ખડખડાટ હંસવું પડ્યું ભારે ! ખડખડાટ હસતાં આ સ્ત્રીનું મોઢું ખુલ્લું જ રહી ગયું !

‘હસતાં માણસ સદા સુખી’ આવી એક કહેવત છે જેનો અર્થ થાય છે જે વ્યક્તિ હંમેશા હસતી રહે છે તે હંમેશા ખુશ રહે છે પણ અહીં હસવામાંથી ખસવાનું થઈ ગયું અને એવું ખસવાનું થઈ ગયું કે ડોક્ટરને બોલાવવાનો વારો આવ્યો. આપણને કોઈ પણ વ્યક્તિ હંમેશા હસતી જ વધારે ગમે છે પણ ઘણીવાર એવી વિચિત્ર ઘટના ઘટી જાય છે કે બીચારી હસનાર વ્યક્તિએ તે વિષે વિચાર્યું પણ નથી હોતું. ચીનની આ સ્ત્રીને પણ ખ્યાલ નહોતો કે તેણીના હસવા માત્રથી આટલી કફોડી હાલત થશે.

આ ઘટના ચીનના ગુઆંગડોંગ રાજ્યના ગુઆંગઝૂ સાઉથ રેલ્વે સ્ટેશન પર એક ટ્રેનમાં ઘટી હતી. ગત રવિવારે ટ્રેનની મુસાફરી દરમિયાન એક સ્ત્રી પોતાના મિત્રો સાથે મઝાક કરી રહી હતી અને હળવી પળો માણી રહી હતી અને કોઈક બાબત પર અચાનક ખડખડાટ હસી પડતાં બીચારીનું મોઢું ખુલ્લુ જ રહી ગયું.

તેના લાખ પ્રયાસ છતાં તે પોતાનું મોઢું બંધ નહોતી કરી શકતી. વાસ્તવમાં તે એટલું ઝોરથી હસી હતી કે તેનું ઝડબુ ઉખડી ગયું અને તે કોઈ વાતે બંધ નહોતું થતું. પણ તેના નસીબ પાવરધા હતા કે તે વખતે ટ્રેનમાં જ એક ડોક્ટર હાજર હતા જેમણે તાત્કાલીક જ તેની મદદ કરી. અને પરિસ્થિતિને વધારે બગડતાં રોકી લીધી.

મહિલા સાથે ઘટના ઘટતાં જ ટ્રેનમાં કોઈ ડોક્ટર હોય તો મદદની જરૂર છે તેવી જાહેરાત કરવામા આવી અને તરત જ ટ્રેનમાં મુસાફરી કરી રહેલા ડોકર્ટર લુઓ વેન્શેંગ ત્યાં પહોંચી ગયા. તેમને પહેલી નજરે દર્દીને જોતાં તો એવું લાગ્યું કે તેણીને એટેક આવ્યો હશે. તેમણે જોયું કે તે સ્ત્રી મોઢું બંધ કરવા કે પછી કશું જ બોલવા શક્તિમાન નહોતી. તેણી પીધેલી હાલતમાં હતી એટલે તેમને એવું લાગ્યું કે તેણીને હૃદયરોગનો હુમલો થયો છે.

માટે તેમણે પ્રથમ તો તેણીનું બીપી તપાસ્યું અને ત્યાર બાદ તેણીને કેટલાક પ્રશ્નો પુછ્યા જેના તેણીએ માથુ હલાવીને હા નામાં જવાબ આપ્યા ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે મહિલાને કોઈ દોરો નહોતો પડ્યો પણ તેમનું ઝડબુ જ તુટી ગયું હતું. જો કે ડોક્ટરની કરામતે ત્યાંને ત્યાં જ આ મહિલાનું ઝડબુ સીધુ થઈ ગયું.

આ મહિલા સાથે આવું આ પ્રથમવાર નહોતું બન્યું પણ આ પહેલાં પણ બની ગયું હતું. તેની સાથે યાત્રા કરતાં તેના સાથીઓએ જણાવ્યું હતું કે તેણી જ્યારે ગર્ભવતિ હતી તે દરમિયાન તેણીને ઉલટી થતાં તેનું ઝડબુ ઉખડી ગયું હતું.

હવે વળી કોણે કલ્પના કરી હશે કે વ્યક્તિને હસતાં હસતાં પણ આવી અજબ-ગજબની તકલીફ વેઠવી પડશે. ખરેખર આજે નિતનવી બિમારીઓ તેમજ સમસ્યાઓ દીવસે દીવસે પ્રકાશમાં આવતી જાય છે અને લોકોને આશ્ચર્યમાં મુકતી જાય છે. જો ટ્રેનમાં કોઈ ડોક્ટર ન હોત તો આ બહેનની સારવારમાં મોડું થઈ જાત અને ત્યાર બાદ કદાચ તેમનું ઝડબુ ફરી બેસાડવું ભારે મુશ્કેલ થઈ પડત.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ