સોશ્યલ મીડિયામાં આજકાલ કર્ણાવતી શબ્દ ટ્રેન્ડમાં છે. તેનું કારણ છે કે લોકો આજકાલ અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી રાખવાની માંગ કરી રહ્યા છે. આ મુદ્દે અનેક પ્રકારના મતમતાંતરો પ્રવર્તી રહ્યા છે. આ સાથે ટ્વિટર પર પણ એક ખાસ હેશટેગ જોવા મળી રહ્યો છે. આ ખાસ હેશટેગ છે #WeWantKarnavati.
બુધવારે કર્ણાવતી નામ રાખવાને લઈને સોશ્યલ મીડિયા પર #WeWantKarnavati ટ્રેન્ડમાં રહ્યું હતું. આ સમયે ગુજરાતના મુખ્યમંત્રીએ નામ બદલવાને લઈને સ્પષ્ટતા કરી છે. આ સ્પષ્ટતા કરતાં તેઓએ કહ્યું કે અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી કરવા માટે રાજ્ય સરકાર તરફથી કોઈ દરખાસ્ત મોકલવામાં આવી નથી.
out of Gujarat it’s known as Ahmedabad Not Amdavad… which now must be changed to Karnavati..to restore its original identity.. #WeWantKarnavati #karnavati
— Arpit Patel (@Arpitpatel83) March 4, 2021
કેન્દ્ર સરકારમાં દરખાસ્ત ન મોકલી હોવાનું સૂત્રો તરફથી જાણવા મળી રહ્યું છે. તો અન્ય તરફ ભાજપે અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી કરવાનો વાયદો પણ કર્યો છે. જ્યારે પણ કોઈ ચૂંટણી આવે ત્યારે આવા વાયદાઓ કરાતા હોય છે પણ પછી તેની પર કોઈ અમલ થતો નથી.
ગજેન્દ્ર ચૌહાણે પણ કરી નામ બદલવાની માંગ
ગજેન્દ્ર ચૌહાણ જેને ખાસ કરીને આપણે મહાભારતના યુધિષ્ઠિરના રૂપમાં ઓળખીએ છીએ તેઓએ પણ સોશ્યલ મીડિયા પર પોસ્ટ મૂકી છે. તેમાં તેઓએ માંગણી કરી છે કે અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી રાખી દેવામાં આવે. તેમનું માનવું છે કે શહેરનું મૂળ નામ તેને પરત મળવું જોઈએ.

આ પહેલાં કોંગ્રેસના ઈમરાન ખેડાવાલાએ પણ કરી હતી રૂપાણીને રજૂઆત
ઉલ્લેખનીય છે કે અમદાવાદનું નામ કર્ણાવતી રાખવાના મુદ્દે કોંગ્રેસના એમએલએ ઈમરાન ખેડાવાલાએ પણ સીએમ રૂપાણીને ખાસ પત્ર લખ્યો હતો. આ પત્રમાં તેઓએ સીએમને અપીલ કરી હતી કે શહેરના ઐતિહાસિક વારસાને પણ ધ્યાનમાં રાખવામાં આવે. સરકાર તરફથી અપાયેલા નિવેદનો કેટલાક પ્રશ્નો ઊભા કરે છે તેમ પણ તેઓએ પત્રમાં લખ્યું હતું. આ સાથે તેઓએ આરોપ કર્યો કે આ વિવાદ રાજકીય રોટલા શેકવા માટે ઊભો કરાયો છે. શું શહેરનું નામ બદલવાથી વિકાસ શક્ય છે.
વિહિપે કરી કર્ણાવતી નામની માંગણી

વિહિપના કાર્યકરોએ અમદાવાદના ભદ્રકાળી મંદિરે દર્શન કર્યા અને સાથે અમદાવાદનું નામ કર્ણાવતી કરવાની માંગી કરી. તેઓએ કહ્યું કે લૂંટારા નામે શહેરના નામ ન હોવા જોઈએ. પણ કર્ણાવતી નામ સામે વાંધો હોવો જોઈએ નહીં. કેટલાક સેક્યુલર તેનો વિરોધ કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે જેમ જેમ ચૂંટણીઓ નજીક આવી તેમ તેમ ભાજપને આ વખતે વોટબેંક તુટવાના અને જે દબદબો હતો તે વિખેરાઈ જવાના ભણકારા વાગી રહ્યા છે. ત્યારે હવે નવો ટ્રેડ શરૂ થયો છે.. શહેરોના નામકરણનો. જેમાં અમદાવાદનું નામ બદલવાનો મુદ્દો ચર્ચાનો વિષય બની ચૂક્યો છે અને ટ્રેન્ડિંગ પોઈન્ટ બન્યો છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!