આ એક વ્યક્તિ પાસે છે દુનિયાભરના શસ્ત્રોની વેરાયટી ! તેના બેડરૂમને પણ ભારે બંદૂકો વડે સજાવવામાં આવ્યો છે !

લોકોને ઘણા બધા શોખ હોય છે જેમાં કોઈ ચોક્કસ વસ્તુ કલેક્ટકરવાનો લોકોનો શોખ ખુબ જ સામાન્ય છે. પણ તમે કઈ વસ્તુ કલેક્ટ કરો છો તે તમને સામાન્યથી અસામાન્ય તરફ લઈ જઈ શકે છે. કેટલાક લોકોને દેશવિદેશની ચલણી નોટો ભેગી કરવાનો શોખ હોય છે તો વળી કેટલાકને જાત જાતની મહોરો કે પછી મૂર્તિઓ ભેગી કરવાનો શોખ હોય છે.

પણ અમેરિકામાં કલેક્શનના શોખને ખુબ જ ગંભીરતાથી લેવામા આવે છે અને ત્યાં તમને એકથી એકચડિયાતા કલેક્ટર મળી જશે. કોઈકને પહેલી બાર્બી ડોલથી માંડીને લેટેસ્ટ બાર્બી ડોલ ભેગી કરવાનો શોખ હોય છે તો વળી કોઈકને વિવિધ જાતની બોટલો ભેગી કરવાનો શોખ હોય છે. પણ આજે આપણે જે વ્યક્તિની વાત કરવા જઈ રહ્યા છીએ તેનો શોખ તો ભારે ડેન્જરસ છે.

તેને શોખ છે દુનિયાના દરેક પ્રકારના હથિયારો ભેગા કરવાનો. તેનું નામ છે મેલ બર્નસ્ટિન, તે હાલ યુએસએના કોલોરાડોમાં રહે છે. તે અમેરિકામાં હથિયારોનો બિઝનેસ કરે છે આ ઉપરાંત તે એક મિલિટરી મ્યુઝિયમ પણ ધરાવે છે. તેના આ મ્યુઝિયમમાં બીજા વિશ્વયુદ્ધથી માંડીને અત્યારના દિવસોના હથિયારો, વસ્ત્રો તેમજ ઇક્વિપમેન્ટનું વિશાળ કલેક્શન છે.


74 વર્ષિય મેલ બર્નસ્ટિને બે વર્ષ મિલેટરીમાં સર્વિસ પણે આપી છે. તેની પાસે એક મધ્યમકદની આર્મિને થઈ રહે તેટલા હથિયારો છે. તેની પાસે 200થી પણ વધારે મશીનગન, સેંકડો પ્રકારની બંદૂકો તેમજ 80 જેટલી બખ્તરબંધ ગાડીઓ છે આ ઉપરાંત અસંખ્ય ગ્રેનેડ લોન્ચર પણ ખરા.


તે પોતાના મ્યુઝિમ તેમજ પોતાના દુકાન તેમજ ઘરે કરોડો ડોલરના હથિયાર રાખે છે. તેને હથિયારનો એટલો શોખ છે કે તેના બેડરૂમની દિવાલો પણ વિવિધ બંદૂકોથી સજાવવામાં આવી છે. તેની પાસે બીજા વિશ્વ યુદ્ધમાં વપરાયેલ બંકર પણ છે. અમેરિકામાં અમેરિકન આર્મી તેમજ પોલિસ બાદ જો કોઈ વ્યક્તિ પાસે સૌથી વધારે હથિયાર હોય તો તે છે મેલ બર્નસ્ટિન.


તે 74 વર્ષનો હોવા છતાં પોતાના હથિયાર વેચવાના ધંધામાંથી ક્યારેય પણ રજા નથી લેતો. તેને લોકો ધી ડ્રેગન મેનના હુલામણા નામે પણ બોલાવે છે. તેને તેનુ આ નામ 1970માં આપવામાં આવ્યું હતું. બર્નસ્ટિનને મોટરબાઈકનો ખુબ શોખ છે.

તેણે પોતાની હાર્લી ડેવિડસન બાઈકને કસ્ટમાઈઝ કરાવીને કોઈ ડ્રેગન જેવો ઓપ આપ્યો છે. અને તે કોઈ જેવો તેવો ડ્રેગન નહીં પણ તેના મોઢામાંથી રીતસરની અગનજ્વાળાઓ પણ નીકળે છે. અને માટે જ તેમનું નામ ડ્રેગનમેન રાખવામાં આવ્યું હતું.


તમને જાણીને નવાઈ લાગશે કે બર્ન્સ્ટેઇનને હથિયારોનો એટલો શોખ છે કે તેણે તેના માટે 260 એકડ જમીન ફાળવી છે અને તેને નામ આપવામા આવ્યું છે ‘ડ્રેગન લેન્ડ’. અહીં આવેલા મિલેટરીના મ્યુઝિયમની મુલાકાત લેવા સેંકડો લોકો આવે છે. તેના આ મ્યુઝિયમમાં 6 શુટિંગ રેંજ, પેંઇટબોલ પાર્ક અને મોટરક્રોસ પાર્કની પણ વ્યવસ્થા છે. બર્ન્સ્ટેઇનને દુનિયાની બધી જ બંદૂકો તેમજ હથિયારો વિષે માહિતી છે.


અમેરિકાની હથિયારો માટેની મુક્ત નિતિના કારણે ત્યાં સામાન્ય લોકો પાસે પણ ઘણા હથિયારો હોય છે. એક અહેવાલ પ્રમાણે અમેરિકાની વસ્તીના માત્ર 3 ટકા લોકો પાસે 26.5 કરોડ હથિયાર છે. એટલે કે આ ત્રણ ટકા લોકોએ પ્રતિ વ્યક્તિ 17 હથિયારો છે. અમેરિકાની હથિયારને લઈને આ ઉદાર નીતીના કારણે કીશોરો પણ હથિયાર ચલાવતા થઈ ગયા છે અને ત્યાં અવારનવાર માસ શુટિંગની ઘટના ઘટે છે. જે એક મોટો ચિંતાનો વિશય છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ