ભારતમાં 10માંથી 5 સ્ત્રી અને 4 પુરુષને થઈ ગઈ આ ગંભીર બિમારી, જો તમારે બચવું હોય તો ફટાફટ જાણી લો માહિતી

યુરિન ઈન્ફેક્શન એ શબ્દ આપણે ઘણા સમયથી જ સાંભળતા આવીએ છીએ પણ તેને સીરિયસ કેમ નથી લેતા એના પર પ્રશ્નો થઈ રહ્યા છે. કારણ કે હવે યુરિન ઈન્ફેક્શનને લગતા જે આંકડા સામે આવ્યા છે એ કંઈક ખરેખર ચોંકાવનારા છે. માટે જો તમને પણ યુરિન ઈન્ફેક્શન છે તો સાવધાન થઈ જવાની ખાસ જરૂર છે. હા એવું પણ બની શકે કે તમને યુરિન ઈન્ફેક્શન વિશે ખબર પણ ન હોય, પરંતુ હા એટલી વાત પાક્કી છે કે ઈન્ફેક્શન ઘણું જોખમી છે. તો આવો વિગતે વાત કરીએ કે આખરે લોકોને શા માટે ચેતવવામાં આવી રહ્યા છે.

image source

બન્યું એવું કે હાલમાં ઈન્ડિયન હેલ્થ જર્નલે તેને લઈને એક સ્ટડી કરી હતી અને એમાં જાણવા મળ્યું કે, દુનિયામાં યુરિન ટ્રેક્ટ ઈન્ફેક્શન (UTI)ના 15 કરોડ કેસ દર વર્ષે સામે આવી રહ્યા છે. હવે તમે વિચારો કે 15 કરોડનો આંકડો દર વર્ષે એટલે એને કંઈ ઈગ્નોર કરી શકાય નહીં. જો વધારે આંકડા સાથે વાત કરીએ તો દુનિયામાં આ ઈન્ફેક્શનના કારણે લોકોને 45 હજાર કરોડ રૂપિયાનો આર્થિક બોજનો સામનો કરવો પડી રહ્યો છે. એવું પણ કહેવાય છે કે વિશ્વની વસ્તીના લગભગ 40 ટકા મહિલાઓ અને 12 ટકા પુરુષો તેમના જીવનમાં ઓછામાં ઓછા એક વખત આ ઈન્ફેક્શનનો ભોગ બની રહ્યા છે.

એ જ રીતે જો વાત કરીએ ભારતની તો 10માંથી 5 મહિલાઓ અને 3 પુરુષ યુરિન ઈન્ફેક્શનનો ભોગ છે જે ખરેખર દુખની વાત છે અને હવે તેને ગંભીરતાથી લેવાની જરૂર પણ છે. તો આવો જાણીએ કે આ ઈન્ફેક્શનમાં શું થાય છે. તો આ રોગથી યુરિન પાથ સહિત યુરિન સિસ્ટમના ઘણા ભાગ ડેમેજ થઈ જાય છે.

image source

આ વિશે વાત કરતાં લખનઉમાં કાર્ડિયોલોજિસ્ટ ડૉક્ટર શિખા પાંડેના જણાવ્યા પ્રમાણે વાત કરીએ તો યુરિન ઈન્ફેક્શન હકીકતમાં યુરિન સિસ્ટમમાં થતું એક પ્રકારનું સંક્રમણ જ છે. તેમાં યુરિન પાથ સહિત યુરિન સિસ્ટમના ઘણા ભાગ ડેમેજ થઈ જાય છે.

શા માટે આ વસ્તુ થાય છે એના વિશે પણ ડોક્ટર જણાવે છે કે અનિયમિત દિનચર્યા, ખાણીપીણીમાં બેદકારી વગેરે કારણો પણ હોઈ શકે છે. જે પણ માણસ યુરિન ઈન્ફેક્શનથી પીડિત વ્યક્તિ હોય તેને યુરિન પાસ કરતા સમયે બળતરા થાય છે. જો યોગ્ય સમયે સારવાર કરવામાં ન આવે તો તે પ્રોસ્ટેટ કેન્સર જેવી ગંભીર બીમારીનું કારણ પણ બની શકે છે એટલે તેને પહેલાથી જ ગંભીર રીતે લેવાની સલાહ આપવામાં આવે છે. જો સૌથી મોટા કારણ વિશે આપણે જોઈએ તો, ભોપાલમાં ડાયટીશિયન અને ફિટનેસ એક્સપર્ટ ડૉ. નિધિ પાંડેએ કહ્યું, ઇન્ફેક્ટેડ ભોજન અને વિટામિનની અછત યુરિન ઇન્ફેક્શનનું મુખ્ય કારણ બની શકે છે.

image source

ડોક્ટર આગળ વાત કરે છે કે, વિટામિન B જેવા ન્યૂટ્રિઅન્ટની અછતને લીધે ઈમ્યુનિટી વીક થઈ જાય છે. તેને લીધે શરીર ઇન્ફેક્શન ફેલાવતા બેક્ટેરિયા સામે લડી શકતું નથી અને તે યુરિન ઇન્ફેક્શનનું કારણ બને છે. ડૉ. શિખા અને ડૉ. નિધિએ કહ્યું કે, યુરિન ઇન્ફેક્શન થાય તો મોટાભાગના લોકો એન્ટિબાયોટિક્સ લે છે. સારું થઈ જતા એન્ટિબાયોટિક્સ લેવાનું બંધ કરી દે છે. મોટાભાગના લોકો પ્રોપર સારવારને ઇગ્નોર કરે છે.

વારંવાર એન્ટિબાયોટિક્સ લેવાથી બેક્ટેરિયા તેમાં સર્વાઈવ કરતા શીખે છે, સાથે જ ઈમ્યુનિટી નબળી થાય છે. તેના લીધે યુરિન ઇન્ફેક્શન વારંવાર થવા લાગે છે. જો તમારી બોડી સતત ડિહાઈડ્રેટ રહે છે, તો અર્થ એ છે કે તમે ઓછુ પાણી પી રહ્યા છો. અને જે પણ એક કારણ બનીને સામે આવી શકે છે.

image source

જો આપણે યુરિન ઈન્ફેક્શનના 5 લક્ષણો વિશે વાત કરીએ તો વારંવાર બાથરૂમ થવું એ યુરિન ઈન્ફેક્શન સૌથી મુખ્ય લક્ષણ છે, જેમાં વ્યક્તિને વારંવાર બાથરૂમ જવાની જરૂર પડે છે. સામાન્ય રીતે લોકો આ વાતને ગંભીરતાથી નથી લેતા. એ એવું વિચારે છે કે મોસમ પ્રમાણે આ વસ્તુ થાય અને પેશાબ લાગતી હશે.

પરંતુ આ બેદરકારીના કારણે સંક્રમણ વધી શકે છે અને ભવિષ્યમાં ખતરો પેદા કરી શકે છે. યુરિન પાસ કરતા સમયે બળતરા થવી એ બીજા કારણમાં આવે છે. આ ઈન્ફેક્શન બાદ યુરિન પાથમાં ઈજા થઈ જાય છે, જો કે આ ઈજા એકદમ નજીવી હોય છે પરંતુ તેના કારણે બળતરા થાય છે.

image source

જો આ ઈન્ફેક્શનના ત્રીજા કારણ વિશે ચર્ચા કરીએ તો યુરિનમાં લોહી પડવું. ઘણીવાર યુરિન ઇન્ફેક્શનને લીધે ઘણા લોકોને યુરિનમાં લોહી પડે છે. જ્યારે યુરિન પાથમાં ઘા મોટા થઈ જાય છે ત્યારે આવું થાય છે. યુરિન સિસ્ટમ વધારે ડેમેજ થવી પણ બ્લીડિંગનું એક કારણ છે.

પેટનાં નીચેના ભાગમાં દુખાવો થતો હોય તો પણ ઘણીવાર યુરિન સિસ્ટમ ડેમેજ થઈ ગઈ હોય અને જેના લીધે પેટના નીચેના ભાગમાં સતત દુખાવો થાય છે. આવા વ્યક્તિ તરત જ ડૉક્ટરનો સંપર્ક કરે એ જ એમના માટે હિતાવહ છે. મહિલાઓમાં પેલ્વિક દુખાવો પણ એક જવાબદાર કારણ છે. જો કોઈ મહિલાને પેલ્વિક દુખાવો થાય છે તો તેનું કારણ યુરિન ઇન્ફેક્શન હોય શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત