બીગ બીએ શેર કર્યો અત્યાર સુધીનો સૌથી બેસ્ટ વિડીયો, જેમાં પરિવાર કરે છે મસ્તી

શા માટે અમિતાભે પિતાને કહ્યું “80તો લપ્સી” જુઓ બચ્ચન પરિવારનો આ મસ્તી ભર્યો વિડિયો

image source

અમિતાભ બચ્ચન પોતાના પિતાને લઈને ખુબ જ સંવેદનશિલ છે. તેઓ અવારનવાર પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ્સ તેમજ બ્લોગ પર પોતાના પિતાની કવિતાઓ અથવા તો તેમની સાથે જોડાયેલા કેટલાક યાદગાર પ્રસંગોને પોતાના ફેન્સ સાથે શેર કરતાં રહે છે.

તાજેતરમાં અમિતાભ બચ્ચને ટ્વિટર પર એક વિડિયો શેર કરી છે જે તેમના ફેન્સને ખુબ પસંદ આવી રહી છે. અને અમિતાભને આ વિડિયો એટલો પસંદ છે કે તેમને તે વાંરવાર જોવો ગમે છે અને તે ક્ષણ વારંરવાર જીવી રહ્યા હોય તેવું તેમને લાગે છે.

આ વિડિયોમાં અમિતાભ બચ્ચન પોતાના પિતા સાથે તેમનો 80મોં જન્મ દિવસ ઉજવી રહ્યા છે અને તેમને પુછી રહ્યા છે કે તમે જ્યારે 60 વર્ષના હતા ત્યારે આપણે ઉત્સવ મનાવ્યો હતો, તે સમયે એક વાત કહેવામાં આવતી હતી, ‘જબ સાઠા તબ પાઠા’ હવે 80 વર્ષના થવા પર તમે શું કહેશો, ત્યારે હરિવંશ રાય બચ્ચન ધીમેથી બોલી ઉઠે છે, ‘લપ્સી’ અને આ સાંભળતાં જ આખો પરિવાર ખડખડાટ હસી પડે છે.

image source

અમિતાભ બચ્ચનના માતા, તેજી બચ્ચનને જ્યારે લપ્સીનો અર્થ નથી ખબર હોતી ત્યારે તેઓ પુછી ઉઠે છે કે ભઈ આ લપ્સી શું છે ત્યારે હરિવંશરાય બચ્ચન જણાવે છે, ‘તે તો યુ.પીવાળાને ખબર હોય.’ ત્યારે જ વિડિયોમાં પાછળથી અવાજ આવે છે કે, ‘તે એટલું મીઠું વ્યંજન છે જેને ચાટવા તેમજ ચાખવા ઇચ્છે છે.’ એટલે કે યુપીની એક મીઠાઈ.

ત્યાર બાદ અમિતાભ કહે છે, ‘જબ 80 તબ લપ્સી’ત્યાર બાદ ત્યાં હજાર બધા લોકો હરિવંશ રાય બચ્ચનને પુછે છે કે તો પછી 90 અને 100 વર્ષના થશો ત્યારે શું કહેશો. ત્યારે તેઓ જણાવે છે કે જ્યારે થઈશ ત્યારે કહીશ.

image source

આ વિડિયોને શેર કરતાં અમિતાભે ટ્વિટ કરતા લખ્યું છે, ‘વારંવાર ગમે અને જીવાય તેવી સુંદર ક્ષણો’

આ વિડિયોમાં અમિતાભ સાથે તેમના પિતા, તેમની માતા અને તેમની પત્ની જયા બચ્ચન પણ છે જો કે બીજી પણ એક વ્યક્તિ છે જેને ઓળખી નથી શકાઈ. પણ આ વિડિયોમાં તમે બચ્ચન પરિવારની હળવી મસ્તીભરી ક્ષણોને જોઈ શકો છો.

image source

અમિતાભ પોતાના વર્તમાનની સાથે સાથે પોતાના જૂના સમયની તસ્વીરો પણ અવારનવાર પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર શેર કરતા રહે છે. અમિતાભના આવનારા પ્રોજેક્ટની વાત કરીએ તો તેઓ હાલ આયાન મુખર્જી દીગ્દર્શીત, રનબીર-આલિયા અભિનિત ફિલ્મ બ્રહ્માસ્ત્રના શુટિંગમાં વ્યસ્ત છે.

image source

આ ઉપરાંત તેઓ ગુલાબો સિતાબો પણ કરી રહ્યા છે જેના શુટિંગ દરમિયાનની કેટલીક તસ્વીરો અવારનવાર વાયરલ થતી રહે છે અને ખાસ કરીને તેમના લૂકને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે.

આ ઉપરાંત બીજી એક ફિલ્મ છે ચેહરે ઔર ઝુંડ જે વિષે હજુ કોઈ જાણકારી મળી શકી નથી તે પણ કરી રહ્યા છે. આમ તેઓ એક આજના યુવાન સુપરસ્ટાર્સની જેમ જ ફિલ્મોમાં વ્યસ્ત છે.

image source

જો કે થોડા સમય પહેલાં તેમની નરમ તબિયતના કારણે તેઓ રિટાયર્ડ થવાના છે તેવી વાતો ઉડી હતી પણ ત્યાર બાદ તે વિષે કંઈ વધારે જાણકારી નહોતી મળી. એક ફેન તરીકે આપણે તો એટલું જ કહી શકીએ કે તેઓ હંમેશા સ્વસ્થ રહે અને સમગ્ર ભારતને એન્ટરટેન કરતા રહે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ