કોણ છે આ છોકરી જેની પર સાઉથ ઇન્ડિયાના લોકો છે ફિદા

જેના પર આખું દક્ષિણ ભારત ફિદા છે તેવી શાલીની ‘જયેશભાઈ જોરદાર’થી રણવીર સાથે બોલીવૂડમાં કરી રહી છે ડેબ્યુ

image source

જયેશભાઈ જોરદારથી બોલીવૂડમાં પ્રવેશનારી શાલીની પર શા માટે છે આખું દક્ષીણ ભારત ફીદા!

રણવીરની ભાવિ ફિલ્મનો ફર્સ્ટ લૂક લોન્ચ થઈ ગયો છે, ફિલ્મનું નામ છે ‘જયેશભાઈ જોરદાર’ ફિલ્મમાં રણવીર એક ગુજ્જુ યુવાનનું પાત્ર ભજવી રહ્યો છે.આ ફિલ્મ યશરાજ ફિલ્મના બેનર હેઠળ બની રહી છે.

તેના ડીરેક્ટર પણ ગુજરાતી દિવ્યાંગ ઠક્કર જ છે. આ તેમની પ્રથમ ફિલ્મ હશે. જેનો ફર્સ્ટ લૂક રણવીરે પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Ranveer Singh (@ranveersingh) on

જો કે પોસ્ટરમાં ક્યાંય ફિલ્મની હીરોઈનને જોઈ નથી શકતી. અને લોકો બસ પોતાની રીતે જ બધો અંદાજો લગાવી રહ્યા હતા પણ તમને જણાવી દઈએ કે ફિલ્મની હીરોઈન ફાઈનલ થઈ ગઈ છે. ફિલ્મમાં રણવીરની ઓપોઝિટ શાલિની પાંડે જોવા મળશે આ ફિલ્મ તેણીની પ્રથમ બોલીવૂડ ફિલ્મ છે.

હવે તમને એ પ્રશ્ન થશે કે આ શાલિનિ પાંડે કોણ છે તો તમને જણાવી દઈએ કે શાલિની પાંડે સાઉથની લોકપ્રિય અભિનેત્રી છે અને અરધુ દક્ષીણ ભારત તેની પાછળ પાગલ છે.

image source

તેણી સાઉથ ઇન્ડિયાની લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક છે જો કે તેણીએ હજુ કંઈ ખાસ ફિલ્મો નથી કરી.

પણ તમને જણાવી દઈએ કે સાઉથની સુપર ડુપર હીટ ફિલ્મ અર્જુન રેડ્ડી કે જેના પરથી બોલીવૂડમાં કબીર સિંહ નામની રિમેક બનાવવામાં આવી તેમાં પ્રિતિનું મુખ્ય પાત્ર ભજવનારી આ શાલિનિં જ છે.

image source

અર્જુન રેડ્ડીમાં વિજય દેવરકોંડાની સામે પ્રિતિનું કિરદાર શાલિની પાંડેએ ભજવ્યું હતું. આ તેની કારકીર્દીની પ્રથમ ફિલ્મ હતી. અને પોતાની પ્રથમ જ ફિલ્મથી તેણે સાઉથ ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાના નામનો ડંકો વગાડી દીધો છે. અને હવે રણવીર સાથે બોલીવૂડમાં ડેબ્યુ કરી રહી છે.

તમને જણાવી દઈએ કે શાલિની પાંડે મધ્યપ્રદેશના જબલપૂરની છે. તેણીએ ત્યાં જ થિયેટર આર્ટિસ્ટ તરીકે કામની શરૂઆત કરી હતી. તેણીને ખુબ જ નાની ઉંમરથી અભિનય સાથે લગાવ થઈ ગયો હતો.

image source

જો કે તેણીનું કુટુંબ તેની કારકીર્દીની આ પસંદગીથી થોડું નારાજ હતું. તેમને મનાવવા તેણી માટે ઘણા અઘરા હતા. કારણ કે તેના માતાપિતા એવું માનવા જ તૈયાર નહોતા કે એક્ટિંગમાં પણ કેરિયર બની શકે.

ત્યાર બાદ તેમની મંજૂરીથી તેણીએ થિયેટરમાં એક્ટિંગ કરવાનું શરૂ કર્યું અને તેણી અભિનયમાં ખોવાઈ ગઈ. તેણીએ આ સિવાય પણ ઘણી બધા ક્ષેત્રોમાં પોતાની કિસ્મત અજમાવી પણ થોડા સમય બાદ તેમાં તેણી બોર થઈ જતી હતી.

image source

ત્યાર બાદ તેને ખ્યાલ આવ્યો કે એક્ટિંગમાં જ તેણીને અલગ અલગ ભૂમિકાઓ ભજવવા મળશે અને તેમાં તે ક્યારેય બોર નહીં થાય. અને ત્યાર બાદ તેણીએ અભિનય ક્ષેત્રને કેરિયર તરીકે પસંદ કર્યું.

આશ્ચર્યની વાત એ છે કે શાલિનીએ ક્યારેય તેલુગૂ ભાષાનો ‘ત’ પણ નહોતો ઉચ્ચાર્યો અને તેણીએ પોતાની પ્રથમ ફિલ્મ ‘અર્જુન રેડ્ડી’માં જાતે જ ડબીંગ કર્યું હતું.

image source

કારણ કે તેણીએ નક્કી કરી લીધું હતું કે પોતાની પ્રથમ ફિલ્મમાં પોતાના પાત્રને તે પોતે જ અવાજ આપશે.

જો કે તેણીને પોતાની પ્રથમ ફિલ્મમાં મુખ્ય પાત્ર ભજવતાં પણ ઘણા પડકારનો સામનો કરવો પડ્યો ખાસ કરીને તેણીના પિતા નહોતા ઇચ્છતા કે તેણી અર્જુન રેડ્ડી ફિલ્મમાં કામ કરે.

તેણીએ આ પહેલાં માત્ર થિયેટરમાં જ કામ કર્યું હતું તેણીને ફિલ્મોનો કોઈ જ અનુભવ નહોતો અને તેલુગુ ફિલ્મની તો વાત જ શુ કરવી. તેણે ક્યારેય કોઈ તેલુગૂ ફિલ્મ પણ નહોતી જોઈ.

image source

તેણીના પિતાએ પણ તેણીને તેલુગૂ ફિલ્મ કરવાની ના પાડી દીધી હતી કારણ કે તેમના કુટુંબમાં કોઈને પણ સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રી વિષે કોઈ જ જાણકારી નહોતી.

પણ જ્યારે તેણીએ ફિલ્મની સ્ક્રીપ્ટ વાંચી તેનું નેરેશન સાંભળ્યું ત્યારે તેણીએ નક્કી કરી લીધું કે તેણી તે ફિલ્મ કરશે જ. જો કે તેણે આ ફિલ્મ ફિલ્મોમાં કામ કરવાના અનુભવ માટે કરી હતી. અને તેની પ્રથમ જ ફિલ્મ હીટ થઈ ગઈ.

ત્યાર બાદ શાલીનીએ 2018માં આવેલી કલ્ટ ક્લાસિક ‘મહાનતી’માં મહત્ત્વની ભુમિકા ભજવી.

image source

આ ફિલ્મ તમિલ અને તેલુગૂ ફિલ્મ અભિનેત્રી સાવિત્રીના જીવન પર બનેલી બાયોપીક હતી. આ એક સુંદર ફિલ્મ હતી અને તેની મુખ્ય અભિનેત્રી કીર્તિ સુરેશ કે જેણીએ સાવિત્રીનું પાત્ર ભજવ્યું હતું તેને નેશનલ અવોર્ડ પણ મળ્યો હતો.

આ ઉપરાંત પણ શાલિની કેટલીક બીજી સાઉથ ઇન્ડિયન ફિલ્મોમાં મહત્ત્વના પાત્રો ભજવી ચુકી છે.

તમને જણાવી દઈએ કે મનીશ શર્મા રણવીર અભિનિત ‘જયેશભાઈ જોરદાર’ના કો-પ્રોડ્યુસર છે.

image source

તેમણે જણાવ્યું હતું કે તેમને ન્યૂકમર શાલિની પાંડે પર સંપુર્ણ વિશ્વાસ છે કે તેણી પોતાના પાત્રને યોગ્ય ન્યાય આપશે. તેમજ તેમને પહેલેથી જ આ ફિલ્મ માટે કોઈ નવા ચહેરાની શોધ હતી.

અને શાલિનીએ આ ફિલ્મ માટે ખુબ જ સુંદર ઓડિશન આપ્યું હતું અને તેનું ઓડિશન જોતાં જ શાલિનીને રણવીરની ઓપોઝિટ લેવાનું નક્કી કરી લીધું હતું.

image source

હવે જોઈએ શાલિનીને પોતાની પ્રથમ બોલીવૂડ ફિલ્મ ‘જયેશભાઈ જોરદાર’ માં ‘અર્જુન રેડ્ડી’ જેવી જ સફળતા મળે છે કે નહીં.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ