ચૌધરી પરિવારની ભૂમિનું યુરોપમાં આ બીમારીથી થયુ કરુણ મોત, માતા-પિતા આ કારણે ના જોઇ શક્યા છેલ્લે દીકરીનું મોંઢુ

પાલનપુરના પિતાની યુ.એસ.એમાં અભ્યાસ કરતી પુત્રીની છેલ્લી ઇચ્છા પુરી ન કરી શકતાં પિતાની અપાર વેદના

સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારીના કારણે હજારો લોકો મૃત્યુ પામ્યા છે તો લાખો લોકો આજે કોરોના વાયરસથી સંક્રમિત છે. વાયસનો ફેલાવો વધારે ન થાય તે હેતુથી વિશ્વના મોટા ભાગના દેશોમાં લોકડાઉન લાદવામાં આવ્યું છે જેના કારણે સંપૂર્ણ વ્યવહાર ઠપ્પ થઈ ગયા છે. લોકડાઉનની સારી, નરસી દરેક પ્રકારની અસર આ દરમિયાન જોવા મળી છે. એક બાજુ પૈસાની તંગીના કારણે પરપ્રાંતિય મજૂરોની હાલત કફોડી બની છે. લોકડાઉનના કારણે તેઓ પોતાના વતન પાછા નથી ફરી શકતાં. તો બીજી બાજુ વાયરસ અંકુશમાં નથી આવી રહ્યો અને લોકડાઉનને ના છૂટકે ઓર વધારે લંબાવવામાં આવી રહ્યું છે. જેની ઘણા બધા લોકોને માઠી અસર થઈ રહી છે પછી તે ભારતમાં રહેતાં લોકો હોય કે વિદેશમાં રહેતા ભારતીય કેમ ન હોય.

તાજેતરમાં એક દુઃખદ ઘટના ઘટી ગઈ. પાલનપુરના વાસણા (કાણોદરા) ગામના નરસિંહ ભાઈ ચૌધીની બે દીકરીઓ અમેરિકામાં મેડિકલનો અભ્યાસ કરી રહી હતી. આ બન્ને દિકરીઓ અમેરિકાના આર્મેનીયા કોલેજમાં અભ્યાસ કરી રહી હતી. મોટી દીકરી ભૂમિ ગ્રેજ્યુએશનના ચોથા વર્ષમાં હતી તો નાની દીકરી સિદ્ધિ બીજા વર્ષમાં અભ્યાસ કરી રહી હતી. પિતાએ ખૂબ હોંશે હોંશે દીકરીઓને ત્યાં ઉચ્ચ ભણતર માટે મોકલી હતી. આ દરમિયાન 20 દિવસ પહેલાં તેમની દીકરી ભૂમિ ચૌધરીને ન્યૂમોનિયાની અસર થતાં તેણીને ત્યાંની મેરીન હોસ્પિટલમાં દાખલ કરવામા આવી હતી.

image source

જો કે શરૂઆતમાં ભૂમિની તબિયત સુધારા પર હતી પરંતુ ધીમે ધીમે તેની તબિયત લથડવા લાગી અને તેની અસર તેના હૃદય, કીડની અને ફેંફસા પર થવા લાગી અને તબિયત સદંતર લથડી પડી હતી. દીકરીની આવી સ્થિતિ જાણીને કોઈ પણ માતાપિતાનું હૈયુ કાંપી ઉઠે અને તરત જ તેમને પોતાના હૃદયના ટુકડા પાસે પહોંચી જવાનું મન થાય. પણ લોકડાઉનના કારણે આવું થવું શક્ય નહોતું.

છેવટે ભૂમિના પિતાએ દીકરીને એરલીફ્ટ કરવા માટે પ્રાઇવેટ પ્લેનની પણ વ્યવસ્થા કરી કે જેથી કરીને તેમની નજર સામે દીકરીની સારસંભાળ થાય. લોકડાઉનના નિયમો કડક હોવાથી કેન્દ્ર પાસેથી મંજૂરી લેવી અત્યંત જરૂરી હતી. તેમણે મંજૂરી માટે રજૂઆત કરી પણ તેમાં તેમને ખૂબ સમય લાગી ગયો. છેવટે તેમને પ્રાઇવેટ પ્લેન માટેની મંજૂરી મળી પણ ગઈ અને પ્લેન મોકલવા માટે 15મી મેની તારીખ નક્કી કરવામાં આવી. પણ હજુ તો પ્લેન 15મી મેએ અહીંથી ઉપડે તે પહેલાં જ ભૂમિનું પ્રાણપંખેરું ઉડી ગયું. આ સમાચાર આવતાં જ આખાએ ચૌધરી કુટુંબ પર જાણે આભ ફાટી પડ્યું. નતો પરિવારજનોને અંતિમ દીવસોમાં દીકરી પાસે રહેવાનો અવસર મળ્યો કે ન તો તેના અંતિમ સંસ્કાર કરવાનો મોકો મળશે. પિતા નરસિંહભાઈના કહેવા પ્રમાણે ભૂમિની અંતિમ વિધિ પણ આર્મેનિયામાં જ કરવામાં આવનાર છે.

ભૂમિની નાની બહેન રિદ્ધિ આ દરમિયાન સતત તેની સાથે જ રહી હતી. તેણી અવારનવાર તેના આત્મવિશ્વાસને મજબુતબનાવતી રહેતી હતી. આ દરમિયાન તેમના કોઈ સાથીએ આ બન્ને બહેનોની લાગણીથી ભરેલી ક્ષણો કચકડે કેદ કરી લીધી હતી. જેમાં ભૂમિ બાયબાય કહી રહી હતી. જાણે તે દુનિયાને અલવિદા ન કરી રહી હોય ! કોઈ પણ વ્યક્તિ જ્યારે મરણ પથારીએ હોય ત્યારે તેની સતત એ જ જંઘના રહેતી હોય છે કે તેની આસપાસ ડોક્ટર તેમજ નર્સ નહીં પણ તેને અપાર સ્નેહ આપનારો તેનો પરિવાર હોય જેથી કરીને જીવનની અંતિમ ક્ષણો તે સુખેથી પસાર કરી શકે. પણ ભૂમિની આ અંતિમ ઇચ્છા પૂર્ણ ન થઈ શકી જેની વેદના તેના પિતાને હંમેશા રહેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ