તેનાથી તમારા વાળ ભેજયુક્ત રહે છે અને તેનાથી તમારી ખોપરીની ત્વચા વધારે પડતી ડ્રાય પણ નથી થઈ જતી. તેમજ તેનાથી ઉંમર વધવાની કેટલીક નિશાનીઓ પણ ઘટે છે.

તેમ છતાં જ્યારે આ સીબમ વધારે પ્રમાણમાં ઉત્પન્ન થવા લાગે જે સામાન્ય રીતે તરુણાવસ્થા, ગર્ભાવસ્થા, માનસિક તાણ, અનિયમિત શેમ્પુ કરવા વિગેરેથી ઉદ્ભવે છે. જ્યારે આ વધારાનું તેલ ગંદકી સાથે તેમજ મૃત ત્વચા સાથે ભળે છે ત્યારે તેનાથી ખોડો ઉત્પન્ન થાય છે.

આ ખોડાના લક્ષણ તરીકે તમને ખોપરીની ત્વચા પર પીળા પેચીઝ જોવા મળે, પીળા મોટા આકારવાળો ડેન્ડ્રફ પણ જોવા મળે, તેમજ આ ઉપરાંત તમારા વાળ તમને વધારે પડતાં તૈલી લાગવા લાગે અને અવારનવાર ખજવાળ પણ આવ્યા કરે.

શુષ્ક ત્વચા – સંબંધીત ખોડો

image source

સામાન્ય રીતે ખોડો તેવા પ્રકારના લોકોને વધારે થાય છે જેમના વાળ નીચેની ચામડી એટલે કે ખોપરી રુક્ષ હોય એટલે કે ડ્રાય હોય. ખોપરી પરની ડ્રાય સ્કીન અત્યંત ઠંડા તાપમાનના કારણે હોઈ શકે છે જે સામાન્ય રીતે શિયાળામાં હોય છે આ ઉપરાંત આ સમસ્યા અનિયમિત શેમ્પુ કરવાના કારણે પણ ઉદ્ભવી શકે છે.

આ ઉપરાંત જે લોકોના વાળ વાંકડિયા હોય છે તેમના સામાન્ય વાળવાળા લોકો કરતાં ડેન્ડ્રફની અને ખાસ કરીને શુષ્ક ત્વચાની સમસ્યા વધારે રહે છે. આ ઉપરાંત સલ્ફેટ ધરાવતું શેમ્પુ કે જેનાથી વધારે ફીણ ઉત્પન્ન થાય છે તેને વાપરવાથી પણ તમારી ખોપરીની ત્વચા ડ્રાય થઈ જાય છે અને તેના કારણે પણ ખોડો થાય છે.

આ પ્રકારના ખોડાના લક્ષણોમાં તમારી ખોપરીની ત્વચા તમને સતત ખેંચાતી હોય તેવું લાગે છે, આ ઉપરાંત તમારા વાળમાં નાના, ગોળાકાર, ધોળા ડ્રાઇ ફ્લેક્સ એટલે કે ખોડાના કણો જોવા મળે છે.

સેબોરહેઇક ડર્મેટીટીસના કારણે થતો ખોડો

image source

સેબોરહેઇક ડર્મેટીટીસ એક એવા પ્રકારની ઇન્ફ્લેમેટરી સ્કીન કન્ડીશન છે જે તમારા શરીરના કોઈ પણ ભાગ પર થઈ શકે છે. તેમાં તમારી ખોપરી, તમારી ડોક, તમારા કાન પાછળનો ભાગ , તમારો ચહેરો, તમારી આઈબ્રોઝનો પણ સમાવેશ થાય છે. અભ્યાસ જણાવે છે કે સામાન્ય રીતે આ પ્રકારની સ્થિતિ એક પ્રકારના યિસ્ટ પ્રત્યેના ઇન્ફ્લેમેટરી રિએક્શનના કારણે ઉત્પન્ન થાય છે જે કુદરતી રીતે ત્વચાની સરફેસ પર મળી આવે છે. માનસિક તાણ તેમજ હોર્મોનલ પરિવર્તનના કારણે સેબોરેઇક ડર્મેટીટીસને વધી શકે છે.

આ પ્રકારના ડેન્ડ્રફના લક્ષણ તરીકે તમે મોટા, વ્હાઇટ અથવા તો પીળાશ પડતા ખોડાના કણને વાળમાં જોઈ શકો, તેમજ તમારી ખોપરીમાં તમે પોપડા વળે, તેમજ તેમાં તૈલીયતા વધે, લાલાશ વધે અને તમને તેનાથી ઇરિટેશન પણ થઈ શકે છે.

હેર પ્રોડક્ટના કારણે ઉદ્ભવતો ખોડો

image source

વધારે પડતી હેર સ્ટાઇલીંગ પ્રોડક્ટ જેમાં લીવ ઇન કન્ડીશ્નર્સ, જેલ, સીરમ, પોમેડ્સ, મોઉઝિસ અથવા તો હેર સ્પ્રેનો પણ સમાવેશ થાય છે. આવી પ્રોડક્ટ તમારા વાળની ત્વચા નીચે જગ્યા બનાવી લે છે. જેમાં ગંદકી તેમજ મૃત ત્વચાના કણો ભેગા થવાથી ડેન્ડ્રફ ઉત્પન્ન થાય છે. તેનાથી તમારા વાળ પણ ઉતરી શકે છે. આ પ્રકારના ડેન્ડ્રફના લક્ષણ તરીકે તમે ધોળા અથવા તો પીળા મોટા ખોડાના કણો તમારા વાળમાં જોઈ શકો છો, તેમજ તમને માથામાં અવારનવાર ખજવાળ પણ આવે છે અને માથાના વાળ પણ ખરવા લાગે છે.

સોરાયસીસના કારણે ઉત્પન્ન થતો ખોડો

image source

સોરાયસીસ ત્વચાની એક ગંભીર સ્થિતિ છે જેમાં તમારું રોગપ્રતિકારક તંત્ર સ્વસ્થ ત્વચાના કોષો પર હૂમલા કરવાનું શરૂ કરે છે. તેના કારણે જુની ત્વચાના પોપડા ખરી જાય તે પહેલાં જ નવી ત્વચાના કોષોનું ઉત્પાદન થવા લાગે છે. અને પરિણામે તમારી ત્વચા પર જાડું સિલ્વર કલરનું પડ બનવા લાગે છે, જે તમારી ખોપરી પર, ડોક પર, ગોઠણ પર, અને પીઠ પર પણ હોઈ શકે છે.

આ ખોડાના લક્ષણ તરીકે તમે સિલ્વર કલરના પોપડા વાળા પેચીસ, ત્વચાના જાડા મોટા ધોળા પોપડાને જોઈ શકો છો.

ફુગના કારણે થતો ખોડો

મેસાસેઝિયા ગ્લોબોસા ફંગસના કારણે તમારી ખોપરી પર જે ઇન્ફેક્શન થાય છે તેના પરિણામે તમને આ પ્રકારનો ફુગનો ખોડો થાય છે. ફૂગના કારણે ઉત્પન્ન થતો આ ખોડો ખુબ જ ઝડપથી ફેલાય છે જે તમારી ખોપરીને વધારે પડતી તૈલી બનાવે છે અને તેનું પીએચ સ્તર પણ અસંતુલિત કરે છે.

image source

આ એક ચેપી ખોડો છે જો બે વ્યક્તિ એક જ કાંસકો, રૂમાલ, ટોપી વિગેરે વાપરતા હોય તો તેનો ચેપ લાગી શકે છે. મેલાસેઝિયા ઓલેઇક એસિડ ઉત્પન્ન કરે છે જે સ્કિનસેલ્સના ટર્નઓવરને વધારે છે. તેના કારણે ખોડો ઉત્પન્ન થાય છે. તેના લક્ષણ તરીકે તમારા ખોડાના કણો ધોળા નહીં પણ પીળા આવે છે અને તમને માથામાં અવારનવાર ખજવાળ આવ્યા કરે છે.

ડેન્ડ્રફ કેટલાક લોકોને હળવો હોય છે તો કેટલાક લોકોને ભારે હોય છે કેટલીવાર આ સમસ્યા એટલી હદે વધી જાય છે કે તેનાથી વ્યક્તિ શરમમમાં મુકાઈ જાય છે. પણ તમારે આવી કોઈ જ શરમમાં મુકાવાની જરૂર નથી કારણ કે ખોડાને તમે સરળતાથી ટ્રીટ કરી શકો છો. તે પણ કુદરતી પ્રક્રિયાથી.

આ રીતે ડેન્ડ્રફને કરો દૂર

કૂદરતી રીતે આમ કરો ખોડાનો સફાયો

ઓલિવ ઓઇલઃ ઓલિવ ઓઇલથી તમારા વાળને 10-15 મિનિટ સુધી મસાજ કરો અને તેને આખી રાત તેમજ છોડી દો. બીજા દિવસે હળવા શેમ્પુથી તમારા વાળ સ્વચ્છ કરી લો.

image source

મેથીના દાણાઃ આગલી રાત્રે બે મોટી ચમચી મેથીના દાણા પલાળી રાખવા. બીજા દિવસે સવારે તેની પેસ્ટ તૈયાર કરી લેવી. હવે આ તૈયાર થયેલી પેસ્ટને તમારા કપાળ પર લગાવો અને તેને તેમજ 30 મિનિટ માટે છોડી દો. ત્યારબાદ અરિઠાના પાણીથી વાળ ધોઈ લો.

ટી ટ્રી ઓઇલઃ તમારા વાળમાં મસાજ કરવા પુરતું કોપરેલ તેલ લો તેમાં કેટલાક ટીપાં ટી ટ્રી ઓઇલના ઉમેરો. હવે તેને બરાબર મિક્સ કરી લો અને તેનાથી તમારા વાળ તેમજ તેની નીચેની ત્વચા પર બરાબર મસાજ કરો. હવે તેને તેમજ આખી રાત છોડી દો અને બીજા દિવસે કોઈ હર્બલ શેમ્પુથી વાળ ધોઈ લો.

image source

બેકિંગ સોડાઃ તેના માટે તમારે ત્રણ મોટી ચમચી બેકીંગ સોડા લેવો તેમાં ત્રણ મોટી ચમચી લીંબુનો રસ ઉમેરવો અને તેમાં એક વાટકો એપલ સિડર વિનેગર ઉમેરવું. આ ત્રણે સામગ્રીને મિક્સ કરી લેવી. હવે તેને તમારી ખોપરી પર તેમજ 10 મિનિટ માટે છોડી દો ત્યાર બાદ તેને પાણી વડે ધોઈ લો.

એપલ સિડર વિનેગરઃ બે કપ પાણીમાં બે કપ એપલ સિડર વિનેગર ઉમેરો તેને બરાબર મિક્સ કરી લો. તમારા વાળ શેમ્પુ કરી લીધા બાદ આ મિશ્રણને તમારા વાળ પર લગાવી લેવું અને તેનાથી વાળને થોડી મિનિટ સુધી મસાજ કરી લેવું. ત્યાર બાદ પાણીથી વાળ ધોઈ લેવા.

હેર પ્રોડક્ટ દ્વારા

– કેટોકોનાઝોલ

– સેલિસાઇલિક એસિડ

– સેલેનિયમ સલ્ફાઇડ

– કોલ ટાર

– ઝિંક પાયરીથિયોન

– વધારે પડતી સ્ટાઇલિંગ પ્રોડક્ટથી તમારા વાળને બને ત્યાં સુધી દૂર રાખો.

– આ ઉપરાંત તમારે તમારા ડાયેટમાં કેટલાક અત્યંત જરૂરી પોષકત્ત્વો પણ ઉમેરવા જોઈએ જેમાં ઝિંક, બી વિટામિન્સ અને ફેટ્સનો સમાવેશ થાય છે.

image source

– તમારા વાળને સલ્ફેટ ફ્રી શેમ્પુથી નિયમિત રીતે ધોવાનું રાખો.

– તમારે કોઈ પણ જાતની કેમિકલ ટ્રીટમેન્ટ જેમ કે પર્મ્સ, હેર કલર અને રિલેક્સિંગ કરાવવાનું ટાળવું જોઈએ.

ડેન્ડ્રફ માટે જાણવા જેવી બાબતો

– તમારે તમારા વાળ બને ત્યાં સુધી ગરમ પાણીથી ન ધોવા. તે તમારી ખોપરીને ડ્રાય કરી મુકે છે અને તેના કારણે ખોડો થાય છે.

– જો તમારા વાળની નીચેની ત્વચા એટલે કે ખોપરીની ત્વચા વધારે પડતી શુષ્ક હોય તો તમારે રોજ શેમ્પુ કરવાનું ટાળવું જોઈએ. તેની જગ્યાએ તમે દર ત્રણ કે બે દિવસે શેમ્પુ કરી શકો છો. પણ શેમ્પુ કરતા પહેલાં કોપરેલ તેલનું હળવું મસાજ કરવું યોગ્ય રહેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ