અંબાણીની આ શાળામાં તમારા બાળકોને ભણાવા માગો છો ? તો તમે અબજો પતિ હોવા જોઈએ ! જાણો તેની અધધધ ફી.

આજે લોકોના મહિનાના ખાવાના ખર્ચા કરતાં તેમના બાળકોને ભણાવવાનો ખર્ચો વધી ગયો છે. જેમાં ઘટાડા થવાનો કોઈ જ આસાર નથી. હજારો રૂપિયા ફી આપવા છતાં પણ બાળકોને જોઈતું ભણતર શાળાઓ દ્વારા પૂરુ પાડવામાં નથી આવતું.


એક આદર્શ માતાપિતા હંમેશા પોતાના બાળકોના ભણતરને વધારે મહત્ત્વ આપે છે અને તેમના ભણતર માટે તેઓ પોતના પેટ પર પણ કાપ મુકીને તેમને ફીઓ ભરીને ભણાવતા હોય છે. આજે બાળકોને ભણાવવા પાછળ માતાપિતાની કમાણીનો મોટાભાગનો હિસ્સો વપરાઈ જતો હોય છે. જો તમને તમારા બાળકની શાળાની ફી વધારે લાગતી હોય તો જરા અંબાણીની આ શાળાની ફી પણ જાણી લો. જેને જાણીને તમારા હોશ ઉડી જશે.


મુંબઈ એ ભારતનું ઇકોનોમિક કેપિટલ છે. ત્યાં હજારો કરોડપતિઓ રહે છે. અને તેમના બાળકો કોઈ સામાન્ય કોલેજો કે શાળાઓમાં નથી ભણતા પણ તેમના માટે ઇન્ટરનેશનલ કક્ષાની શાળાઓ તેમજ કોલેજો હોય છે. જ્યાં મુંબઈના કરોડપતિ વ્યવસાયીઓ તેમજ મુંબઈના સેલિબ્રિટિઝના બાળકો અભ્યાસ કરે છે.


આપણે અવારનવાર શાહરુખના દિકરા અબ્રામ તેમજ ઐશ્વર્યા-અભિષેકની દીકરી આરાધ્યને અંબાણી શાળાના એન્યુઅલ ફંક્શનમાં ઠુમકા લગાવતા સોશિયલ મિડિયા પર વાયરલ થતાં વિડિયોઝમાં જોયા છે. આ શાળાનું નામ છે ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલ. અહીં માત્ર કરોડોપતિ જ તેમના બાળકોને ભણાવી શકે છે કારણ કે તેની ફી હજારોમાં નહીં પણ લાખોમાં હોય છે.


આ શાળામાં બાળકનું એડમિશન કરાવવા માટે લાખો રૂપિયાના ડોનેશનની જરૂર પડે છે. આ ઉપરાંત લાખોની ફી તેમજ અન્ય એક્સ્ટ્રા કરિક્યુલમ એક્ટિવિટિઝ પણ હોય છે જેનો પણ અલગથી ચાર્જ વસુલવામાં આવે છે. તો ચાલો જાણીએ ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલની ફી વિષે.


કોઈ પણ માતાપિતા હોય તે પછી સામાન્ય મધ્યમવર્ગના હોય કે ઉચ્ચ મધ્યમવર્ગના હોય કે પછી કરોડોપતિ હોય તેમના માટે તેમના બાળકનું સ્વાસ્થ્ય તેમજ બાળકનું ભણતર અત્યંત મહત્ત્વના હોય છે તેઓ ગમે તેટલી મોંઘી દવાઓ લઈને પણ તેમની સારવાર કરાવે છે અને ઉજ્વળ ભવિષ્ય માટે તેઓ પોતાના પર કાપ મુકીને પણ તેમને ઉત્તમ ભણતર આપવાનો પ્રયાસ કરે છે. દરેક માતાપિતા પોતાના બાળક માટે પોતાની યથાશક્તિએ ઉત્તમ શિક્ષણ જ શોધતા હોય છે.


આ શાળાની સ્થાપના મુકેશ અંબાણીએ પોતાના પિતાની યાદમાં કરી હતી જેનું નામ રાખવામાં આવ્યું ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલ. આ શાળા આંતરરાષ્ટ્રિય કક્ષાનું શીક્ષણ, સગવડો તેમજ એમ્બિયન્સ આપે છે. અને તેમની ફી પણ આંતરરાષ્ટ્રીય કક્ષાની જ છે.


અહીં સચીનના બાળકોથી માંડીને ઐશ્વર્યાની દીકરી અભ્યાસ કરી ચૂક્યા છે અને કરી રહ્યા છે. આ શાળાનું મેનેજમેન્ટ મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણી સંભાળે છે જે શાળાના ચેર પરસન પણ છે. તમને જણાવી દઈએ કે નીતા અંબાણીના બહેન મમતા પણ અહીં શીક્ષક તરીકે ફરજ બજાવે છે.


નીતા અંબાણી આ શાળામાં એડમીશન માટે કોઈની પણ લાગવગ નથી ચલાવી લેતા. તેમણે એક ઇન્ટર્વ્યૂમાં જણાવ્યું હતું કે તેઓ એડમિશન વખતે પોતાનો ફોન સ્વિચ ઓફ કરી દે છે. તેમની શાળાની ગણતરી દેશની સર્વોત્તમ ટોપ 10 શાળાઓમાં થાય છે.


એક મિડિયા અહેવાલ પ્રમાણે એલકેજીથી 7માં ધોરણની ફી એક લાખ 70 હજાર હોય છે જ્યારે 8માંથી 10માં ધોરણ (ICSE બોર્ડ)ની ફી 1 લાખ 85 હજાર રૂપિયા, તેમજ 8માંથી 10માં ધોરણ (IGCSE બોર્ડ)ની ફી 4 લાખ 48 હજાર રૂપિયા છે. આ શાળાનો અભ્યાસક્રમ ઇન્ટરનેશનલ બેકાલુરેટ આઈબી કક્ષાનો હોય છે.


આ શાળા અત્યાધુનિક છે. અહીં ક્લાસરૂમમાં મલ્ટીમિડિયા પ્રોજેક્ટર્સથી શીક્ષણ આપવામાં આવે છે. આ શાળાની શરૂઆત 2003માં કરવામાં આવી હતી. જેની ઇમારત 7 માળની છે. શાળાને બેસ્ટ ઇન્ટરનેશનલ સ્કૂલનો ખિતાબ પણ મળેલો છે. મુંબઈના બાન્દ્રાના અતિ પોશ વિસ્તારમાં આ શાળા આવેલી છે. જેને ખોલવામાં નિતા અંબાણીની મદદ તેમની બહેન મમતાએ કરેલી હતી. શાળા ખોલવામાં આવી ત્યારે નિતાઅંબાણી તેની સફળતાને લઈને ઘણા નર્વસ હતા. પણ ધીમે ધીમે શાળાએ લોકપ્રિયતા મેળવવા માંડી અને આજે તેની ગણતરી દેશની સર્વોત્તમ શાળાઓમાં થાય છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ