એવું તે શું છે મોદીએ ધ્યાન કરેલી આ કેદારનાથની ગુફામાં કે ઓક્ટોબર સુધીની તારીખો બુક થઈ ગઈ !

કેદારનાથની આ ગુફામાં ધ્યાન કરવા માટે લોકોમાં થઈ રહી છે પડા પડી. ધડાધડ થઈ રહ્યું છે બુકીંગ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિષે જે લોકો થોડું ઘણું પણ જાણતા હશે તેમને ખ્યાલ હશે કે તે એક આધ્યાત્મિક વ્યક્તિ છે. અને તેમના ભુતકાળ પર હિમાલયનો ઘણો પ્રભાવ રહેલો છે. તેમણે ખુદે છેલ્લે જ્યારે કેદારનાથની મુલાકાત લીધી હતી ત્યારે જણાવ્યું હતું કે તેમનો આ જગ્યા સાથે જુનો સંબંધ છે. તેમણે ઘણાવર્ષો પહેલાં સંસાર છોડીને હિમાલય તરફ પ્રયાણ કર્યું હતું. તેમજ તેઓ યોગના પણ ભારે પ્રોત્સાહક છે.

2019ની લોકસભાની ચુટણી પુર્ણ થયા બાદ જ્યારે પ્રચારનું કામ પુર્ણ થયું તે વખતે તેઓ પરિણામ પહેલાં કેદારનાથના દર્શને ગયા હતા. જ્યાં તેમણે ત્યાં આવેલી એક ગુફામાં ધ્યાન કર્યું હતું. તે વખતે તેમની તસ્વીરો સોશિયલ મિડિયા તેમજ સામાન્ય મિડિયામાં ઘણી વાયરલ થઈ હતી અને લોકોનું આ ગુફા તરફ ધ્યાન ખેંચાયું હતું.

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ધ્યાન કરેલી આ ગુફાની ડીમાન્ડ એટલી વધી ગઈ છે કે તેમાં ધ્યાન કરવા માટે લોકોમાં રીતસરની પડાપડી થઈ રહી છે અને તેના ઓક્ટોબર સુધીના બુકીંગ્સ પણ ફુલ થઈ ગયા છે. અને હવે આ કોઈ સામાન્ય ગુફા નથી રહી પણ કેદારનાથનું એક મુખ્ય આકર્ષણ બની ગઈ છે.

તમને જણાવી દઈએ કે 2019ના મે મહિનાની 18માં તારીખે વડાપ્રધાન મોદીએ આ ગુફામાં રાત્રી રોકાણ કર્યું હતું અને ત્યાં આધ્યાત્મિક એકાંત ભોગવ્યું હતું. આ ગુફામાં 18મીની સાંજે મોદી પ્રવેશ્યા હતાં અને બીજા દિવસે એટલે કે 19મી મેના દીવસે સવારે 7 વાગે બહાર નીકળ્યા હતા. અને ત્યાર બાદ કેદેરનાથ ધામના દર્શન કર્યા હતા અને બદ્રીનાથમાં પુજા કરી હતી. મોદીની આ મુલાકાત બાદ ગુફાની મુલાકાત લેનારાઓની સંખ્યા વધી ગઈ છે છેલ્લા 65 દિવસમાં અહીં 46 શ્રદ્ધાળુઓ ધ્યાન લગાવી ચુક્યા છે. અને હાલ પણ તેનું બુકીંગ સતત ચાલુ જ છે.

એવું નથી કે આ ગુફામાં માત્ર લોકો જ ધ્યાન કરીને માનસિક શાંતિ મેળવી રહ્યા છે પણ વ્યવસ્થાપકોને તેનાથી તગડી આવક પણ થઈ રહી છે. મળેલા અહેવાલ પ્રમાણે ગુફા દ્વારા અત્યાર સુધીમાં 95 હજારની આવક થઈ છે. તમે પણ જો આ ગુફામાં ધ્યાન લગાવવા માગતા હોવ તો અમે તમને તેનો રેટ જણાવી દઈએ. જો તમે ત્યાં રાત્રી રોકાણ કરવા માગતા હોવ તો તમારે એક રાત્રીના 1500 રૂપિયા ચુકવવાના રહેશે અને જો તમે ત્યાં એક દિવસ પસાર કરવા માગતા હોવ તો તેના માટે તમારે 990 રૂપિયા ભાડું ચુકવવુ પડશે.

તમને આ ભાડા સાથે એક પથારી, વાઈફાઈ, ફોનની પણ સગવડ મળશે. આ ગુફા સમુદ્ર સપાટીએથી 12 હજાર ફુટની ઉંચાઈ પર આવેલી છે. આ ગુફામાં બેસીને સાધક સીધા જ ભગવાન કેદારનાથના મંદીરના દર્શન કરી શકે છે. તમને જણાવી દઈએ કે કેદારનાથમાં આ એક જ ગુફા નથી પણ તેવી અગણિત ગુફાઓ છે જ્યાં પૌરાણીક સમયમાં ઋષિઓ વર્ષો સુધી ધ્યાન લગાવીને બેસતા હતા.

આ ગુફાનું 2018માં આધુનીકરણ કરવામાં આવ્યું હતું. તેમાં ફોન વાઈફાઈ ઉપરાંત નાહવા માટે એક બાથરૂમ તેમજ ટોઈલેટ પણ ઉપલબ્ધ છે. જેથી કરીને અહીં આવનાર સાધકને રાત્રીરોકાણ માટે બધી જ સગવડો મળી રહે. હવે જો તમે કેદારનાથ જવાના હોવ તો અત્યારથી જ આ ગુફાનું બુકીંગ રાત્રી રોકાણ માટે કરી લો નહીંતર મોડું થઈ જશે અને તમે આ ગુફાનો લાહવો નહીં મેળવી શકો.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ