લોકડાઉનમાં બહુ યાદ આવે છે અમિતાભને આ વાત, આ સાથે જ બીગ બીએ કોરોના વોરિયર્સને આપી સલામી

જલ્સાની બહાર યોજાતી રવિવારની બેઠક યાદ આવી રહી છે, અમિતાભ બચ્ચને આપી કોરોના વોરિયર્સને સલામી

બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચનએ બધાના પ્રિય અભિનેતા છે. તેમણે જે સ્થાન મેળવ્યું છે તે દરેકના બસની વાત નથી. તેઓ ફિલ્મ ઉદ્યોગમાં હાલમાં જે ઉંમરે સક્રિય છે તે ઉંમરે પહોંચતા પહોંચતા લોકો નિવૃત્ત થઈ જાય છે. આ અભિનેતાને ચાહકોની કમી નથી. તેમની ફેન ફોલોવિંગ એટલી જોરદાર અને મોટી છે કે, લોકો તેમની એક માત્ર ઝલક જોવા માટે તેમના ઘરની બહાર દૂર દૂરથી આવે છે.

image source

લાંબા સમયથી એક પરંપરા રહી છે કે દર રવિવારે લોકો અમિતાભ બચ્ચનને જોવા તેમના જલસા ખાતેના ઘરની બહાર ભેગા થાય છે, પરંતુ કોરોના વાયરસની મહામારીને કારણે લાગુ પડાયેલા લોકડાઉનને લીધે છેલ્લા કેટલાક દિવસોથી આવું બનતું નથી. આ દરમિયાન 11 રવિવાર એમ જ જતા રહ્યા. પરંતુ ન તો જલસાની બહાર ચાહકો ભેગા થયા કે ન તો બિગ બી બંગલાના પરિસરમાંથી બહાર આવ્યા. તેઓ ચાહકોને મળવા માટે ખૂબ જ ઉત્સુક છે. તેમણે આ અંગે ટ્વીટ કર્યું છે.

અમિતાભ બચ્ચને ટ્વીટર પર રવિવારની સવારના જલસાની બહારના કેટલાક ફોટા શેર કર્યા છે. જેમાં જલસાની બહાર કેટલાક સફાઈ કામદારો કામ કરતા જોવા મળી રહ્યા છે. અમિતાભ બચ્ચને આ તસવીરો શેર કરી કેપ્શનમાં લખ્યું છે કે, કોણ કહે છે કે રવિવારની શુભેચ્છકોની (Well Wisher) બેઠક જલસા ગેટ પર બંધ થઈ ગઈ છે.

આ જુઓ આ પોસ્ટમાં, અમિતાભ બચ્ચન ફક્ત તેના ચાહકોને જ યાદ નથી કરી રહ્યા, પણ લોકોની સેવામાં પોતાનો જીવ જોખમમાં મુકનાર કોરોના વોરિયર્સને પણ સલામ આપી રહ્યા છે. અમિતાભની આ પોસ્ટ પર ચાહકો પણ ઘણી કમેન્ટ્સ પણ કરી રહ્યા છે.

અમિતાભ બચ્ચન 15 માર્ચથી ચાહકોને મળ્યા નથી. તેમણે જાતે જ ટ્વિટર પર રવિવારના દર્શન રદ કરવાની જાહેરાત કરી હતી. 15 માર્ચે બિગ બીએ પોતાના ટ્વિટમાં લખ્યું હતું કે, “બધા શુભેચ્છકોને વિનંતી અને પ્રાર્થના છે કે આજે સાંજે જલસાના દ્વાર પર ન આવે. હું રવિવારની મિટિંગ માટે નથી આવી રહ્યો. સાવચેત રહો, સુરક્ષિત રહો. રવિવારના દર્શન જલસા પર રદ કર્યા છે, કૃપા કરીને અહીં ભેગા ન થાઓ. ”

image source

અમિતાભ તેના બ્લોગ અને સોશ્યલ મીડિયા પર દર અઠવાડિયે ફેન્સ મીટની તસવીરો શેર કરતા રહે છે. આ શ્રેણી 1982 માં શરૂ થઈ, જે 2019 સુધી કોઈ વિક્ષેપ વિના ચાલુ રહી. પરંતુ ગયા વર્ષે તેની માંદગી અને આ વર્ષે કોરોના ચેપના જોખમને લીધે, તેમાં વિક્ષેપિત થયો હતો.

image source

તેમજ, જો આપણે કોરોના વાયરસ વિશે વાત કરીએ, તો અમિતાભ આ વિશે ખૂબ સભાન લાગે છે. અગાઉ, તેમણે એક કવિતા શેર કરીને લોકોને કોરોના વાયરસથી જાગૃત કરવાનો પ્રયાસ કર્યો હતો. ખાસ વાત એ છે કે આ કવિતા ખુદ અમિતાભે લખી છે.

સોશિયલ મીડિયા પર ખૂબ સક્રિય એવા અમિતાભ બચ્ચન ચાહકો સાથે વાતચીત કરતા રહે છે અને સકારાત્મક વાતાવરણ માટે રમુજી પોસ્ટ્સ પણ શેર કરે છે. તાજેતરમાં જ અમિતાભે ઇન્સ્ટાગ્રામ પર માતા અને પુત્રના સુંદર બોન્ડિંગનો એક વીડિયો શેર કર્યો છે. આ વિડીયો ચાહકો દ્વારા પણ ખૂબ પસંદ કરવામાં આવી છે.

image source

બિગ બીના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો આ દિવસોમાં તેઓ તેમની નવી ફિલ્મ ગુલાબો સીતાબો વિશે ચર્ચામાં છે. આમાં તે આયુષ્માન ખુરના સાથે કામ કરતા જોવા મળશે. હાલમાં જ જાહેરાત કરવામાં આવી હતી કે આ ફિલ્મ થિયેટરોમાં નહીં પરંતુ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થશે. અમિતાભ બચ્ચન અને આયુષ્માન ખુરાનાએ સોશિયલ મીડિયા પર માહિતી આપી હતી કે આ ફિલ્મ 12 જૂને એમેઝોન પ્રાઇમ વીડિયો પર સ્ટ્રીમ થશે.

આ વર્ષે તેમની ઘણી ફિલ્મો રિલીઝ થવાની છે, જેમાં રૂમી જાફરીની ફિલ્મ ‘ચેહરે’, શુજિત સરકારની ‘ગુલાબો સીતાબો’, નાગરાજ મંજુલેની ‘ઝુંડ’ અને અયાન મુખર્જીની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ સામેલ છે. થોડા દિવસો પહેલા બિગ બીની આગામી ફિલ્મ ઝુંડનું ટ્રેલર રિલીઝ થયું હતું, જેમાં તે કોચની ભૂમિકામાં જોવા મળ્યા હતા.

Source: Dailyhunt

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ