સોસાયટીમાં રમતા બાળકનુ થયુ કરુણ મોત, પૂરી ઘટના વાંચશો તો આંખમાંથી વહેવા લાગશે આસું

દક્ષિણ ગુજરાતના સુરત શહેરમાં આવેલ પુના વિસ્તારની શંકરનગર સોસાયટીમાં બનેલી આ ઘટના ભલભલાને હચમચાવી મૂકે તેવી છે.

image source

દરેક માતાપિતાની આંખો ઉઘાડતી આ ઘટના સામે આવી છે. સૂરત શહેરની પુના વિસ્તારની શંકરનગર સોસાયટીમાં એક દોઢ વર્ષનો બાળક ગાડી નીચે કચડાઈને મરી ગયો છે.

કાર ચાલક કારને રિવર્સ કરી રહ્યો હતો. તે સમયે ગાડી નીચે બાળક આવી જતા તે દોઢ વર્ષીય બાળકનું મૃત્યુ થયું છે.

image source

જ્યારે બાળકને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો ત્યારે હોસ્પિટલના તબીબોએ આ દોઢ વર્ષીય બાળકને મૃત જાહેર કરાયો હતો.

સુરત પોલીસે આ મામલે ગુનો નોંધીને કાર ચાલકની ધરપકડ કરી હતી.

image source

સુરતના પુના વિસ્તારની શંકરનગર સોસાયટીમાં બનેલી આ ઘટના ભલભલા વ્યક્તિને વિચારતા કરી દે તેવી તો છે જ પણ કાર ચાલકો માટે પણ કેવી બાબતોનું ધ્યાન રાખવુ ખૂબ જરૂરી છે. શંકરનગર સોસાયટી રહેતા કનકભાઈ કાનાણી જેઓ એક રત્ન કલાકાર તરીકે પોતાનું ને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે.

image source

ગઈકાલે શંકરનગર સોસાયટીમાં તેમનો પુત્ર આર્યન રમી રહ્યો હતો. તેવા સમયે મારુતિ વાન લઈને એક વ્યક્તિ સાબુ વેચવા સોસાયટીમાં આવે છે.

આ વ્યક્તિનું કામ પૂરું થતા તે મારુતિ વાનને રિવર્સ કરે છે તે સમયે કનકભાઈ કાનાણીનો પુત્ર આર્યન અચાનક ગાડી નીચે આવી જતા આર્યનને તાત્કાલિક સુરતની સ્મીમેર હોસ્પિટલમાં લઈ જવાયો હતો.

image source

સ્મીમેર હોસ્પિટલમાં ફરજ પર હાજર ડોકટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. આર્યનના મૃત્યુના સમાચારને પગલે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

સુરત પોલીસને આ ઘટનાની જાણકારી મળતા જ ઘટના સ્થળે દોડી ગઈ હતી. તેમજ આ મામલે પોલીસે ગુનો દાખલ કરીને કાર ચાલકની ધરપકડ કરી હતી. ઉપરાંત કાર ચાલક સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !