લાલ વસ્તુના ચડાવાથી હનુમાનજી પ્રસન્ન થાય છે..

હનુમાનજીને લાલ વસ્તુઓ અર્પણ કરવાથી તેઓ પ્રસન્ન થાય છે.

હનુમાનજીનો જન્મ મંગળવારના દિવસે થયો હતો તેવો શ્રીરામચરિત માનસમાં ઉલ્લેખ છે. માટે શનિવાર ઉપરાંત હનુમાનજીના દર્શન મંગળવારે પણ કરવામાં આવે છે અને ભક્તો નિયમિત હનુમાનજીના દર્શન કરવા મંગળવારે જતા હોય છે. ઘણા બધા લોકોની કુંડળીમાં મંગળ દોષ હોય છે તે માટે તેમણે પોતાના આ દોષનું નિરાકરણ લાવવા માટે મંગળ ગ્રહ તેમજ હનુમાનજીને પ્રસન્ન કરવા પડે છે.

કહેવાય છે કે મંગળવારે તમારે મંદિરે દર્શન કરવા જતી વખતે પણ લાલ કપડાં પહેરવા જોઈએ. તેવી જ રીતે મંગળવારે જો ભગવાન હનુમાનને નીચે જણાવેલી લાલ વસ્તુઓમાંથી કોઈ એકનો ચડાવો કરવામાં આવે તો ભગવાન પ્રસન્ન થાય છે અને મન માગ્યુ ફળ આપે છે.

લાલ નાડાછડી

હનુમાનજીના મંદિરે જઈ તેમને લાલ નાડાછડી ચડાવવી ત્યાર બાદ હનુમાન ચાલીસાનું પઠન કરવું. પુજા કરવી અને ત્યાર બાદ ચડાવેલો દોરો પોતાના જમણા કાંડામાં બાંધી લેવો.

લાલ ફુલ

હનુમાનજીને લાલ ફુલ જેમ કે જાસુદ-ગુલાબ વિગેરે અર્પણ કરવાથી હનુમાનજી પ્રસન્ન થાય છે.

લાલ ગુલાબ:

મંગળ ગૃહની પુજા શિવલિંગ રૂપે કરવામાં આવતી હોવાથી તેના પર લાલ ગુલાબ ચડાવવાથી મંગળ ગૃહનો દોષ દૂર થાય છે.

લાલ ચંદનઃ

હનુમાનજીને લાલ ચંદન અર્પણ કરવાથી ધન લાભ થાય છે.

લાલ વસ્ત્રઃ

હનુમાનજીને લાલ વસ્ત્ર ચડાવવાથી પણ લાભ થાય છે.

મસૂરની દાળઃ

હનુમાનજીને મસૂરની દાળ અર્પણ કર્યા બાદ તમે તેને કોઈ ગરીબને દાન કરી શકો છો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ