જાણો આંકડાના ફૂલના આધ્યાત્મિક-સ્વાસ્થ્ય સંબંધિત – વાસ્તુ સંબંધિત લાભો..

શિવલિંગ પર ચડાવો આંકડાના ફૂલ અને પૂરી કરો તમારી બધી જ ઇચ્છાઓ

તમે તમારા રોજિંદા જીવનમાં જોયું હશે કે ઘણી બધી જગ્યાઓએ રસ્તા પર, સોસાયટીના ખાલી મેદાન વિગેરે જગ્યાઓ પર આંકડાનો છોડ ઉગી નીકળેલો હશે. આંકડાનો છોડ ઘણા બધા પાંદડાં તેમજ ફૂલ ધરાવે છે. તેના પાંદડા વડલાના પાન જેવા હોય છે.

આંકડાને માત્ર આંકડાથી નહીં પણ મંદાર તેમજ અકૌઆ નામથી પણ ઓળખવામાં આવે છે. આંકડાના ફુલ સફેદ, ગુલાબી અને લીલો રંગ ધરાવે છે. તે દેખાવે ગુચ્છાદાર હોય છે. અન્ય બીજા છોડની જેમ આંકડાના છોડની ડાળીમાંથી પણ સફેદ પ્રવાહી નીકળે છે જેને આપણે દૂધ કહીએ છીએ જે જરા પણ લાભપ્રદ નથી હોતું તે એક જાતનું ઝેર હોય છે.

આ છોડને કોઈ પણ જાતની સંભાળની જરૂર નથી હોતી આગળ જણાવ્યું તેમ ગમે તે જમીન પર ઉગી નીકળે છે અને તે વધારે પાણીમાં નષ્ટ થઈ જાય છે.

આપણા ધાર્મિક ગ્રંથોમાં આંકડાના છોડને એક ખાસ મહત્ત્વ આપવામાં આવ્યું છે. કહેવામાં આવે છે કે આંકડાના ફૂલને શિવલિંગ પર ચડાવવામાં આવે તો તમારી દરેક ઈચ્છા પૂર્ણ થઈ જાય છે. જો તમારા ઘરના દરવાજા સામે જ આંકડાનો છોડ હોય તો તે શુભ કહેવાય છે.

કહેવાય છે કે આંકડાના મૂળિયામાં ગણપતિ દાદાની છવી સમયેલી હોય છે, જે ભાગ્યવાનને જ જોવા મળે છે અને તે જોવા મળવું તે એક ચમત્કાર છે. શંકરભગવાનની સાથે સાથે આંકડાના પુષ્પો હનુમાનજીને પણ ચડાવવામાં આવે છે કારણ કે તેમને આંકડાના ફુલ ખુબ જ પ્રિય છે.

જો તમારા ઘરના મુખ્ય દ્વારની સામે આંકડાનો છોડ હોય તો જ્યોતિષ શાશ્ત્રના કહેવા પ્રમાણે તમારા ઘરના કોઈ પણ સભ્ય પર નકારાત્મકતા હાવી થતી નથી. તે ઘરના સભ્યો પર કોઈ પણ જાતનો કાળો જાદુ કે તાંત્રિક વિદ્યા અસર કરતી નથી અને હંમેશા તેમના પર મા લક્ષ્મિની કૃપા રહે છે. તેમને તેમના દરેક કાર્યમાં યષ, ધન અને સફળતા મળે છે.

આયુર્વેદમાં આંકડાના છોડનો ઔષધીઓમાં સમાવેશ કરવામાં આવ્યો છે, પણ જો તેને સલાહ વગર જાતે જ ડોઢ ડાહપણ કરીને લેવામાં આવે તો તે જીવલેણ પણ સાબિત થઈ શકે છે.

માટે કોઈ નિષ્ણાતની સલાહ વગર તેનો ઉપયોગ કરવો જોઈએ નહીં. આંકડાના અમુક ચોક્કસ ઉપયેગથી માથાના દુખાવા તેમજ કાનની પિડામાં પણ રાહત મળે છે તેને સોજામાં રાહત મેળવવા માટે પણ ઉપયોગમાં લેવામાં આવે છે.

જો કે આંકડાના છોડ તેમજ તેના ફૂલ માટે લોકોમાં એવી ગેરસમજ પણ છે કે તે ઝેરીલો હોય છે અને માણસને શારીરિક નુકસાન પહોંચાડે છે. તેમાં કોઈ જ બે મત નથી કે આ છોડ વિષેલો છે.

આયુર્વેદમાં જણાવ્યા પ્રમાણે આંકડાનું સેવન તમારા પેટને નુકસાન પહોંચાડી શકે છે અને તમને પાંચનતંત્રનો રોગ થઈ શકે છે અને જો તે વધારે થાય તો માણસનું મૃત્યુ પણ થઈ શકે છે. પણ તેના કેટલાક ઔષધિય ગુણ પણ છે જેને લાયક વૈદની સલાહથી ઉપયોગમાં લઈ શકાય છે.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ