આ બે બેન્કોમાં છે તમારું ખાતુ? તો ક્લિક કરો જલદી આ સ્ટોરી

1 એપ્રિલથી બદલાવા જઈ રહ્યા છે આ જાણીતી બેંકોના નામ, જાણો તેની તમારા ખાતા પર શું થશે અસર

image source

છેલ્લા છ મહિનાથી બેંકોના નિયમો તેમજ તેના નામ તેમજ તેના સમયને લઈને ઘણા બધા ફેરફારો જોવા મળ્યા છે. મળેલા અહેવાલ પ્રમાણે બીજી બે જાણીતી બેંકોના નામ બદલાવા જઈ રહ્યા છે.

હાલ કેન્દ્ર પંજાબ નેશનલ બેંક, ઓરિયન્ટલ બેંક ઓફ કોમર્સ તેમજ યુનાઇટેડ બેંક ઓફ ઇન્ડિયાના વિલય બાદ એક નવા નામ પર વિચારણા કરી રહી છે અને ટૂંકમા જ તેનો નવો લોગો તેમજ નવું નામ જાહેર કરવામા આવશે. બેંકના અધિકૃત સ્રોત દ્વારા આ જણકારી મળવા પામી છે.

image source

દેશની સૌથી મોટી બેંક તરીકે એસબીઆઈ એટલે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાને ગણવામાં આવે છે ત્યાર બાદ આ બીજી વિશાળકાય બેંક હશે જેનું કુલ વેપાર કદ 18 લાક કરોડ રૂપિયાનું હશે. હાલ આ ત્રણે બેંકોનો વિલય થયો છે અને તેનું એક નવું નામ વિચારવામાં આવી રહ્યું છે. સરકાર ટુંક જ સમયમાં તેના નામની જાહેરાત કરશે.

image source

ગયા વર્ષે સરકારે પીએનબી અને બીજી બે બેંકોના વિલયનો નિર્ણય લીધો હતો. આ મર્જર બાદ પંજાબ નેશનલ બેંક દેશની સ્ટેટ બેંક બાદની બીજી સૌથી મોટી સરકારી બેંક બની જશે. વિલય બાદ 1 એપ્રિલ 2020ના રોજ નવી બેંકનું કામકાજ શરૂ કરવાં આવશે.

તેના નામ પણ કદાચ તે દરમિયાન જ જાહેર કરવામાં આવે તેવા અહેવાલ છે. નવી બેંકની ઓળખ ઉભી કરવામાં તેનો લોગો મહત્ત્વનો ભાગ ભજવશે માટે તેની ડીઝાઈનને પણ ખૂબ મહત્ત્વ આપવામા આવી રહ્યું છે. જે વિશે આ ત્રણ સાર્વજનીક બેંકોમાં ઉચ્ચ સ્તર પર વિચારણા ચાલી રહી છે.

image source

મળેલી માહિતી પ્રમાણે આ ત્રણે બેંકોની પ્રક્રિયાઓને માનકીકૃત બનાવવા તેમજ એકબીજા સાથેનો તાલમેલ બેસાડવા માટે 34 સમિતિઓ રચવામાં આવી હતી. આ સમિતિઓએ નિર્દેશક મંડળોને પોતાનો અહેવાલ ઘણા સમય પહેલાં જ પહોંચાડી દીધો છે.

આ ત્રણે બેંકોના વિલય બાદ બેંકનો કુલ સ્ટાફ 1 લાખનો થઈ જશે. પીએનબીએ સલાહકાર Ernst & Young નિયુક્ત કર્યા છે જે એકબીજી બેંક તેમજ તેના કામકાજ તેમજ કર્મચારીઓ સાથે માનક તેમજ તાલમેળ બેસાડવા પર નજર રાખશે.

image source

જેમાં હ્યુમન રિસોર્સ, સોફ્ટવેર, પ્રોડક્શન અને સેવાઓએથી જોડાયેલી બાબતોનો સમાવેશ થાય છે. મળેલી માહિતી પ્રમાણે ત્રણે બેંકના વિલય બાદ આ વિશાળકાય કદની બેંકના કુલ કર્મચારીઓની સંખ્યા એક લાખ કરતાં પણ વધારે થશે.

મર્જર બાદ એન્ટિટીને દરેક ઇલેક્ટ્રોનિક ક્લીયરિંગ સર્વિસ નિર્દેશો તેમજ પોસ્ટ ડેટેડ ચેકને ક્લીયર કરવાના રહેશે.

મર્જર બાદ ગ્રાહકો પર થઈ શકે છે આ અસર

image source

ગ્રાહકો માટે નવા આઈડી તેમજ અકાઉન્ટ નંબર ઉપલબ્ધ કરાવવામાં આવશે. ગ્રાહકોને જે નવા અકાઉન્ટ નંબર તેમજ આઈડી ઉપલબ્ધ કરાવવામાં આવશે તેની વિગતો ગ્રાહકોએ ઇન્કમ ટેક્સ વિભાગ, વીમા કંપનીઓ, મ્યુચ્યુઅલ ફંડ, નેશનલ પેન્શન સ્કીમ વિગેરેમાં અપડેટ કરાવવાના રહેશે.

જો આ બેંકના ખાતા હેઠળ તમારી કોઈ લોન ચાલી રહી હોય અથવા SIP હોય તો તમારે એક નવું ઇન્સ્ટ્રક્શન ફોર્મ ભરવાનું રહેશે.

image source

સ્વાભાવિક છે કે સંપૂર્ણ આઈડી તેમજ ખાતા નંબર બદલાવાના હોવાથી તમારી જૂની ચેક બુક તેમજ પાસ બુક, ક્રેડીટ કાર્ડ, ડેબિટ કાર્ડ નકામાં સાબિત થશે અને માટે બેંક તરફથી તમને તે બધું જ નવું આપવામા આવશે.

જોકે બેંકમાં તમારી ફિક્સ ડિપોઝીટ કે પછી રેકરિંગ ડિપોઝીટ હોય તો તમારે ગભરાવાની કોઈ જ જરૂર નથી કારણ કે તમારા વ્યાજમાં તેનાથી કોઈ જ ફરક નહી પડે.

image source

આ ઉપરાંત તમે જો બેંકમાંથી કોઈ લોન લીધી હોય જેમ કે વાહન, મકાન કે પછી પર્સનલ લોન તો તેના વ્યાજમાં પણ કોઈ જ ફેરફાર નહીં થાય.

ગ્રાહકોને તકલીફ એ થઈ શકે છે કે આ મર્જરની અસરથી કેટલીક શાખાઓ બંધ કરવામાં આવે અને માટે ગ્રાહકોએ બીજી શાખાએ જવું પડે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ