“જાણો કેવી રીતે માત્ર અડધો કલાકમાં રેસ્ટોરન્ટમાં હાજર 10 વ્યક્તિ થયા કોરોના વાયરસથી સંક્રમીત, જોઇ લો વિડીયોમાં કેટલી ઝડપે ફેલાય છે કોવીડ-19 “

જાણો કેવી રીતે માત્ર અરધા કલાકમાં રેસ્ટોરન્ટમાં હાજર 10 વ્યક્તિ થયા કોરોના વાયરસથી સંક્રમીત – આટલી ઝડપે ફેલાય છે કોવીડ-19

લગભગ છ મહિના પહેલાં ચિનના વુહાનમાં કોરોના વાયરસે પ્રથમવાર દેખા દીધી હતી. તેની ઉત્પત્તી પાછળ ઘણી બધી અટકળો લગાડવામાં આવી રહી છે પણ હજુ સુધી તેની સ્પષ્ટ હકીકતો કોઈ જ મેળવી શક્યુ નથી. આજની તારીખમાં સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસથી સંક્રમીત લાખો દર્દીઓ છે. તો હજારો લોકો તેનાથી મૃત્યુ પણ પામ્યા છે. અને તેને ફેલાતો અટકાવવા માટે સમગ્ર વિશ્વના મોટા ભાગના લોકોએ લોકડાઉનનો ઉપાય અજમાવ્યો છે તેમ છતાં તેના ફેલાવામાં કોઈ જ ફરક પડી રહ્યો નથી. આપણે જાણીએ છીએ તેમ આપણા દેશમાં છેલ્લા ઓલમોસ્ટ બે મહિનાથી લોકડાઉન છે પણ કેસની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો જ જોવા મળી રહ્યો છે.

image source

કોરોના વિષે કહેવામાં આવ્યું છે કે તેનો મોર્ટાલીટી રેટ ઘણો ઓછો છે એટલે કે તે જેટલા લોકોને સંક્રમીત કરે છે તેની સરખામણીએ ઘણા ઓછા લોકોનોને તે મારે છે. પણ તે જીવલેણ એટલા માટે સાબિત થઈ રહ્યો છે કારણ કે તેનો ફેલાવો ખૂબ જ ઝડપથી થાય છે માટે જ તેનાથી આટલા ટુંકા ગાળામાં લાખો લોકો સંક્રમીત થયા છે. જો કે આ બાબતે જાપાનના કેટલાક વૈજ્ઞાનિકોએ એક ખાસ પ્રયોગ કર્યો છે જેની મદદથી કોવીડ 19 કેવી રીતે અને કેટલી વેગીલી રીતે તે ફેલાઈ રહ્યો છે તે જાણવા મળ્યું છે.

image source

લોકોને ખૂબ જ સરળ રીતે સમજાવવા માટે જાપાનના આ વૈજ્ઞાનિકોએ એક રેસ્ટોરન્ટનો વિડિયો તૈયાર કર્યો છે. આ વિડિયોમાં દર્શાવવામાં આવ્યું છે કે એક રેસ્ટોરન્ટમાં અગિયાર લોકો જમવા આવ્યા હતા. આ 11માંથી એક વ્યક્તિના હાથમાં અદ્રશ્ય રંગ લગાવામાં આવ્યો છે. આ રંગને થૂંકના કણ તરીકે અહીં દર્શાવવામાં આવ્યો છે. હવે તમે એ જોઈને નવાઈ પામશો કે કેવી રીતે માત્ર અડધા કલાકમાં જ રેસ્ટોરન્ટમાં હાજર દરેક વ્યક્તિ સુધી આ થુકના કણ પહોંચે છે. અને આ રીતે તમે જાણી શકો છો કે કેટલી ઝડપથી આ વાયરસ વધારેમાં વધારે લોકો સુધી પ્રસરી રહ્યો છે.

image source

આ પ્રયોગમાં વાયરસ કેવી રીતે ફેલાઈ રહ્યો છે તે તો જોઈ જ શકાય છે પણ સાથે સાથે તે પાછળના પરિબળો પણ દર્શાવવામાં આવ્યા છે. જેમ કે તમે સંક્રમીત વ્યક્તિ સાથે કેટલો સમય પસાર કર્યો, તમે કેટલી હદે તેના સંપર્કમાં આવ્યા. તેમજ સંક્રમિત વ્યક્તિના છીંકવાથી તેના ડ્રોપલેટ્સ તમારા સુધી પહોંચ્યા ?

તમને જણાવી દઈએ કે વાયરસ તમારા શરીરના અંદર પહોંચે તે માટે જરૂરી છે કે તે તમારી આંખો, નાક, મોઢામાં પહોંચે. નિષ્ણાતોનું એવું પણ કહેવું છે કે કોરોના ફેલાવા પાછળ ખાંસી તેમજ છીંક મુખ્ય રીતે જવાબદાર છે. આ ઉપરાંત સંક્રમીત વ્યક્તિના અત્યંત નજીકના સંપર્કમાં આવવું અને તેની સાથે વાતો કરવાથી તેમજ તેની સાથે જમવાથી પણ આ વાયરસથી સંક્રમિત થઈ શકાય છે.

સરકાર દ્વારા તેમજ WHO દ્વારા આપવામાં આવેલા સૂચન પ્રમાણે સોશિયલ ડિસ્ટન્સિંગ વખતે આપણે એકબીજાથી ત્રણ ફૂટથી વધારે અંતર રાખવાનું છે. આમ કરવાથી જ તમે તેના મોઢા તેમજ નાકમાં રહેલા વાયરસના સંપર્કથી બચી શકો છો. જો તમે કોઈ વ્યક્તિની એટલી નજીક હોવ કે જેના મોઢામાંથી તમને સ્મેલ આવી રહી હોય જેમ કે લસણ, ડુંગળી, કે પછી મોઢાની દુર્ગંધ, કે પછી તેણે કોઈ ચીંગમ ખાધી હોય તો તેની સ્મેલ તો તમારું તે વ્યક્તિ સાથેનું અંતર સલામત નથી તે જાણી લેવું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ