આ યુવકને છે જબરો શોખ, ઘરમાં રાખે છે સિંહ, એક મહિનાનો ૨ લાખ રૂપિયા ખર્ચ કરે છે સિંહ પાછળ…

પાકિસ્તાની યુવકને થયો જબરો શોખ !! સિંહનું બચ્ચું ખરીદીને ઘરમાં લાવ્યો અને પોતાના બાળકની જેમ તેને રાખે છે. બીલ્લી અને ડોગીની જેમ સિંહનું બચ્ચું પાળવાનો કર્યો છે અખતરો; ઘરમાં તેના માટે છે ખાસ રૂમ અને મહિના ૨ લાખ ખર્ચે છે તેની પાછળ…

પાકિસ્તાનના મુલ્તાન શહેરના રહેવાસી ઝુલ્કૈફ ચૌધરીએ આ એવું સાહસ કર્યું છે, તેણે પાલ્તુ જાનવરની રીતે સિંહના બચ્ચાંને ઘરમાં રાખ્યું છે. તે કહે છે કે જંગલી પ્રાણી બહુ જ ક્યુટ છે અને તે “ટેડી બેર જેવું છે.” જો કે આ સિંહનું 168 પાઉન્ડથી વધુ વજન છે અને તે ૧૭ કિલોના વજન જેટલું કાચું માસ દરરોજ સવારે બ્રેકફાસ્ટમાં ઝાપટી જાય છે.

સિંહના બચ્ચા માટે છે અલાયદો રૂમ –

ઝુલ્કૈફ ચૌધરીના જણાવ્યા મુજબ જ્યારે આ સિંહનું બચ્ચું તેના હાથમાં આવ્યું ત્યારે તે માત્ર ૨ જ મહિનાનું હતું. આજે તેને તેના ઘરમાં આવે ૪ મહિના થઈ ગયા છે. તે ૬ મહિનાનું થયું. તેના માટે ડબલ બેડ્નો હાઈક્લાસ રૂમ બનાવવામાં આવ્યો છે. જેમાં તેને ગરમી ન થાય તે માટે એ.સી. પણ રખાયું છે.

કોઈ જાતની સાંકળ કે બંધન નથી આ સિંહના બચ્ચાંને –

ઝુલ્કૈફનું કહેવું છે કે અમે તેને ઘરમાં જ્યાં ફરવું હોય ત્યાં બે રોકટોક ફરવા દઈએ છીએ. તેને સાંકળ બાંધીને રાખવામાં નથી આવ્યો. તેને ઝુલ્કૈફ પોતાના બાલકની જેમ જ વ્હાલ કરે છે અને પોતાના બે વર્ષના નાના બાળક સાથે પણ તેને રમવા દે છે. આપણને આ જાણીને ખરેખર નવાઈ લાગશે કે આપણે તો નાના ડોગીને પણ ગળામાં પટ્ટો પહેરાવીને ફેરવીએ છીએ અને નાના બાળક સાથે રમવા પણ નથી દેતાં. જ્યારે આ તો જંગલનું પ્રાણી છે!!

તેનું નામ છે ‘બબ્બર’

ઝુલ્કૈફે તેનું નામ રાખ્યું છે ‘બબ્બર’. તે માને છે કે તે એકદમ બબ્બર શેર જેવો તાકાવાન થશે. તેઓ બબ્બરને ગાડીમાં બેસાડીને ફરવા પણ લઈ જાય છે. તેમનું કહેવું છે તેઓ તેને પોતાના બાળકની જેમ પ્રેમ કરે છે અને તેને સાંકળમાં બાંધી નહીં રાખે. તેમને વિશ્વાસ છે કે તે ક્યારેય અમારી ઉપર એટેક નહીં કરે.

બબ્બરને ઘરમાં રાખવા પરિવારનો મત

તમને જાણીને નવાઈ લાગશે કે ઝુલ્કૈફે જણાવ્યા મુજબ જ્યારે એ પહેલીવાર બે મહિનાના લાયન કબને હાથમાં લઈને આવ્યા ત્યારે કોઈને પૂછ્યું પણ નહોતું. અને કોઈએ તેને ઘરમાં રાખવા બદલ વિરોધ પણ નહોતો કર્યો. આજે તેના પરિવારના સૌ કોઈ બબ્બરને મળવા દિવસમાં એકવાર તો તેની મુલાકાત જરૂર લે છે.


બબ્બર શેર જે રીતે જંગલમાં મુક્ત રીતે ફરતો હોય એજ રીતે કોઈના ઘરમાં પણ ફરી શકે એ આપણાં સૌ કોઈ માટે નવાઈની વાત છે. બની શકે કે તેના માલિકે તેને ખૂબ પ્રેમ અને કાળજી આપ્યાં હોય તો તે તેમને ક્યારે હાનિ નહીં પહોંચાડે. તેમ છતાં વન્ય પ્રાણીને આ રીતે પાલ્તુ પ્રાણીની જેમ ઘરમાં રાખવો કેટલી હદે યોગ્ય એ કહી ન શકાય. આપણને બીલાડી કે ક્યુટ પોમેરિયન પાળતાં પણ બીક લાગે હો…

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ