અંતે રહસ્ય સામે આવી જ ગયું, પીળી સાડી પહેરેલી દેખાવડી ચૂંટણી અધિકારીનું આ છે સત્ય !

જાણો કોણ છે પીળી સાડી પહેરેલી સુંદર પોલિંગ ઓફિસર? જેને શોધી રહી છે આખી દુનિયા, જુઓ ફોટો.

સોશિયલ મિડિયા પર પીળી સાડી પહેરેલી એક સુંદર સ્ત્રી પોલિંગ ઓફિસરનો ફોટો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ યુઝર્સ આ મહિલાનું નામ નલિની સિંહ જણાવી રહ્યા છે. સાથે જ ફેસબુક પર મહિલાનાં પ્રદેશનું નામ પણ શેયર કરી રહ્યા છે.

કોઈ આ મહિલાને જયપુર તો કોઈ મધ્યપ્રદેશની જણાવી રહ્યા છે. જ્યારે કે આ સત્ય નથી. ખરેખર આ મહિલાનું સાચુ નામ રીના દ્રિવેદી છે અને તે લખનઉનાં પીડબલ્યુડી વિભાગમાં કનિષ્ઠ સહાયકનાં પદ પર કાર્યરત છે.

આ મહિલાની ફોટો એક મજાકથી શેર કરવાની શરૂઆત થઇ હતી, ફેસબુક પર એક યુઝરે આ મહિલાના ફોટો શેર કરીને લખ્યું હતું કે આ એક એવું બુથ હશે જ્યાં ૧૧૦ ટકા મતદાન થયું હશે, આ પોસ્ટ પછી તો આખું સોશિયલ મીડિયા હિલોળે ચઢ્યું. અનેક વાર તેમની પોસ્ટ શેર થઇ અનેક લોકોએ અનેક વાતો બનાવી. આજે જાણો આ મહિલાની હકીકત.

મહિલાની તસ્વીરો લખનઉમાં લેવામાં આવી છે. તમને જણાવી દઈએ કે આ ફોટા ૫ મે ૨૦૧૯ એટલે કે ચૂંટણીનાં એક દિવસ પહેલાના છે. એ દિવસે રીના દ્રિવેદી લખનઉનાં નગરામમાં બૂથ નંબર ૧૭૩ પર હતી, તે ચૂંટણીની તૈયારીની વ્યવસ્થા જોવા પહોંચી હતી.

રીના જણાવે છે, ‘ હું તો મારી ફરજ બજાવી રહી હતી. અમારું નામ નોમિનેટ થયું હતું મતદાન કરાવવા માટે. અમે જ્યારે અમારી ટીમ સાથે ઈવીએમ સાથે પરત ફરી રહ્યા હતા, ત્યારે કોઈ પત્રકારે અમારો ફોટો લીધો. ખૂબ વાયરલ કરી દેવામાં આવ્યો છે તેને. હવે તો રસ્તામાં ચાલતા પણ લોકો મારા સાથે સેલ્ફી લઈ રહ્યા છે.


રીના જણાવે છે કે તેમના ફોટા સાથે અમુક સકારાત્મક તો અમુક નકારાત્મક વાતો ફેલાવાઈ રહી છે. રીના એ આ વાતની પણ પુષ્ટિ કરી છે કે તેમના મતદાન કેન્દ્ર પર ૭૦ ટકા મતદાન થયું. એટલે કે વાયરલ થઈ રહેલા ફોટા સાથે જે ૧૦૦ ટકા મતદાનની વાત કરવામાં આવી રહી છે, તે ખોટી છે.

સોશિયલ મિડીયા પર અમુક લોકો મહિલા પોલિંગ ઓફિસરની ડ્રેસિંગ સેન્સ અને સુંદરતાનાં વખાણ કરી રહ્યા છે. ઘણા લોકો એ એવુ પણ લખ્યું છે કે આમને કારણે વધારે સંખ્યામાં લોકો મત આપવા પહોંચ્યા.


જોકે, પીળી સાડી પહેરેલ મહિલા પોલિંગ ઓફિસર વિશે ચોક્કસ જાણકારી સામે નથી આવી, ફોટો વાયરલ થવા છતા મહિલા એ પોતાના વિશે કોઈ જાણકારી કોઈ સાર્વજનિક માધ્યમમાં નથી આપી.

જોકે, અમુક લોકો સોશિયલ મિડિયા પર લખી રહ્યા છે કે આમનું નામ નલિની સિંહ છે. પરંતુ તેની ખાતરી નથી કરી શકાતી. ત્યાં જ અમુક લોકો એ આ ફોટોને ઉત્તરપ્રદેશનો જણાવ્યો છે તો અમુક તેને મધ્યપ્રદેશનો જણાવી રહ્યા છે. કોઈ એ લખ્યું છે કે મહિલાનું નામ રીના દ્રિવેદી છે અને તે લખનઉનાં પીડબલ્યુડી વિભાગમાં ફરજ બજાવે છે. સંભવ છે કે આવનાર દિવસોમાં મહિલાની વાસ્તવિક ઓળખ સામે આવે. હાલમાં સોશિયલ મિડિયા પર મહિલાની ચર્ચા રોકાઈ નથી રહી.

અનિલ ગર્ગ દ્વારા આ મહિલાનો ફોટો સૌથી પહેલી વાર ફેસબુક પર શેર કરવામાં આવ્યો હતો. જેના પછી હમણાં અનિલભાઈએ આ પોસ્ટ પણ મૂકી હતી જેમાં તેઓ જણાવી રહ્યા છે કે આ મહિલા કોણ છે અને શું કાર્ય છે.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ