મલાઈ પૂરી – આજે પતિદેવ અને પરિવાર માટે બનાવો આ ટેસ્ટી અને યમ્મી રેસીપી…

મિત્રો, આજે હું આપની સાથે મલાઈ પૂરી બનાવવાની રેસિપી શેર કરવા જઈ રહી છું. જે આપણે નાસ્તા તરીકે ચા કે કોફી સાથે એન્જોય કરી શકીએ. ઓછા ઇન્ગ્રેડિયન્ટ્સની મદદથી ફટાફટ બનતી આ યુનિક રેસિપી છે. તો ચાલો બનાવીએ મલાઈ પૂરી

સામગ્રી :


* 1 કપ મેંદો

* 5 ટેબલ સ્પૂન દૂધ મલાઈ (ફ્રેશ)

* 1 ટેબલ સ્પૂન કસૂરી મેથી

* મીઠું સ્વાદ પ્રમાણે

* ચપટી મરી પાવડર

* તળવા માટે તેલ

રીત :


1) સૌ પ્રથમ મેંદાને એક મોટા વાસણમાં ચાળી લો. તેમાં મીઠું અને કસૂરી મેથી નાખી બરાબર મિક્સ કરી લો.


2) હવે તેમાં થોડી થોડી દૂધ મલાઈ મિક્સ કરીને કઠણ લોટ બાંધી લો. માત્ર મલાઈથી જ લોટ બાંધવાનો છે જેથી આપણી પૂરી નરમ અને ટેસ્ટી બને. આ લોટને બે-ત્રણ મિનિટ સુધી મસળીને સોફ્ટ કરી લો. ત્યારબાદ આ લોટને દસ થી પંદર મિનિટ કોટનના ભીના કપડાથી ઢાંકીને મૂકી રાખો જેથી લોટ સરસ સેટ થઇ જાય અને પૂરી સરસ સોફ્ટ બને.


3) દસ મિનિટ પછી લોટમાંથી નાનકડા લૂઆ બનાવો અને તેમાંથી હાથથી થપથપાવીને આંગળી અને અંગૂઠાની મદદથી નાનકડી પૂરીઓ તૈયાર કરો. આ પૂરીઓ બનાવવા માટે પાટલી-વેલણ યુઝ કરવાની જરૂર નથી.


4) બધી પૂરીઓ બનાવીને તેલમાં તળી લો. આપણે પૂરીનો લોટ બાંધવા પાણીનો બિલકુલ ઉપયોગ કર્યો નથી માટે પૂરી તળતી વખતે ખુબ જ કેરફૂલ રહેવું. સ્ટવની ફ્લેમ મીડીયમ રાખીને બંને સાઈડ ફેરવીને ગોલ્ડન બ્રાઉનિશ થાય ત્યાં સુધી ફ્રાઈ કરો.


5) ફ્રાઈ કર્યા પછી તેના પર મરી પાવડર સ્પ્રિંકલ કરો, મલાઈ પૂરી સાથે મરી પાવડરનું ખુબ જ સારું કોમ્બિનેશન છે. છતાં પણ આપણા ટેસ્ટ મુજબ મનપસંદ મસાલા સ્પ્રિંકલ કરી શકાય.


6) તો મિત્રો, તૈયાર છે મલાઈ પૂરી જેને ચા કે કોફી સાથે સર્વ કરો.

આપણે ઇન્ગ્રેડિયન્ટ્સ તરીકે મલાઈ લીધેલ છે જે આપણી પૂરીને રીચ ટેસ્ટ આપે છે, ખુબ જ ટેસ્ટફૂલ અને સોફ્ટ બને છે. નાસ્તા માટેનો યુનિક અને બેસ્ટ ઓપ્શન છે ” મલાઈ પૂરી ”

આપણા નાસ્તામાં વૈવિધ્ય લાવો, રસોડામાં જ હાજર એવા ઇન્ગ્રેડિયન્ટ્સની મદદથી ફટાફટ બનાવો પોચી પોચી મલાઈ પૂરી.

આ પૂરીને એર-ટાઈટ કન્ટેનરમાં ભરી પંદરેક દિવસ સુધી આરામથી ખાઈ શકાય છે.

રસોઈની રાણી : અલ્કા સોરઠીયા

આ રેસીપીનો વિડીયો જોવા અહીં ક્લિક કરો :