અંતિમ સંસ્કારના ધુમાડાથી આકાશ ધૂંધળુ બન્યું, વાડજના સ્મશાનમાં લાગી લાંબી લાઇનો, મે મહિનાની આગાહી જાણીને ધ્રુજી ઉઠશો

સરકારની સબ સલામત હૈ ના બણગા વચ્ચે ગુજરાત રાજ્યની સ્થિતિ દિવસેને દિવસે બગડતી જઈ રહી છે. અમદાવાદ શહેર સહિત મહાનગરોમાં સરકારી કે પછી હોસ્પિટલ્સમાં જગ્યા છે નહી એટલું જ નહી, સ્મશાનો પણ હાઉસફૂલ થઈ ગયા છે. ત્યારે આજ રોજ અમદાવાદ શહેરમાં સ્મશાનમાં અંતિમ સંસ્કારની વિધિ કરવા માટે પણ લાંબી લાઈન લાગી ગઈ હોવાની જાણકારી મળી રહી છે.

image source

અમદાવાદ શહેરના વાડજ વિસ્તારમાં આવેલ દધીચિ બ્રિજની નજીક આવેલ એક સ્મશાનગૃહમાં એકસાથે ૯ શબવાહિનીઓ લાઈનમાં લાગી ગઈ છે. ઉપરાંત અન્ય ૯ મૃતદેહ પણ હજી પોતાના અંતિમ સંસ્કારની વિધિ માટે લાઈનમાં ઉભા રાખવામાં આવ્યા છે. દધીચિ બ્રીજ નજીક આવેલ સ્મશાનગૃહમાં કોરોના વાયરસની ગાઈડલાઈન મુજબ અંતિમ સંસ્કારની વિધિ કરવામાં આવે છે એટલા માટે અહિયાં અંતિમ સંસ્કાર માટે લાંબી લાઈન લાગી ગઈ છે.

image source

અમદાવાદ શહેરની પરિસ્થિતિ દિવસેને દિવસે ખરાબ થતી જઈ રહી છે. વહેલા સવારના સમયથી જ લોકો પોતાના સ્વજનના અંતિમ સંસ્કારની વિધિ કરવા માટે સ્મશાનગૃહની બહાર જ રાહ જોઈ રહ્યા હોય છે. અમદાવાદ શહેરના વાડજ વિસ્તારમાં આવેલ દધીચિ બ્રિજની નજીકમાં આવેલ સ્મશાનગૃહમાં આજ રોજ પરિસ્થિતિ ઘણી વિચિત્ર જોવા મળી રહી છે.

image source

હોસ્પિટલ્સમાં લાઈન લાગે તે વાત તો સમજમાં આવી શકે તેમ છે પણ જયારે સ્મશાનગૃહોમાં પણ એકસાથે એમ્બ્યુલન્સ કે પછી શબવાહિનીઓમાં લાવવામાં આવતા મૃતદેહોની પણ લાંબી લાઈન જોવા મળી રહી છે. અંદાજીત ૯ જેટલા મૃતદેહો હજી પણ અંતિમ સંસ્કાર માટે વેઈટિંગ કરતા લાઈનમાં જોવા મળે છે. આ પરથી આપ વિચારી શકો છો કે, અમદાવાદ શહેરની પરિસ્થિતિ કેટલી ગંભીર છે. કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓના અંતિમ સંસ્કાર વિધિ કોરોના વાયરસની ગાઈડલાઈન મુજબ કરવામાં આવે છે.

image source

અહિયાં ઉલ્લેખનીય છે કે, આ ઘટના ફક્ત અમદાવાદ શહેરમાં જ નથી જોવા મળતી, આવી જ ઘટના ગુજરાત રાજ્યના સુરત, રાજકોટ, વડોદરા જેવા શહેરોમાં રોજેરોજ જોવા મળે છે. ગુજરાત રાજ્યના નાગરિકો માટે સૌથી મોટી મુશ્કેલી એ છે કે, હોસ્પિટલ્સમાં બેડ ઉપલબ્ધ નથી અને સ્મશાનગૃહોમાં પણ જગ્યા નથી. ગુજરાત રાજ્યના ઈતિહાસમાં આવું દર્દ ભરેલ વાતાવરણ પહેલીવાર નિર્માણ થયું છે કે, જ્યાં શહેરોના સ્મશાનો પણ હાઉસફુલ થઈ ગયા છે. સરકારી આંકડાઓ મુજબ જેટલા નાગરિકોના મૃત્યુ દર્શાવવામાં આવ્યા છે તે તો ફક્ત એક કે બે ટકા જ છે, જયારે વાસ્તવિકતા ખુબ જ ગંભીર છે. શુક્રવારના રોજ શંકાસ્પદ કોરોના વાયરસ સંક્રમણના લીધે ફક્ત વડોદરામાં જ ૧૦૦ વ્યક્તિઓનો મૃત્યુ થઈ ગયા છે. ગુજરાત રાજ્યના અન્ય શહેરોમાં પણ આવી જ પરિસ્થિતિ જોવા મળે છે.

image source

ગુજરાત રાજ્યના આંકડાઓ મુજબ હાલમાં દૈનિક ૧૩ હજાર કરતા વધારે નવા કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓ સામે આવી રહ્યા છે. ત્યાં જ આખા રાજ્યની આરોગ્ય વ્યવસ્થા ખુબ જ કથળી ગઈ છે. એક્સપર્ટનું કહેવું છે કે, આવનાર મે મહિનામાં રોજના ૩૦ હજાર કરતા વધારે વ્યક્તિઓને કોરોના વાયરસનું સંક્રમણ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ આંકડો ખરેખરમાં ધ્રુજાવી દે તેવો છે. હાલમાં જ્યાં રોજના ૧૩ દર્દીઓને જ સાચવવામાં રાજ્યનું આરોગ્ય તંત્ર હાંફી ગયું છે ત્યારે રોજના ૩૦ હજાર દર્દીઓ સંક્રમિત થશે તે સમયે રાજ્યની સ્થિતિ શું થશે તે વાત વિચારીને જ ચિંતા વધી જાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!