રાહ જોયા વગર કરંટ લાગે ત્યારે જલદી જ કરો આ કામ, નહિં થાય વ્યક્તિનુ મૃત્યુ

કરંટ એટલે કે લાઇટનો ઝટકો કોઈને પણ લાગી શકે છે. આનો ભય ચોમાસાની ઋતુમાં વધુ હોય છે પણ કોઈ પણ ઋતુ કે ગમે ત્યારે આની ઝપેટમાં આવી જવાય છે. કુલર, એસી, ટીવી, ફ્રીજ અને લાઇટથી ચાલતા કોઈ પણ સાધનથી કરંટ લાગી શકે છે.

એટલે સૌથી પહેલા એ ધ્યાન રાખવાનું કે લાઇટથી ચાલતા કોઈ પણ સાધનોની સાર સંભાળ વ્યસ્થિત રાખવી જરૂરી છે જેથી કરીને કંરટના લાગે અને જાનહાનિ ટળી જાય.

image source

આમ, આની સાથે એ પણ જાણવું જરૂરી છે કે કરંટ લાગે ત્યારે વ્યક્તિને કેવી રીતે બચાવવું. જો કે જાણકારીના અભાવે ઘણી વાર માણસ મૃત્યુ પણ પામે છે અને ઘણી વાર તો એને બચાવવા જતી વ્યક્તિ પણ એનો ભોગ બની જાય છે.

તો આજે તમને જણાવીશું કે કરંટ લાગે ત્યારે આપણે શું કરવું જેથી કરીને કરંટ લાગેલી વ્યક્તિનો જીવ બચાવી શકાય અને બચાવનાર પણ સુરક્ષિત રહે. તો ચાલો હવે જાણીએ કરંટ લાગે તો શું કરવું

કરંટ લાગ્યા પછી શું કરવું જોઇયે?

image source

– કરંટ લાગ્યા પછી તરત જ ભીના ના હોય એવા (કોરા)ચંપલ પહેરો અથવા લાકડીની મદદથી લાઇટની સ્વિચ બંધ કરો જેથી કરીને તમારો સાથી કરંટ લાગવાથી બચી જાય.

સાથીને બચાવવા એને અડશો નહીં નહિંતર તમે પણ કરંટની ઝપેટમાં આવી જશો માટે લાકડીની મદદથી લાઇટ બંધ કરો.

– તમારા સાથીને લાઇટના સંપર્કથી દૂર કર્યા પછી એને સીધી પોઝિશનમાં ઊંઘાડો.

image source

આ પોઝિશનમાં વ્યક્તિને પડખું ફેરવીને એવી રીતે ઊંઘાડો કે એક હાથ માથાની નીચે અને બીજો હાથ આગળની તરફ સીધો હોય તેમજ એક પગ સીધો અને એક પગ વળેલો રહે. આ પોઝિશનમાં રાખવાથી વ્યક્તિને જલ્દી હોશ આવવા લાગશે.

– વ્યક્તિને ધાબળા કે ટુવાલથી ઢાંકશો નહીં

– હવે એ તપાસો કે વ્યક્તિના શ્વાસ બરાબર ચાલે છે કે નહીં

– જો વ્યક્તિના શ્વાસ ધીમા જણાય અને થોડુક બળ્યા હોય એવું લાગે તો એ ભાગને પાણીથી સાફ કરી દો.

image source

– જો લોહી વહે છે તો તરત જ એ ભાગ પર ચોખ્ખું કપડું બાંધી દો.

– જો વ્યક્તિ બેહોશ થઈ ગઇ હોય અને શ્વાસ લેવા જેવી કોઈ પણ પ્રતિક્રિયા ના આપે તો તરત જ સીપીઆર(કાર્ડિયો પુલ્મોનારી રિસસીતૈસન)આપો.

– થઈ શકે એટલી જલ્દી એ વ્યક્તિને મેડિકલ ટ્રીટમેન્ટ આપો.

image source

ધ્યાન રાખો આ વાતો

– અર્થિગની તપાસ દર છ મહિને કરાવતા રહો.

– બાથરૂમમાં કોઇ પણ ઇલેસ્ટ્રોનિક અપ્લાયન્સનો ઉપયોગ ન કરો.

image source

– ખરાબ સીઝન/વીજળી ચમકે ત્યારે ઇલેક્ટ્રોનિક અપ્લાયન્સિસ ઓન ન કરો.

– દિવાલોમાં ભેજ છે તો ત્યાં ના સ્વિચ બોર્ડમાં કરંટ આવી શકે છે, માટે અલર્ટ રહો.

– બે પિનના સોકેટને બદલે થ્રી પિન સોકેટ યૂઝ કરો. તેમાં અર્થિગ મળે છે, તો કરંટ લાગવાનો ડર રહેતો નથી.

– થ્રી પિન પ્લગ પણ ચેક કરો. ધ્યાન રાખો કે ત્રણેય તાર જોડાયેલા હોય અને કોઇ પણ પિન ખરાબ ન હોય.

image source

– વીજળીનું કોઇ પણ કામ કરતી વખતે રબરના ચંપલ પહેરો.

– જે ઇલેક્ટ્રોનિક એપ્લાયન્સના તાર ઘસાઇ ગયા હોય કે ખરાબ હોય તેને ઉપયોગ કર્યા પહેલા રિપેર કરી દો.

– કોઇપણ ઇલેક્ટ્રિક પ્રોબ્લેમ થાય તો પ્રોફેશનલ્સની મદદ લો. ઓછી જાણકારીમાં તમારી મુસીબત વધી શકે છે.

– ઘરના દરેક સોકેટ્સ કવર હોવા જોઇએ.

image source

– ઇલેક્ટ્રિક અપ્લાયન્સમાં લખેલા દિશા નિર્દેશોનું પાલન કરો.

– ઇલેક્ટ્રિક અપ્લાયન્સ નળની પાસે ન રાખો.

– જ્યાં કરંટ આવી રહ્યો છે ત્યાં ગ્લવ્સ પહેરીને તેને અનપ્લગ કરો, ખુલ્લા વાયરોથી દૂર રહો.

– જો તમારી સામે કોઈ વ્યક્તિને કરંટ લાગે અને તમે એને બચાવવા માટે આગળ વધો એની પહેલા તપાસ કરી લો કે આજુબાજુ પાણી કે કોઈ લોખંડની વસ્તુ તો નથી ને કારણકે આ બંનેમાંથી કરંટ બહુ જલ્દી થી પસાર થઈ જાય છે.

image source

જો કે દુઘર્ટના કોઈની પણ સાથે થઈ શકે છે પરંતુ આપણને એ દુઘર્ટનાથી સુરક્ષિત બચવાનો કોઈ રસ્તો ખબર હોય તો જીવ બચાવી શકાય એટલે જ આ બધી વાતોને ધ્યાનમાં રાખીને સીપીઆર આપવની સાચી રીત પણ શીખી લો,જેથી કરીને કોઈ જરૂરતમંદ વ્યક્તિનો જીવ બચાવી શકાય.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ